જોક્સ :
બે મિત્રોની વાતચીત :
છગન : “ભાભી સાથે તારી પહેલી મુલાકાત કેવી રીતે થઈ?”
મગન : “કૂતરાને કારણે.”
છગન આશ્ચર્યથી : “એ કેવી રીતે?”
મગન : “હા! કૂતરાને કારણે. હું મારા કૂતરાને પાર્કમાં ફેરવતો હતો. તે મને રસ્તામાં મળી અને તેને કૂતરો ખૂબ ગમ્યો અને મને કૂતરો વેચવાનું કહ્યું. મેં ના પાડી. પછી વાતચીત વધી. નંબરની આપ લે થઈ અને અને પોતપોતાના ઘરે જવા નીકળ્યા.”
છગન : “ઠીક છે પછી..?”
મગન : “પછી અમે રોજેરોજ વાત કરવાનું શરૂ કર્યું, તે હંમેશા કૂતરાના વખાણ કરતી અને તેને ખરીદવાની વાત કરતી. એક દિવસ મેં તેને કહ્યું કે આપણે બંને લગ્ન કરી લઈએ તો કૂતરો આપણા બંને સાથે રહેશે. પછી અમે લગ્ન કર્યા. થોડા વર્ષો વીતી ગયા. એક પુત્ર અને પુત્રીનો પણ જન્મ થયો.
છગન : “ઓહ વાહ! પછી શું થયું?”
મગન : “પછી એક દિવસ કૂતરો મ-રી-ગ-યો. પછી મેં મારી પત્નીને પૂછ્યું કે, આપણે કૂતરાને કારણે લગ્ન કર્યા હતા, તે તો મ-રી-ગ-યો, તો શું હવે તું મને છોડી દઈશ?”
છગન : “પછી?”
મગન : “પછી મારી પત્નીએ જવાબ આપ્યો કે હું તારાથી અલગ થવાનું વિચારી પણ શકતી નથી, આખરે તું મારા પ્રિય કૂતરાની છેલ્લી નિશાની છે.”

જોક્સ :
એક સિનિયર સીટીઝન પોતાની નવી કાર 100 ની સ્પીડથી ચલાવી રહ્યા હતા. તે વખતે તેમણે અરીસામાં જોયું કે તેમની પાછળ પોલીસની કાર હતી.
તેમણે કારની સ્પીડ વધુ વધારી. 140 પછી 150 અને પછી 170….
અચાનક તેમને યાદ આવ્યું કે તે આ હરકતો માટે તે ખૂબ વૃદ્ધ છે અને આવી ક્રિયાઓ હવે તેમને અનુકૂળ નથી.
તેઓએ કારને રસ્તાની બાજુમાં રોકી અને પોલીસની રાહ જોઈ.
પોલીસની ગાડી થોભી અને ઈન્સ્પેક્ટર તેમાંથી બહાર નીકળીને વૃદ્ધ પાસે આવ્યા. તેમણે પોતાની ઘડિયાળમાં સમય જોયો અને વૃદ્ધાને કહ્યું,
“સાહેબ, મારી શિફ્ટ સમાપ્ત થવામાં માત્ર 10 મિનિટ બાકી છે. આજે શુક્રવાર છે અને શનિવારે અને રવિવારે મારી રજા છે. જો તમે આટલી સ્પીડમાં ડ્રાઇવિંગ કરવા માટેનું એવું કોઈ કારણ મને આપી શકો કે જે મેં આજ સુધી સાંભળ્યું ન હોય, તો હું તમને છોડી દઈશ.”
વૃદ્ધ માણસ ખૂબ જ ગંભીર ચહેરે ઈન્સ્પેક્ટર તરફ જોઈને બોલ્યા, “ઘણા વર્ષો પહેલા મારી પત્ની એક પોલીસવાળા સાથે ભાગી ગઈ હતી. મને લાગ્યું કે તમે તેને પાછી મુકવા આવી રહ્યા છો.”
ઈન્સ્પેક્ટરે “આપનો દિવસ શુભ રહે સાહેબ.” એવું કહ્યું અને ત્યાંથી નીકળી ગયા.
જોક્સ :
સવાર સવારમાં પત્ની ઊંઘ માંથી ઉઠતા જ બોલી,
સાંભળો છો?
પતિ : બોલ શું થયું?
પત્ની : મને સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લાવ્યા છો.
પતિ : ઠીક છે, તો પાછી સુઈ જા અને પહેરી લે.
જોક્સ :
લગ્નના 5 વર્ષ પછી વેલેન્ટાઈન ડે પર પતિ-પત્ની માટે સફેદ ગુલાબ લઇ ગયો.
પત્ની : આ શું સફેદ ગુલાબ?
વેલેન્ટાઈન ડે પર લાલ ગુલાબ આપવામાં છે ને?
પતિ : હવે જીવનમાં પ્રેમ કરતાં વધુ શાંતિની જરૂર છે.
જોક્સ :
પતિ : મેં તને પિયર મોકલી, છતાં તું હજી મારી સાથે કેમ ઝઘડે છે?
પત્ની : હું વર્ક ફ્રોમ હોમ કરી રહી છું.