પ્લેટફોર્મ ટીકીટથી પણ કરી શકો છો ટ્રેનનો પ્રવાસ, જાણો રેલ્વેના આ જરૂરી નિયમ.

0
262

જો તમારી પાસે રીઝર્વેશન નથી અને માત્ર પ્લેટફોર્મ ટીકીટ લઈને ટ્રેનમાં ચડી ગયા છો, તો આ નિયમ વિષે જાણી લો.

રેલ્વે પ્રવાસીઓ માટે કામના સમાચાર છે. ટ્રેનનો પ્રવાસ કરવા માટે તમારે મહિનાઓ પહેલા રીઝર્વેશન લેવું પડે છે. રીઝર્વેશન બે પ્રકારના કરે છે. પહેલું ટીકીટ રીઝર્વેશન બારીએથી અને બીજું ઓનલાઈન માધ્યમથી ટીકીટ બુક કરવામાં આવી શકે છે. પણ લોકોને ત્યારે તકલીફ પડે છે, જ્યારે અચાનક કોઈ કામથી પ્રવાસ કરવાનો હોય અને રીઝર્વેશન ન મળે. તે વખતે લોકો તત્કાલનો વિકલ્પ જ જાણતા હોય છે. પણ આજે અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ બીજા વિકલ્પ જેમાં તમે પ્લેટફોર્મ ટીકીટ લઈને પણ પ્રવાસ કરી શકો છો.

પ્લેટફોર્મ ટીકીટ ઉપર પ્રવાસ : જો તમારી પાસે રીઝર્વેશન નથી અને તમે માત્ર પ્લેટફોર્મ ટીકીટ લઈને ટ્રેનમાં ચડી ગયા છો, તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે ખુબ જ સરળતાથી ટીકીટ ચેકર પાસે જઈને ટીકીટ કઢાવી શકો છો. આ નિયમ રેલ્વેએ જ બનાવ્યો છે. પ્લેટફોર્મ ટીકીટ લઈને ચડેલા વ્યક્તિએ તરત ટીટીઈનો સંપર્ક કરવો, જ્યાં જવાનું છે ત્યાંની ટીકીટ બનાવરાવવાની રહેશે.

પ્રવાસ પહેલા જાણી લો આ નિયમ : ઘણી વખત સીટ ખાલી ન હોવાથી ટીટીઈ તમને રીઝર્વ સીટ આપવાની ના કહી શકે છે. પણ પ્રવાસ કરવાથી નથી રોકી શકતા. જો તમારી પાસે રીઝર્વેશન નથી, એવી સ્થિતિમાં મુસાફર પાસેથી 250 રૂપિયા દંડ અને પ્રવાસનું ભાડું વસુલ કરવામાં આવશે. રેલ્વેના આ જરૂરી નિયમ જે તમારે પ્રવાસ કરતા પહેલા જાણવા જોઈએ.

પ્લેટફોર્મ ટીકીટ : પ્લેટફોર્મ ટીકીટ પ્રવાસીને ટ્રેનમાં ચડવાને પાત્ર બનાવે છે. તેની સાથે પ્રવાસીને તે સ્ટેશનથી ભાડું ચુકવવું પડશે, જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટીકીટ લીધી છે. ભાડું વસુલતી વખતે ડીપાર્ચર સ્ટેશન પણ તે સ્ટેશનને ગણવામાં આવશે, અને સૌથી મોટી વાત પ્રવાસી પાસેથી પણ તે શ્રેણીનું ભાડું વસુલ કરવામાં આવશે, જેમાં તે પ્રવાસ કરી રહ્યા હશે.

સીટ ક્યાં સુધી રહે છે તમારી : જો તમારી ટ્રેન કોઈ કારણવશ છૂટી ગઈ છે, તો ટીટીઈ આવતા બે સ્ટેશન સુધી તમારી સીટ કોઈને અલોટ નથી કરી શકતા. એટલે કે જો બે સ્ટેશનો ઉપર તમે ટ્રેન પહેલા પહોચીને તમારો પ્રવાસ પૂરો કરી શકો છો. પણ ધ્યાન રાખો, બે સ્ટેશનો પછી TTE RAC ટીકીટ વાળા પ્રવાસીને સીટ અલોટ કરી શકે છે.

ટીકીટ ખોવાઈ જાય તો શું કરવું : જો તમે ઈ-ટીકીટ લીધી છે અને ટ્રેનમાં બેઠા પછી તમને ખબર પડી કે ટીકીટ ખોવાઈ ગઈ છે તો તમે ટીકીટ ચેકર (ટીટીઈ) ને 50 રૂપિયા પેનલ્ટી આપીને તમારી ટીકીટ પ્રાપ્ત કરી શકો છો. ટ્રેનમાં પ્રવાસ કરતા પહેલા આ નિયમોને ધ્યાનમાં રાખો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.