જોક્સ :
એક સરકારી સ્કૂલના પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાં લટાર મારવા નીકળ્યા હતા.
ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતો અને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.
પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી. થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,
ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છો પણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીને ફરતો બંધ જ થઈ જાય તો તમને ખબર શી રીતે પડે?
સાહેબ, એ સરકારી સ્કૂલના પ્રોફેસર નથી, બળદ છે બળદ!

જોક્સ :
અંજૂએ પોતાના પતિને પૂછ્યુ :
મારા વાળના રંગ સફેદ થઈ જાય,
ત્યારે પણ શું તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો?
પતિ : કેમ, તને શંકા કેમ થઈ? અત્યાર સુધી… તું કેટલીવાર રંગ બદલી ચૂકી છે,
શું મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે.
બિચારો પતિ હવે સરખી રીતે ચાલી નથી શકતો.
જોક્સ :
રામુ કારની બેટરી બદલાવવા ગયો.
કારીગર : સર એક્સાઇડની (exide) બેટરી લગાવી દઉં?
રામુ (થોડી વાર વિચાર્યા પછી) : યાર કોણ વારે વારે આવશે,
તું એમ કર બંને સાઈડની લગાવી દે.
જોક્સ :
પતિ : મારા રહેતા તારે ક્યારેય કોઈ ચોર-લૂંટારાથી ડરવાની જરૂર નથી.
પત્ની : કેમ, તમે કરાટે ચેમ્પિયન છો?
પતિ : ના, પણ મને દોડમાં ધણા ગોલ્ડમેડલ મળ્યા છે, એવું કાંઈ જોખમ હશે તો હું ભાગીને પોલીસને જાણ કરી દઈશ.
જોક્સ :
એક માણસે એની સાસુના ખાટલા પર સાપ જોયો.
બારમાંથી આઠ મહિના સાથે રહેતી સાસુથી કંટાળેલા માણસે સાપને કહ્યું : ‘ભાઈ, જરા મારી સાસુને કરડતો જાને!
સાપ : ના પોસાય દોસ્ત… તારા ઘરમાંથી મારા માટે દૂધ એજ લઈને આવે છે.
જોક્સ :
ઇન્ટરવ્યૂ લેનાર : તને બ્રિટિશ ભાષા આવડે છે?
છોકરો : હા.
ઇન્ટરવ્યૂ લેનાર : કંઈક બોલીને બતાવ.
છોકરો : દુગના લાગાના દેના પડેગા બુવન.
ઇન્ટરવ્યૂ લેનાર (ગુસ્સામાં) : અત્યારે જ નીકળી જા અહીંથી.
જોક્સ :
મુન્નાભાઈ : અરે યાર સર્કિટ હું મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છું, બોલ શું આપું?
સર્કિટ : યાર એવું કર તું એને ગોલ્ડ રિંગ આપી દે.
મુન્નાભાઈ : કોઈ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ : તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનું ટાયર આપી દે.
જોક્સ :
પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા – હું કેવો લાગી રહ્યો છું?
પત્ની એકદમ ચીસ પાડીને બોલી – છક્કો.
જોક્સ :
સાસુ : વહુ, આપણી પાડોશી સુષ્મા એક નંબરની જુઠ્ઠી છે, તેની વાતો પર ક્યારેય વિશ્વાસ ના કરતી. એ જણાવ એ તને શું કહી રહી હતી?
વહુ : એ કહી રહી હતી કે તમે ઘણી દયાળુ અને સારી મહિલા છો.
જોક્સ :
સરલા : સાંભળો છો? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી.
પતિ : તો શું થઈ ગયું, કાલે તું બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે.
સરલા : સાચુ કહો છો?
પતિ : બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે,
એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.
જોક્સ :
દીકરો : પપ્પા, બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે, તો પછી લોકો લગ્ન કરે છે શા માટે?
પિતા : બેટા, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે.