આજના સમયમાં લગ્નજીવનની વાત કરીએ તો આજના સમયમાં લગ્ન ઘણા ધામધુમથી થાય છે, અને તેની પાછળ અઢળક ધનનો ખર્ચ થાય છે, પરંતુ તે લગ્નની સફળતાનો આધાર તો તે બંને વર-કન્યા ઉપર જ રહે છે અને તેમાં પણ ખાસ કરીને બંને વચ્ચેનો અહંકાર જ મહત્વની ભૂમિકા ભજવે છે.
સીતા સ્વયંવરના પ્રસંગ ઉપરથી સમજી શકાય છે પતિ પત્નીએ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.
પતિ પત્ની વચ્ચે નાની નાની વાતો ઉપર ઝગડા થવા સામાન્ય વાત છે. જયારે પતિ પત્ની વચ્ચે તાલમેલમાં ખામી આવે છે. તો વાદ વિવાદ થવાની શક્યતા વધી જાય છે.
રામાયણમાં શ્રીરામ અને સીતાના જીવન ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે વાદ વિવાદની સ્થિતિથી બચવા માટે શું કરવું જોઈએ.

સીતા સ્વયંવરમાં છુપાયો છે સુખી લગ્નજીવનનો ઉપદેશ
રામાયણમાં જયારે ભગવાન શ્રીરામના લગ્ન પ્રસંગમાં સીતાનો સ્વયંવર ચાલી રહ્યો હતો. સીતાના પિતા જનકની શરત હતી કે શિવજીનું ધનુષ્ય તોડવા વાળા સાથે સીતા સાથે લગ્ન કરવામાં આવશે. ઘણા રાજાઓ અને વીર પુરુષોએ પ્રયાસ કર્યો, પરંતુ કોઈનાથી ધનુષ્ય હલ્યું પણ નહીં. ત્યારે ઋષિ વિશ્વામિત્રએ રામને આજ્ઞા આપી અને કહ્યું જાવ રામ ધનુષ્ય ઉઠાવો. રામે સૌથી પહેલા પોતાના ગુરુને નમન કર્યું. પછી શિવજીનું ધ્યાન કરીને ધનુષ્યને પ્રણામ કર્યું. જોત જોતામાં ધનુષ્ય ઉઠાવ્યું અને કોઈ રમકડાની જેમ તોડી નાખ્યું.
ધનુષ્ય અહંકારનું પ્રતિક
છેવટે ધનુષ્ય જ કેમ ઉઠાવ્યું અને તોડી નાખ્યું. ધનુષ્ય જ લગ્ન પહેલાની શરત કેમ હતી. વાસ્તવમાં તેની પાછળ એક ખાસ સંકેત છપાયો છે. આ પ્રસંગને સરળતાથી સમજી શકાય છે. જો દાર્શનિક રીતે સમજીએ તો ધનુષ્ય અહંકારનું પ્રતિક છે. અહંકાર જ્યાં સુધી આપણી અંદર હશે, આપણે કોઈ સાથે જીવન પસાર નહિ કરી શકીએ. અહંકારને તોડીને લગ્ન જીવનમાં પ્રવેશ કરવો જોઈએ. તેના માટે લગ્ન કરવા વાળામાં એટલી પરિપક્વતા અને સમજ હોવી જરૂરી છે.
જો આજે પણ લગ્ન પહેલા જ વર-વધુ પોતાના અહંકાર ઉપર કાબુ મેળવી લે છે. તો તેમનું લગ્નજીવન હંમેશા સુખી જળવાઈ રહેશે. બંને વચ્ચે ક્યારે પણ ઝગડાની સ્થિતિ ઉભી નહિ થાય અને પ્રેમ જળવાઈ રહેશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.