જોક્સ :
એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોને યાદ કરવાનું નક્કી કર્યું.
બીજે દિવસે દાદા તે બગીચામાં પહોંચ્યા જ્યાં યુવાનીમાં તેઓ લગ્ન પહેલા દાદીને મળતા હતા.
ત્યાં ઊભા રહી રહીને દાદાના પગમાં દુ:ખાવો ઉપડ્યો પણ દાદી ન આવ્યા.
ઘરે જઈને દાદાએ ગુસ્સામાં કહ્યું : તું મળવા કેમ ન આવી?
દાદીએ શરમાયને કહ્યું : મમ્મીએ મને આવવા ન દીધી.
જોક્સ :
શિક્ષક : આપણે પાણી કેમ પીએ છીએ?
ચિન્ટુ : કારણ કે આપણે પાણી ખાઈ શકતા નથી.
હું બાળપણથી જ હોશિયાર છું મેડમ, પણ ક્યારેય બડાઈ નથી કરતો.
શિક્ષક : વર્ગમાંથી બહાર નીકળ.

જોક્સ :
પત્ની રિસાઈને : તમે મારુ બિલકુલ ધ્યાન નથી રાખતા.
પતિ : અરે, એક તું જ છે જે મારા આ ઘરને સ્વર્ગ બનાવી શકે છે.
પત્ની : ખરેખર પ્રિયતમ… કેવી રીતે?
પતિ : પિયર જઈને.
જોક્સ :
છગન પર વીજળીનો વાયર પડ્યો, તે તરફડી-તરફડીને મ-ર-વા-નો જ હતો,
ત્યારે અચાનક મગન પહોંચી ગયો અને કહ્યું :
ભાઈ બે દિવસથી વીજળી આવતી જ નથી.
છગન ઉભો થયો અને બોલ્યો : ‘અરે… રે, હું તો ડરી જ ગયો હતો.
જોક્સ :
સ્ત્રી : મારું વજન કેવી રીતે ઘટશે?
ડોક્ટર : તમારી ગરદનને જમણે અને ડાબે ફેરવીને.
સ્ત્રી : કેટલા સમય સુધી ફેરવવાની?
ડોક્ટર : કોઈ તમને ખાવાનું પૂછે ત્યારે.
જોક્સ :
મચ્છરનો દીકરો આજે પહેલી વખત ઉડવા ગયો અને રાતભર બહાર રોકાઈને સવારે પાછો આવ્યો.
તેના પિતાએ પૂછ્યું : કેવો અનુભવ રહ્યો દીકરા?
પુત્ર બોલ્યો : અદ્ભુત… બધા તાળીઓના ગડગડાટથી મારું સ્વાગત કરી રહ્યા હતા.
જોક્સ :
વિદેશમાં ફરવા ગયેલો ચિન્ટુ એકવાર ડબલ ડેકર બસમાં ચડ્યો.
કંડક્ટરે તેને ઉપર મોકલ્યો.
ચિન્ટુ થોડી વાર પછી દોડતો દોડતો નીચે આવ્યો અને બોલ્યો :
ભાઈ જીવ લેશે કે શું? ઉપર તો કોઈ ડ્રાઈવર જ નથી.
જોક્સ :
શિક્ષક : દુર્ભાગ્ય અને દુર્દશામાં શું તફાવત છે?
બાળક : સર જો આ શાળામાં આગ લાગી અને શાળાની હાલત કફોડી થાય તો તેને દુર્દશા કહેવામાં આવે છે.
અને જો આટલી આગમાં પણ તમે બચી ગયા તો તેને અમારું દુર્ભાગ્ય કહેવાય.
પછી શું… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…
જોક્સ :
પત્ની : તમારા ઘરમાં મને એક પણ મચ્છર કરડતા નથી.
પતિ : એ સારી વાત છે.
સાળી : બહેન મચ્છરોએ એવું કહ્યું કે, હવે જીજાજી તમારું લો-હી પી શે એટલે તેમણે રજા લઇ લીધી છે.
જોક્સ :
શિક્ષક : નોટ અને પેન ક્યાં છે?
બાળક : જબસે આપકો દેખા, ક્યા નોટ ક્યા પેન…
તેરે મસ્ત મસ્ત દો નેન…
મેરે દિલ કા લે ગયે ચેન…
ખો ગઈ નોટ, ગુમ ગઈ પેન…
પછી શું હતું…. દે ફૂટપટ્ટી… દે દસ્તર…
જોક્સ :
પત્ની સૂતી હતી અને એક નાગણ તેના પગ પાસે બેથી હતી.
પતિએ હળવેકથી કહ્યું : ડંખ મારી લે.
નાગણ : હું ચરણ સ્પર્શ કરવા આવી છું.
તે અમારી ગુરુ છે.
જોક્સ :
મમ્મી કહે છે કે, 1 છોકરી ભણીને ઘરના 4 લોકોને શિક્ષિત કરે છે.
પણ એક છોકરીના ભણતા સમયે કોલેજના 40 છોકરાઓ નાપાસ થાય છે, તેનું શું?