તમે આવી જીવદયા ક્યાંય નૈ જોઈ હોય, આ જોઈને તમે પણ કહેશો વાહ માનવતા આને કેવાય

0
412

અહીં પક્ષીઓના રહેવા માટે બનાવવામાં આવ્યું છે અનોખું એપાર્ટમેન્ટ, ફોટા જોઈને થશે ખુશી.

વધતી જતી વસ્તીને કારણે મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ્સ અને બહુમાળી ઇમારતોમાં સ્થાઇ થઈ ગયા છે. લાખો લોકો એપાર્ટમેન્ટમાં રહે છે. બે કે ત્રણ બીએચકે ફ્લેટમાં રહે છે. હવે ઇમારતો માત્ર માણસો માટે જ નહીં, પક્ષીઓ માટે પણ બનાવવામાં આવી રહી છે. આ સાંભળીને તમે ચોંકી જશો. હા, રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં કંઈક આવું જ જોવા મળ્યું. પક્ષીઓ માટે આવા એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં તેઓ માત્ર આવીને રહેતા જ નથી, પરંતુ અંદરના સ્વિમિંગ પૂલમાં સ્નાન પણ કરી શકે છે.

11 માળનું તૈયાર એપાર્ટમેન્ટ :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવો અનોખો એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે. આ પક્ષીનું એપાર્ટમેન્ટ 11 માળનું છે. તેમાં દરેક આરામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમાં પક્ષીઓ ને નહાવા માટે સ્વિમિંગ પૂલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ એપાર્ટમેન્ટમાં લગભગ 1100 પક્ષીઓ રહી શકે છે. રાજસ્થાનના બિકાનેરમાં શ્રીડુંગરગઢના ટોલિયાસર ગામમાં આ ખાસ એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

પક્ષીઓને તમામ સુવિધાઓ મળશે :

આ એપાર્ટમેન્ટમાં પક્ષીઓ આવીને પોતાનો માળો તૈયાર કરી શકે છે. આ સાથે તેમના માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેને તૈયાર કરવામાં લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ એપાર્ટમેન્ટને ગુંબજના આકારમાં બનાવવામાં આવ્યું છે, જેથી પક્ષી કોઈપણ બાજુથી આવીને તેમાં બેસી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા પક્ષીઓ આવીને રહેવા લાગ્યા છે. તેમના રહેવા માટે માટીના મકાનો પણ બનાવવામાં આવ્યા છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.