મજેદાર જોક્સ : પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો. પતિ : કેમ. પત્ની : બીટ ખાવાથી…

0
22730

જોક્સ :

નેતાએ ગામડામાં જઈને કહ્યું : હું જો જીતી જઈશ તો દરેક ઘરે એક-એક સાઈકલ અપાવીશ.

રાજુ : સાહેબ, સાઈકલની વાત પછી….. પહેલાં સાઈકલ ચલાવાય એવા રસ્તાનું કંઈક કરો.

જોક્સ :

છગન રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો.

છગન : સાહેબ, હું તો હજી શીખું છું.

પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ.

છગન : સાહેબ, આ ઓનલાઇન કૉર્સ છે.

જોક્સ :

પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો.

પતિ : કેમ?

પત્ની : બીટ ખાવાથી લો-હી સરસ લાલ અને ઘટ્ટ થઈ જાય છે.

પતિ : અચ્છા, તો હવે તારે લો-હી પણ ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે.

જોક્સ :

છગન મગનના ઘરે ગયો.

મગનના ઘરે જઈને છગને સામે રાખેલો મગન અને તેની પત્નીનો ફોટો જોયો.

ફોટો જોઈને છગને કહ્યું,

તારી અને ભાભીની જોડી રામ અને સીતા જેવી છે.

છગનની વાત સાંભળીને મગને કહ્યું : એવ ક્યાં છે યાર?

આજ સુધી તારી ભાભીને કોઈ રાવણ લઈ ગયો નથી કે આજ સુધી તે પોતે જ ધરતીમાં સમાઈ ગઈ નથી.

તે વેતાળની જેમ મારા પર લટકી રહે છે.

જોક્સ :

પતિ : અરે, ડૉક્ટરે તો કહ્યું કે તને કોઈ રોગ નથી. પછી કેમ આટલી ઉદાસ થઈ ગઈ?

પત્ની : હું એ વિચારું છું કે ફી ના 150 રૂપિયા નકામા જ જતા રહ્યાં.

જોક્સ :

રમેશ : ભાઈ, વાળ નાના કરી દે.

વાળંદ : સાહેબ કેટલા નાના કરવાના છે?

રમેશ : એટલા નાના કે પત્નીના હાથમાં ન આવી શકે.

જોક્સ :

દિનેશ : એક પ્રસિદ્ધ કોલ્ડ્રિક્સ કંપનીનાં એક હજાર ઢાંકણાં ભેગાં કરવા માટે કંપનીએ મને ઇનામ આપ્યું.

પપ્પુ : શું આપ્યું?

દિનેશ : હજાર ઢાંકણાં રાખવા માટે કંપનીએ મને એક બોક્સ આપ્યું.

જોક્સ :

પિતા : દીકરા 5 પછી શું આવે છે?

દીકરો : 6 અને 7 પપ્પા

પિતા : શાબાશ… દીકરા, તું બહુ હોશિયાર છે. 6, 7 પછી શું આવે છે?

દીકરો : 8, 9, 10.

પિતા : અને તે પછી?

દીકરો : અને પછી ગુલામ, બેગમ અને બાદશાહ!

જોક્સ :

જયેશ : તને કેવી પત્ની જોઈએ છે?

રમેશ : ચંદ્ર જેવી.

જયેશ : ચંદ્ર જેવી, એટલે?

રમેશ : જે રાત્રે આવે છે અને સવારે જતી રહે.

જોક્સ :

એકવાર એક કીડી હાથીની પીઠ પર બેસીને ક્યાંક જઈ રહી હતી.

રસ્તામાં એક કાચો પુલ આવ્યો, એ જોઈ કીડીએ પૂછ્યું,

ભાઈ, તું પુલ પાર કરી લઈશ કે હું નીચે ઉતરી જાઉં?

જોક્સ :

પિતા : ક્યાં છે દીકરા?

ચિન્ટુ : હું હોસ્ટેલમાં વાંચી રહ્યો છું, પરીક્ષા બહુ નજીક છે એટલે મારે ઘણું વાંચવાનું છે.

તમે ક્યાં છો?

પિતા : હું ઠેકા પર તારી પાછળ લાઈનમાં છેલ્લે ઉભો છું, મારી પણ એક બોટલ લઇ લેજે.

જોક્સ :

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથી તુંતું મેંમેં ચાલી રહી હતી

તેનો અંત લાવવા પતિએ કહ્યું,

પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈતા હતા.

પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથે ક્યારેય લગ્ન કરી શકે નહીં.

પતિ : બસ, મારે આટલું જ સાબિત કરવું હતું.