આપણા ભારતીય લોકોનો કોઈ પણ કામને સરળ બનાવવા કે સસ્તું બનાવવા માટે કરવામાં આવતા જુગાડની બાબતમાં કોઈ મેળ નથી. દરરોજ કોઈને કોઈ ભારતીય જુગાડના ફોટા વાયરલ થતા રહે છે. તેમને જોઈને અમને અને અન્ય લોકોને કંઈક નવું અને અલગ કરવાની પ્રેરણા મળે છે.
ચાલો આજે દેશી જુગાડના ફોટા જોઈએ જે આપણને બધાને હસાવશે અને આવા જુગાડ બનાવવાની પ્રેરણા પણ આપશે.
(1) હવે વીડિયો કોલ પર પૂજા પણ કરી શકાય છે. પંડિત પણ વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. (2) એક વાઈપરથી બે કામ થઇ શકે છે. ઘરની સફાઈમાં વપરાતું વાઈપર કારના કાચ સાફ કરવા માટે પણ ઉપયોગી છે.

(3) આ તો ઘણી કામની વસ્તુ છે. (4) આવું ચકરડી ભમરડી વાળું સફાઈનું મશીન તમે વાપર્યું નહિ હોય.
(5) આ તો જુગાડુ ગેમર નીકળ્યો. થાળીની મદદથી કારના સ્ટેરીંગ વ્હીલનો અનુભવ લઇ રહ્યો છે. (6) પાઇપ કે ડોલ ન હોય તો સ્નાન કરવા માટેનું સૌથી સસ્તું જુગાડ.
(7) આળસુ લોકોની ટીવી ઓપરેટ કરવાની નીન્જા ટેકનિક. (8) આ છે મૂવિંગ સલૂન. કામ પૂરું થાય એટલે શટર બંધ કર્યા વગર જ દુકાન લઈને ઘરે પહોંચી જવાનું.
(9) સિંચાઈ કરવા માટે આ ટેક્નિક શ્રેષ્ઠ છે. (10) આ સાયકલની ચોરી નહીં થાય એવું તેના માલિકને લાગે છે.
(11) આમણે તો ચાર પલંગ ભેગા કરીને દેશી સ્વિમિંગ પૂલ બનાવી દીધો. (12) ભંગારમાંથી બનેલી ગાડી ભંગાર ઉપાડવા કામ લાગે છે. છે ને સસ્તો જુગાડ.
(13) રાજા માટે સિંહાસન તૈયાર છે. બસ ઉપર ગાદી મૂકીને બેસવું પડશે નહિ તો નિશાન પડી જશે. (14) હેંગર પર કપડાંની જગ્યાએ બલ્બ લટકતા પહેલી વખત જોયા.
(15) ટૂથપેસ્ટનું બોક્સ આવા કામમાં પણ ઉપયોગી થઈ શકે છે એ વિદેશીઓને ખબર નહિ હોય. (16) બોટલ પાણીના વાલ્વનું કામ કરી રહી છે. આને કહેવાય પૈસાની બચત.
(17) સાહેબ તમે પેન-પેન્સિલ તો મૂકી દીધી પણ રબર ખરાબ કરી દીધું. (18) રીક્ષા માટેનું ફોન હોલ્ડર તૈયાર છે.
(19) આવા સ્ટમ્પ જોઈને તો ક્રિકેટ બોર્ડ વાળા પણ વિચારમાં પડી ગયા હશે. (20) ટાયર માંથી બનાવેલું પારણું. આને કહેવાય વેસ્ટ માંથી બેસ્ટ.
આમાંથી તમને કયો જુગાડ શ્રેષ્ઠ લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો.