જોક્સ :
પિતા : અરે, કનુ, તું કોને કાગળ લખે છે? તને લખતાં તો આવડતું નથી.
કનુ : નાની બહેન ને! મને લખતાં આવડતું નથી, તો એને વાંચતાં કયાં આવડે છે?
જોક્સ :
મેનેજર (નોકરી માટેના ઉમેદવારને) : હં, તમારું જન્મ સ્થાન?
ઉમેદવાર : હોસ્પિટલ.
જોક્સ :
રમેશ : જ્યારે હું જન્મ્યો ત્યારે મારી માતાને બહુ દુઃખ થયું?
સુરેશ : એને શું છોકરી જોઈતી હતી?
રમેશ : ના, છૂટાછેડા.

જોક્સ :
ત્રીસ વરસની ન થાઉં ત્યાં સુધી પરણવાનો ઈરાદો રાખતી નથી. એક યુવતી બોલી.
હું પરણું નહીં ત્યાં સુધી ત્રીસ વરસની થવા ઇચ્છતી નથી!’ બીજીએ કહ્યું.
જોક્સ :
છગન : તું તારા કાકાની સ્મશાન યાત્રામાં નથી જવાનો?
મગન : ના, આજે મારે ચાલુ દિવસ છે. અને મારો સિદ્ધાંત છે કે પહેલાં ધંધો, પછી મનોરંજન!
જોક્સ :
તે શા માટે રડી રહી છે?
પતિને ખાતર!
પણ એને પતિ જ કયાં હતો?
એટલે તો રડી રહી છે!
જોક્સ :
દાક્તર : (દર્દીને) તમારી નાડીના ધબકારા ઘડિયાળની માફક ચાલી રહ્યા છે.
દર્દી : સાહેબ, તમારો હાથ મારી નાડી ઉપર નહીં, પણ મારી કાંડા ઘડિયાળ ઉપર છે.
જોક્સ :
આ નાનો સુવર્ણ ચંદ્રક તમને શા માટે મળ્યો?
ગાવા માટે?
અને મોટો સુવર્ણચંદ્રક?
ગાવાનું બંધ કરવા માટે.
જોક્સ :
તારી સાથે પછી મનોરમા પરણી નહીં?
ના.
કેમ?
અમે શરૂઆતમાં પ્રેમમાં હતાં. પણ પછી તેણે મળવાનું બંધ કર્યું. આથી મેં એને રોજ પ્રેમપત્ર લખવા માંડ્યા.
છ મહિના સુધી પ્રેમપત્રો લખ્યા અને તે મને મૂકીને ટપાલીને પરણી ગઈ!
જોક્સ :
એક દુબળો પાતળો સેલ્સમેન પૌષ્ટિક દવાનું વેચાણ કરતો હતો.
એ જોઈને એક મહિલાએ પૂછ્યું : તમે જાતે દુબળા છો અને આ પૌષ્ટિક દવાનું વેચાણ કરો છો?
સેલ્સમેન : હા, બાનુ! મારો એક મિત્ર બ્રેસિયરનું વેચાણ કરે છે.
જોક્સ :
છગન : અરે ભાઈ, મારી પત્નીની વાત જ ન કરો! બહુ જૂઠબોલી છે.
મિત્ર : કેમ એવું કંઈ બન્યું હતું?
છગન : ગઈ રાતે બે વાગે ઘેર આવી. મેં પૂછ્યું આટલી રાત કયાં હતી?
તો કહે કે મારી બહેનપણી ગુલબદનને ત્યાં હતી!
મિત્ર : પણ એ જૂઠું બોલે છે એમ તમે શા પરથી માન્યું?
છગન : એમાં માનવાનું હતું જ કયાં? ગુલબદનની સાથે તો હું એ રાતે હતો.
જોક્સ :
વિદ્યાર્થાઓની પરીક્ષા લેતાં શિક્ષણ નિરીક્ષકે પૂછ્યું :
‘રસ્તા પર તમારા માથા ઉપર તમને શું દેખાય છે?’
એક વિધાર્થી : ‘આકાશ!’
નિરીક્ષક : ‘હં, અને જ્યારે આકાશમાં વાદળાં ઘેરાયાં હોય ત્યારે?’
વિધાર્થી : ‘મારા માથે ઓઢેલી છત્રી.’
જોક્સ :
પત્ની (માથું ફૂટતી) : ‘મારાં તે કેવાં કમભાગ્ય કે તમારા જેવો પતિ મને મળ્યો!
મને તો તમારા કરતાં વધુ યોગ્ય વર મળતા હતા.’
પતિ : ‘હા, એ બધા યોગ્ય હશે એટલે તો બિચારા
તારી ચૂંગલમાંથી છટકી ગયા.’
જોક્સ :
એક છોકરાએ દાંતના દાકતરને ફોન કર્યો.
નર્સે જવાબ આપ્યો : ‘દાકતર સાહેબ બહાર ગયા છે!’
છોકરો બોલ્યો : ‘ધન્યવાદ, હવે તેઓ ફરી કયારે બહાર જશે?’
જોક્સ :
એક ગભરાયેલો દર્દી દોડતો દોડતો દાકતર પાસે આવ્યો અને કહેવા લાગ્યો :
દાકતર સાહેબ, મને ઘણી વાર તમારી હ-ત્યા-ક-ર-વા-નું મન થઈ આવે છે, મારે શું કરવું?
દાકતરે કહ્યું : ગભરાવ નહીં, એ કામ તમે મારા પર છોડી દો.