આ ચમત્કારી ફૂલના ઉપયોગથી ઘરમાં થશે પૈસાનો વરસાદ.

0
527

વૃક્ષો આપણા જીવનમાં કેટલા જરૂરી છે એ વાત તો તમે જાણતા જ હશો. આપણને ન માત્ર વૃક્ષો માંથી જ ઓક્સીજન મળે છે, પરંતુ છાંયડો અને સાથે સાથે ફળ ફૂલ પણ મળે છે. ફૂલ છોડનો દરેક ભાગ આપણા માટે ઘણો જરૂરી હોય છે. ફૂલ છોડનો ઉપયોગ આયુર્વેદિક ઈલાજમાં પણ કરવામાં આવે છે. એટલું જ નહિ ઝાડમાં ઉગતા ફૂલ આપણા ધનલાભ માટે પણ કામમાં આવે છે. તેમાંથી એક છે નાગકેસરના ફૂલ. નાગકેસરના સુકા ફૂલ ઔષધી અને મસાલા બનાવવા માટે પણ કામમાં આવે છે. તે દેખાવમાં મહેંદીના છોડ જેવા લાગે છે.

નાગકેસરના ફૂલ :

આ ફૂલ માત્ર તમારી સુંદરતા માટે જ નહિ, પરંતુ ધન લાભ માટે પણ ઘણું મહત્વ ધરાવે છે. નાગકેસરના ફૂલ મંત્ર તંત્ર ક્રિયાઓમાં પણ ઘણા જ લાભદાયક માનવામાં આવે છે. તેના ઉપયોગથી લક્ષ્મી માં ને પ્રસન્ન કરી શકાય છે. નાગકેસરના ફૂલના ઉપાય. નાગકેસરનો ઉપયોગ ઘરમાં ધન વધારવા માટે કરવામાં આવે છે. તેના ઉપયોગથી ઘરમાં અપાર ધન આવે છે. તેના ઘણા ઉપાય છે.

ધનના ટોટકા :

નાગકેસરના ફૂલને નાની એવી ડબ્બીમાં મધ ભરીને શુક્લ પક્ષની રાત્રે કે કોઈ પણ બીજા શુભ મુહુર્તમાં તમારા ઘરની તિજોરીમાં રાખી દો, કે એવી જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો. તેનાથી ક્યારે પણ તમારા ઘરમાં ધનની કમી નહિ રહે. તમને અચાનક ધનલાભ થઇ શકે છે.

શુક્રવારના દિવસે નાગકેસરના ફૂલ લઈને પહેલા શિવજી સામે તેની પૂજા કરો. પૂજા કર્યા પછી સ્વચ્છ સફેદ રંગના કપડામાં લપેટીને રાખી દો. સાથે જ શિવજીને કાચું દૂધ, દહીં, ઘી અને ગંગાજળ નાખીને પહેલા બાંધી લો. હવે તેને દુકાન કે તિજોરી, ઓફીસ કે કેશ બોક્સ કોઈપણ જગ્યાએ મૂકી દો. આ ઉપાયથી ધન વધશે.

પુનમના દિવસે તમે રોજ શિવલિંગ ઉપર નાગકેસર ફૂલ અર્પણ કરો. તેનાથી તમને લાભ મળવા લાગશે. છેવટે પુનમના દિવસે તેને તમારા ઘરમાં લાવીને તિજોરીમાં મૂકી દો. તેની સાથે જ ધનલાભ થશે અને ઘરમાં બરકત થશે.

જો તમે બિઝનેસમેન છો તો નાગકેસરના ફૂલ તમારા માટે ઘણા લાભદાયી હોઈ શકે છે. કોઈપણ શુભ મુહુર્તમાં નીર્ગુજી, નાગકેસરના ફૂલ અને પીળા સરસીયાના દાણાને એક નાની એવી પોટલીમાં બાંધી લો. તેને બાંધીને દુકાનની બહાર ટીંગાળી દો. એવો ઉપાય કરવાથી તમારા વેપારમાં વધારો થશે. તમારો બિઝનેસ વધશે. સાથે જ તમારા ઘરમાં ધનવૃદ્ધી થશે.

દરેકની ઈચ્છા હોય છે કે તેની તિજોરી ક્યારે પણ ખાલી ન હોય, અને હંમેશા તેમાં રૂપિયા ભરેલા રહે. એટલા માટે તમે નાગકેસરના ફૂલ, આખી હળદર, સોપારી, એક સિક્કો, તાંબાનો ટુકડો અને ચોખાને કપડામાં બાંધીને લક્ષ્મીમાંની સામે મુકો. ત્યાર પછી માં લક્ષ્મીની સાચા મનથી પૂજા કરો. હવે તેને તિજોરીમાં મૂકી દો. તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

બીજા ઉપાય :

ધનલાભ ઉપરાંત આ ફૂલ તમારા વ્યક્તિત્વને આકર્ષિત બનાવવાનું કામ કરે છે. કોઈપણ શુભ તિથીમાં નાગકેસર, ચમેલીના ફૂલ, કૂટ, સિંદુર, ગાયનું ઘી એક ચમચી ભેળવી તિલક બનાવીને માથા ઉપર લગાવી લો. તેનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષિત બની જશે.

પીપળ સુંઠ, કાળા મરી અને નાગકેસરને સરખા પ્રમાણમાં વાટી લો. તેમાં ઘી ભેળવીને ૭ દિવસ સુધી લગાવીને ખાવ. જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ નથી થઇ રહી તેમણે આ ઉપાય કરવાનો છે. તેનું સેવન ગર્ભવતી સ્ત્રી માટે ઘણું ફાયદાકારક રહે છે.

નાગકેસરના ચૂર્ણમાં સાકર કે માખણ સાથે ભેળવીને ખાવ. તેનાથી લોહી વાળા હરસમાં આરામ મળે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.