મજેદાર જોક્સ : મિંકી : જો તારા પતિની નવી સેક્રેટરી તેને જ જોઈ રહી છે. ચિંકી : હા, મને ખબર છે. પણ …

0
3839

જોક્સ :

જુદા જુદા દેશોમાં પતિ-પત્ની સુતા સમયે એક બીજાને શું કહે છે?

અમેરિકા – ગુડ નાઈટ ડાર્લિંગ.

બ્રિટન – સ્વીટ ડ્રીમ્સ ડાર્લિંગ.

ઈન્ડિયા – દરવાજાને તાળું માર્યું?

સિલિન્ડરનો કોક બંધ કર્યો?

ફ્રિજમાં દૂધ/દહીં રાખવું?

મોટર બંધ કરી?

આંગણાની લાઈટ બંધ કરી દીધી?

તો ચાલો પછી સૂઈ જઈએ… સવારે વહેલા ઊઠવાનું છે.

જોક્સ :

પપ્પુ : આજે લાગે છે કે બસમાં મુસાફરોના બદલે બધી જાતનાં જાનવરો જ ભરી દીધાં છે.

કંડકટર : ખરી વાત છે, તમે આવ્યા એ પહેલાં એક ગધેડાની કમી હતી, અને તમે આવી ગયા.

જોક્સ :

ગર્લફ્રેન્ડ પાણીપુરી ખાતી હતી.

15-20 પાણીપુરી ખાધા પછી બોયફ્રેન્ડને પૂછ્યું : 10 વધુ ખાઈ લઉં.

બોયફ્રેન્ડ : નાગણ ખાઈ લે.

ગર્લફ્રેન્ડે જોરથી થ-પ્પ-ડ મા-રી કહ્યું : નાગણ કોને કહે છે?

બોયફ્રેન્ડ : અરે મેં કહ્યું ના ગણ એટલે કે ગણ્યા વગર ખાઈ છે.

જોક્સ :

મીના : તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે?

પરેશ : તું જ કહો જોઉં! તેં કોઈ ગાય કે ભેંસને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી?

જોક્સ :

પરિક્ષામાં એક વિદ્યાર્થી એકદમ સ્થિર અને ચિંતિત બેઠો હતો.

શિક્ષક : તું એક ચિંતિત છે?

વિદ્યાર્થી ચૂપ રહ્યો.

શિક્ષક : શું તું પેન ભૂલી ગયો છે?

વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.

શિક્ષક : શું થયું સીટ નંબર ભૂલી ગયો?

વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.

શિક્ષક : શું તું કેલ્ક્યુલેટર ભૂલી ગયો છે?

વિદ્યાર્થી : અરે મારી માં, ચૂપ રહો.

અહીં હું ખોટા વિષયની કાપલી લાવ્યો છું અને તમને પેન-પેન્સિલની પડી છે.

જોક્સ :

એક સુંદર મહિલા મોલમાં બિસ્કીટ ચોરી કરતી પકડાઈ.

જજ : તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું, જેમાં 30 બિસ્કિટ હતા,

આ માટે તમને 30 દિવસની સજા થાય છે.

મહિલાના પતિએ કહ્યું : જજ સાહેબ, તેણે સોજીનું પેકેટ પણ ચોરી લીધું છે.

ન્યાયાધીશને ચક્કર આવી ગયા કે, કેટલી સજા આપવી જોઈએ.

જોક્સ :

એક છોકરીનો અકસ્માત થયો હતો.

ડોક્ટર : તમારા પગને નુકસાન થયું છે.

છોકરી : તે સાજા નહીં થાય?

ડોક્ટર : ના, તેમને કાપવા પડશે.

છોકરી : હે માં! હવે હું શું કરીશ?

ડોક્ટર : ધીરજ રાખો. ભગવાન બધું બરાબર કરી દેશે.

છોકરી : અરે મને તેની ચિંતા નથી. હકીકતમાં મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા હતા,

અને તે દુકાન પર લખેલું હતું – “વેચાયેલો માલ પાછો નહીં લઈએ.”

જોક્સ :

છગને ચોકીદાર મગનને પૂછ્યું : તે ચોરને પકડ્યો કેમ નહી?

મગન બોલ્યો : શું કરું સર, જે ઘરમાં ચોર ઘુસ્યો હતો, ત્યાં દરવાજા પર લખ્યુ હતુ કે – અંદર આવવાની મનાઈ છે.

જોક્સ :

મિંકી : જો તારા પતિની નવી સેક્રેટરી તેને જ જોઈ રહી છે.

ચિંકી : હા, મને ખબર છે. પણ હું એ જોવા માંગુ છું કે મારો પતિ ક્યાં સુધી પેટને અંદર રાખી શકે છે.

જોક્સ :

બોયફ્રેન્ડ : તું આટલા ટેન્શનમાં કેમ છે?

ગર્લફ્રેન્ડ : યાર, હું ગઈ કાલે 50 પૈસાનો સિક્કો ગળી ગઈ.

બોયફ્રેન્ડ : આમાં ટેન્શનની શું વાત છે, આજકાલ 50 પૈસાના સિક્કા કોણ લે છે.

ગર્લફ્રેન્ડ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગઈ.