જોક્સ :
એક ભાઈ લગ્ન બાદ પ્રથમવાર પોતાને સાસરે જમવા ગયા.
સાસુજીએ પુછ્યું : “જમાઈરાજ, તમારી ફેવરીટ ડીશ કઈ?”
ભાઈએ જવાબ આપ્યો : “ટાટા સ્કાય.”
જોક્સ :
પત્ની પતિને : એય…. આજે તમે એક્ટિવા લઈને જાઓને.
રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો? જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.
પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહ્યો ને નાહીને આવ્યા પછી ચૂપચાપ કપડા પહેરી તૈયાર થઈ ગયો.
પત્ની ફરી એકદમ પ્રેમથી : એય… જાઓને આજે એક્ટિવા લઈ જાઓ ઓફીસે, કંઈક અલગ લઈ જાઓ.
રોજ શું એકનું એક બાઈક.
છેવટે નીકળતી વખતે કંટાળીને પતિ બોલ્યો : કેટલાનું પેટ્રોલ પૂરાવવાનું છે એ સીધેસીધું બોલ?

જોક્સ :
રિંકી : વાહ બહેન, તું ચૂંટણી લડી રહી છે.
પિંકી : હા. અને જોજે હું ચોક્કસ જીતીશ.
રિંકી : સારું આ ચૂંટણી લ ડવાનો વિચાર તને ક્યાંથી આવ્યો?
પિંકી : અરે, જ્યારે પણ મારા પતિ સાથે ઝઘડો થાય છે ત્યારે હું જીતુ છું.
જોક્સ :
ચિનુ : તું આટલા લાંબા સમયથી શું વિચારી રહ્યો છે?
મીનુ : તને ખબર છે કે ગઈકાલે રાતના તોફાનમાં મારા ઘરે ટી-શર્ટ ઉડીને આવ્યું છે.
ચિનુ : તો આમાં શું વિચારવાનું?
મીનુ : હું વિચારતો હતો કે તેને મેચિંગ પેન્ટ ખરીદી લઉં કે બીજા તોફાનની રાહ જોઉં.
જોક્સ :
પહેલાંના જમણવાર અને આજના જમણવારમાં મૂળભૂત ફરક :
પહેલા જમવા વાળા એક જ જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફરતા રહેતા,
આજે પીરસવા વાળા ઉભા હોય છે અને જમવા વાળા ભટક્યા કરે છે.
જોક્સ :
એક સુંદર ગામઠી સ્ત્રીના મોંમાં થર્મોમીટર મૂકીને ડૉક્ટરે કહ્યું…
થોડી વાર આમ જ રાખજો.
પત્નીને ચૂપ જોઈ પતિથી રહેવાનું નહિ એટલે ડોક્ટરને પૂછ્યું,
પતિ : ડોક્ટર સાહેબ, આ ચૂપ રાખવાની વસ્તુ કેટલાની આવે છે?
જોક્સ :
ભક્ત : બાબા, મારી પત્નિને રાત્રે ચાદર ઓઢીને સૂવાની ટેવ છે.
કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે, મારી પત્નિના મોઢાના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.
તો શું મારી પત્નિમાં કોઇ દિવ્ય શક્તિ હશે?
બાબા : નહી વત્સ, આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદ તારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે.
તો હે વત્સ, વેલી તકે વોટ્સપ માંથી મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ નહીતર તમારી કુંડળીમાં હાથ-પગ ભાંગવાનો યોગ રચાતાં વાર નહી લાગે.
જોક્સ :
એકવાર એક છોકરીએ ભગવાન પાસે માંગ્યું,
હે ભગવાન. એક સ્માર્ટ છોકરાને મારો બોયફ્રેન્ડ બનાવો.
ભગવાને કહ્યું : સ્માર્ટ લોકો આ બધામાં પડતા નથી, એટલે દીકરી તું ઘરે જા અને ભણવાનું કર.
જોક્સ :
પતિ – પત્ની બરાબરના ઝગડેલાં…
ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો.
પત્ની ગુસ્સે તો હતી જ, બરાડો પાડીને કહે,
હું ઘરના કામ કરું કે આને છાનો રાખું?
હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી.
જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ.
પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો.
એણે ત્રાડીને કહ્યું, એ ભલે રો’તો, રોવા દે. હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો.
રોવા દે તું તારે.
પેલો જાતેજ છાનો રહી ગયો.