મજેદાર જોક્સ : પત્ની : તમે મારી સાથે છેતરપિંડી કરી છે. પતિ : કેમ ડિયર, શું થયું. પત્ની : તમે મને લગ્ન …

0
7246

જોક્સ :

ચિન્ટુ ફોન પર : હેલો ડિયર, કેમ છો, હું તને ખૂબ યાદ કરું છું.

સામેથી એક સ્ત્રી : તું ચિન્ટુ બોલે છે ને?

ચિન્ટુ : અરે વાહ, મારા અવાજથી મને ઓળખી ગયા.

સ્ત્રી : તારા પિતાનું નામ હીરાલાલ છે ને?

ચિન્ટુ ચોંકી ગયો : હા, એકદમ સાચું.

સ્ત્રી : અને તારા દાદાનું નામ બનવારીલાલ છે?

ચિન્ટુ : અરે લાગે છે કે તમે મારા દીવાના બની ગયા છો, મારી દરેક માહિતી મેળવી લીધી છે.

સ્ત્રી : એ ગધેડા, હું તારી પાડોશ વાળી કાકી બોલું છું. તું ઈંગ્લીશ પી ને કોઈને પણ ફોન લગાવી દે છે ને, ઘરે આવ પછી તારી વાત છે.

ચિન્ટુની ઈંગ્લીશ બે સેકન્ડમાં ઉતરી ગઈ.

જોક્સ :

શિક્ષક : મને સૌથી મા-દ-ક પદાર્થ કયો હોય છે?

રમેશ : પુસ્તક હોય છે સાહેબ, તેને ખોલતાં જ ઊંઘ આવી જાય છે.

જોક્સ :

પિંકી ખૂબ જ ઝડપથી સ્કૂટી ચલાવી રહી હતી.

તેણીએ લાલ બત્તી ઓળંગી દીધી.

ટ્રાફિક પોલીસ : ચાલો ગાડી બાજુ પર લગાવો અને 500 રૂપિયા આપો.

પિંકી : પ્લીઝ મને માફ કરી દો સર, ધીસ ઈઝ માય ફર્સ્ટ ટાઈમ.

ટ્રાફિક પોલીસ : તમને આટલી મોટી લાલ બત્તી ના દેખાઈ?

પિંકી : લાલ બત્તી તો દેખાઈ પણ તમે ના દેખાયા, ખબર નહી ક્યાં છુપાઈને બેઠા હતા.

ટ્રાફિક પોલીસ : અરે જાણી જોઈને કર્યું છે, તો તો લાવો 1500 રૂપિયા.

જોક્સ :

પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?

પત્ની : મારા ભાઈનો છોકરો 50 પૈસાનો સિક્કો ગળી ગયો.

પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે, આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.

હવે પતિ હોસ્પિટલમાં તેના સાળાના છોકરાની બાજુના બેડ પર ઈલાજ કરાવી રહ્યો છે.

જોક્સ :

શહેરની છોકરીના લગ્ન ગામમાં થઈ ગયા.

છોકરીની સાસુએ તેને ભેંસને ઘા સ નાખવા માટે કહ્યું.

છોકરી ભેંસને ઘાસ નાખવા ગઈ તો ભેંસના મોં માં ફીણ જોઈને પાછી આવી ગઈ.

સાસુ : શું થયું વહુ?

છોકરી : મમ્મીજી, અત્યારે ભેંસ કોલગેટ કરી રહી છે.

જોક્સ :

પત્ની : તમે મારી સાથે છેતરપિંડી કરી.

પતિ : કેમ ડિયર, શું થયું?

પત્ની : તમે મને લગ્ન પહેલા કેમ ન કહ્યું છે, તમારી પહેલેથી જ રાની નામની એક પત્ની છે.

પતિ : અરે મેં તારા પપ્પાને કહ્યું તો હતું કે – હું તને રાણીની જેમ જ રાખીશ.

જોક્સ :

ટીટુ તેના માતા-પિતા સાથે જમવા માટે હોટલમાં ગયો હતો.

ત્યાં એક માણસ સિગારેટ પીતો હતો.

ટીટુ તે માણસ પાસે જઈને : ભાઈ, બહાર જઈને સિગારેટ પી.

હું મારા માતા-પિતા સાથે આવ્યો છું.

માણસ : તો એમાં શું થયું?

ટીટુ : અરે, તને જોઈને મને પણ પીવાનું મન થાય છે.

જોક્સ :

પપ્પુને તેની સાસરી વાળાએ જમવા બોલાવ્યો.

તેણે 25 રોટલી ખાધી.

આ જોઈને સાસુ ટેંશનમાં આવીને બોલી,

જમાઈરાજ ભોજનની વચ્ચે વચ્ચે પાણી પણ પીવું જોઈએ.

પપ્પુ : હું તો પીઉં જ છું.

સાસુ : મેં તો નથી જોયું.

પપ્પુ : અરે પહેલા વચ્ચેનો ભાગ તો આવવા દો, હજી તો શરૂઆત થઈ છે.