આર્થિક રૂપથી છો પરેશાન? તો નવરાત્રીમાં ચુપચાપ આ જગ્યા પર રાખી દો ઈલાયચી, પછી જુઓ કમાલ.

0
499

એવું માનવામાં આવે છે કે જો આપણે નવરાત્રીમાં ૯ દિવસ માં દુર્ગાની સાચા મનથી પૂજા કરીએ છીએ. તો ઘરમાંથી આર્થિક તંગીનો પડછાયો દુર થઇ જાય છે. માં દુર્ગા મહાલક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે. બગડેલા કામ સુધરી જાય છે. તેની સાથે સાથે નવરાત્રીમાં જો તમે થોડા ઉપાય કરશો તો તેનાથી તમે તમારા જીવનની ઘણી સમસ્યાઓ દુર કરી શકે છે. તો આવો જાણીએ ક્યા છે તે ઉપાય.

જો તમે આર્થિક તંગીથી દુ:ખી છો, પૈસાની સમસ્યા તમને ઘેરી લે છે. તો તેના માટે માં દુર્ગાની સામે સાથે ઈલાયચી અને સાકરનો ભોગ ચડાવો, માં દુર્ગાને ઈલાયચી અને સાકરનો ભોગ ચડાવવાથી ધનની બધી તંગી દુર થઇ શકે છે.

જો તમે ઈચ્છો છો કે તમે આર્થીક રીતે મજબુત રહો, તો તેના માટે તમે કોઈ નિર્ધન, નિ:સહાય વ્યક્તિ કે કિન્નરને સિક્કાનું દાન કરો, સાથે જ તેને એક લીલી ઈલાયચી પણ ખવરાવો અને તે કામ તમે ક્યારે પણ કરી શકો છો, જયારે પણ તમને તક મળે. તે ઉપરાંત તમારા પર્સમાં જો એક ઈલાયચી રાખો છો, તો તેનાથી બરકત થાય છે અને તમને ક્યારે પણ ધનની અછત થતી નથી.

જો તમને તમારા માટે સુંદર, સુશીલ જીવનસાથીની શોધ છે. તો તો તેના માટે તમે ગુરુવારના દિવસે સવારના સમયે ૫ નાની ઈલાયચી લો અને તેને પીળા રંગના કપડામાં બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપો, એમ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

ઘણી વખત લોકોએ શુક્ર ગ્રહના નબળા હોવાને કારણે જ ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. તો તેના ઉપાય માટે તમે 2 મોટી ઈલાયચી લો અને એક લોટો પાણી લો હવે આ પાણીમાં આ ઈલાયચીને નાખીને ઉકાળી લો અને પછી આ પાણીને સ્નાન કરવાના પાણીમાં ભેળવીને સ્નાન કરી લો. પરંતુ તે દરમિયાન પવિત્રતાનું પૂરું ધ્યાન રાખો સાથે જ આ ઉપાય વાહન સુખની પ્રાપ્તિ થશે સાથે જ તમારા તમામ રોગ, દુ:ખ દુર થઇ જશે.

જો તમે નોકરીમાં પ્રમોશન ઈચ્છો છો. જે તમને ઘણા દિવસોથી નથી મળી રહી તો તેના માટે તમે તમારા ઓશીકાની નીચે લીલા રંગના કપડામાં એક ઈલાયચી બાંધીને રાખી લો. ત્યાં સુધી ઓશિકા ઉપર સુવો અને સવાર થતા જ તે ઈલાયચીને કોઈ વ્યક્તિને દાનમાં આપી દો.

જો તમારું અભ્યાસમાં મન નથી લાગતું કે પછી તમને લાખ પ્રયાસ કરવા છતાં પણ તમને માર્ક્સ સારા નથી આવતા પરીક્ષામાં તો તેના માટે તમે થોડી ઈલાયચી લો અને તેને દૂધમાં ઉકાળી કોઈ ગરીબ વ્યક્તિને ૭ સોમવાર સુધી પાન કરાવો.

તે ઉપરાંત આપણા શાસ્ત્રોમાં એ કહેવામાં આવે છે કે મહાલક્ષ્મી એવા ઘર ઉપર ક્યારેય નિવાસ નથી કરતા જ્યાં સાફ સફાઈ ન હોય, એટલા માટે નવરાત્રીમાં શરુથી જ પુરા ૯ દિવસ સાફ સફાઈનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. માં દુર્ગાને ધૂણીની સુગંધ ઘણી પસંદ છે, એટલા માટે નવરાત્રીમાં સવાર સાંજ લોબાન ગુગળમાં ચંદન પાવડર ભેળવો અને છાણાને સળગાવીને ઘરમાં ધૂણી જરૂર કરો. આવું કરવાથી ઘરના જીવાણુંનો નાશ થઇ જશે. ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ જળવાઈ રહેશે.

નવરાત્રીમાં આઠમ કે નોમ તિથી ઉપર ઘરમાં ૭ વર્ષથી નાની ઉંમરની કન્યાઓને ભોજન કરાવો અને સાથે જ થોડી દક્ષિણા તરીકે ઉપહાર આપો, આમ કરવાથી માં દુર્ગાની તમારી ઉપર હંમેશા કૃપા બની રહેશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)