મહેનત કરો છો પણ ફળ મળવામાં અડચણો ઘણી આવે છે તો આ વસ્તુ કરી શકે છે તમારી મદદ.

0
601

આર્થિક તંગીથી છો પરેશાન, તો કરો લવિંગના આ સરળ ઉપાય, થઈ શકો છો માલામાલ.

હિંદુ રીતિ-રીવાજોમાં પૂજા અને ધાર્મિક કાર્યોમાં લવિંગનું ખૂબ મહત્વ છે. જ્યોતિષમાં પણ લવિંગના કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે પણ તમારું નસીબ બદલવા માંગો છો અને તમારા સપના પૂરા કરવા માંગો છો, તો તમે લવિંગના ઉપાય અજમાવી શકો છો. જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ લોકો વર્ષોથી તેનો પ્રયોગ કરી રહ્યા છે. આટલું જ નહીં તેના ઉપાયોથી ફાયદા થાય છે. ચાલો જાણીએ કે કઈ સમસ્યાઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

શનિવાર કે રવિવારે 5 લવિંગ અને 3 મોટી એલચીને કપૂર સાથે સળગાવો અને તે આગને આખા ઘરમાં ફેરવો. તેનાથી ઘરની નકારાત્મકતા સમાપ્ત થાય છે
અને સકારાત્મકતા આવે છે.

શનિવારે લવિંગનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જે લોકોની કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિ અનુકૂળ નથી, તે ઠીક થઈ જશે.

મંગળવારે હનુમાનજીની સામે સરસવના તેલ લવિંગની જોડી નાખીને અને દીવો કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મહેનતનું ફળ તમને જલ્દી જ મળશે.

શુક્રવારે લાલ કપડામાં 5 કોડીઓ અને 5 લવિંગ બાંધી લો અને આ પોટલીને કબાટ અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી પૈસાની બચત થાય છે.

ઘરની બહાર નીકળતી વખતે મોઢામાં બે લવિંગ રાખો. આ ઉપાય કરવાથી કાર્યમાં સફળતા મળે છે.

અમાસ અથવા પૂનમની રાત્રે કપૂર સાથે 11 અથવા 21 લવિંગ સળગાવો અને પછી દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. આમ કરવાથી અટકેલું ધન પ્રાપ્ત થાય છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.