શું પૈસાની અછતને દૂર કરવા માટેના દરેક પ્રયત્ન થઈ રહ્યા છે નિષ્ફળ, તો જાણો તમારી આ ભૂલો તો જવાબદાર નથી ને!
પૈસાની તંગી એ ઘણા લોકોના જીવનમાં એક મોટી સમસ્યા છે. ઘણી વખત પૂરતા પૈસા કમાઈ લીધા પછી પણ પૈસાની તંગી તેમનો પીછો છોડતી નથી. આની પાછળ કેટલીક એવી ભૂલો પણ જવાબદાર છે, જે વાસ્તુ શાસ્ત્ર સાથે સંકળાયેલી છે.
લોકો અઢળક પૈસા, સુખ-સુવિધા, ખુશીઓ મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે પરંતુ ક્યારેક તેઓ નિષ્ફળ જાય છે. તેની પાછળ એવા કારણો પણ જવાબદાર હોય છે, જેને આપણે સતત ધ્યાન બહાર કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ છે, જે ગરીબીનું કારણ બને છે. આ ભૂલો આર્થિક સ્થિતિ, પ્રગતિ, સફળતામાં અવરોધો લાવે છે. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલી તે વસ્તુઓ વિશે, જેને ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
આ ભૂલોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે :
ઘર મંદિરમાં સામસામે મુકવામાં આવેલી ભગવાનની મૂર્તિઓ કે ફોટા : વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પૂજા ઘરમાં સામસામે દેવી-દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો મુકવાથી ઘરમાં ઘણો વિખવાદ થાય છે. તે ઘણી બધી નકારાત્મકતા પણ લાવે છે. માટે આ ભૂલ કરવાથી બચો.
પથારી પર બેસીને ખાવું : વાસ્તુ શાસ્ત્રમાં પથારી (પલંગ) પર બેસીને ખાવાની સખત મનાઈ છે. આવું કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આ ભૂલની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પૈસાનું નુકસાન થાય છે, દેવું થાય છે.

રાત્રે રસોડું ગંદુ રાખવું : ઘણા ઘરોમાં રાત્રિભોજન પછી રસોડું સાફ કરવામાં આવતું નથી. આવી ભૂલથી માં લક્ષ્મી નારાજ થાય છે. રાત્રે રસોડાને ક્યારેય ગંદુ ન છોડો અને રસોડામાં ગંદા વાસણો ન છોડો.
મુખ્ય દરવાજા પર કચરો રાખવો : સારી આર્થિક સ્થિતિ માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય કચરો કે ડસ્ટબીન ન રાખો. તેમજ દરવાજા પર કોઈ જાળા રહેવા દેવા નહિ. દરવાજો હંમેશા સાફ રાખો. આ સિવાય દરવાજો ખોલવામાં કોઈ અવરોધ ન હોવો જોઈએ અને ન તો દરવાજો ખોલ-બંધ કરતા સમયે કોઈ અવાજ આવવો જોઈએ. નહિ તો ઘરમાં ગરીબી આવે છે અને ઝઘડા થાય છે.
પાણીનો પ્રવાહ : પાણીનો ક્યારેય બગાડ ન કરો. તેમજ ઘરમાં કોઈ પણ નળ લીક થવો જોઈએ નહીં. પાણીના બગાડથી પૈસાનું નુકસાન થાય છે અને માન-સન્માનનું પણ નુકસાન થાય છે.
ઘરમાં પાણીના વાસણો ખાલી હોવા : રાત્રે ઘરમાં પાણીના વાસણો ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. પછી તે બાથરૂમમાં રાખેલી ડોલ હોય કે પછી રસોડામાં રાખવામાં આવેલ પીવાના પાણીનો વાસણ હોય. તેને હંમેશા ભરેલા રાખો. ખાલી પાણીના વાસણો આર્થિક મુશ્કેલી લાવે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.