મજેદાર જોક્સ : પત્ની : તમે જાનવરોના ડોક્ટર પાસે જાવ તો તમે ઠીક થઈ જશો. પતિ : એવું કેમ. પત્ની : રોજ …

0
12722

જોક્સ :

ટીચર : એકઝામ આવવાની છે આજે આપણે ઈંગ્લીશ ભણીશું.

બાળકો : ok ટીચર.

ટીચર : A થી એપ્પલ બીજું બોલો A થી….

પપ્પુ : એસે મુઝે ના દેખો…. સીને સે લગા લૂંગા….

આગળ દે દનડા દે ફટાક…. ના અવાજો આવતા ગયા.

જોક્સ :

પપ્પુ એ રેડિયો સ્ટેશનમાં કોલ કર્યોને પૂછ્યું,

શું તમે 93.5 FM માંથી બોલો છો?

FM વાળા : જી હા બોલો.

પપ્પુ : શું મારો અવાજ આખું શહેર સાંભળે છે?

FM વાળા : હા સાંભળે છે ભૈ…

પપ્પુ : તો મારા ઘરે મારી બેન રેડિયો સાંભળે છે એને પણ અત્યારે આજ સાંભળતું હશે ને?

FM વાળા : હા લ્યા કેટલી વાર પુસે….

પપ્પુ : હેલ્લો પિંકી જો તું મારો અવાજ સાંભળતી હોય તો મોટર ચાલુ કરી દેજે…. હું ઉપર ટોયલેટમાં બેઠો છું ને પાણી પતિ ગયું છે…. ને તારો ફોન સ્વીચઓફ આવે છે….

FM વાળા બેહોશ.

જોક્સ :

ખાનગી નોકરી કરતા બીમાર પતિએ પત્નીને કહ્યું, હું એમબીબીએસ ડોક્ટર પાસે જાઉં છું. મારી તબિયત સારી નથી રહેતી.

પત્ની : તેનાથી કોઈ ફાયદો નહિ થાય.

પતિ : કેમ?

પત્ની : તમે જાનવરોના ડોક્ટર પાસે જાવ તો તમે ઠીક થઈ જશો.

પતિ : એવું કેમ?

પત્ની : રોજ સવારે તમે મરઘાંની જેમ વહેલા ઉઠો છો.

તમે ઘોડાની જેમ દોડીને નોકરી પર જાઓ છો.

આખો દિવસ ગધેડાની જેમ કામ કરો છો.

શિયાળની જેમ તમે અલગ અલગ જગ્યાની માહિતી એકત્રિત કરો છો.

વાંદરાની જેમ તમે વરિષ્ઠ અધિકારીઓની સૂચના પર નાચો છો.

જ્યારે તમે ઘરે આવો છો ત્યારે તમે કુટુંબ પર કૂતરાની જેમ બૂમો પાડો છો.

અને પછી તમે ભેંસની જેમ ખાઈને સૂઈ જાઓ.

માણસનો ડોક્ટર તમારો શું ઈલાજ કરી શકે?

જોક્સ :

પતિ : શું તું જાણે છે કે સંગીતમાં એટલી શક્તિ હોય છે કે પાણી ગરમ થઈ જાય છે.

પત્ની : હા સાચી વાત છે. તમારું ગીત સાંભળીને મારું લો-હી ઉકળી શકે છે, તો પાણી કેમ નહીં.

જોક્સ :

છોકરો ઘરમાં આનંદથી કૂડકા મારી રહ્યો હતો.

પપ્પા : શું વાત છે દીકરા, આજે બહુ ખુશ છે?

છોકરો : શું કરું પપ્પા, વાત જ એવી છે તે.

પપ્પા : આ વખતે તેં શું કાંડ કર્યો?

છોકરો : અરે પપ્પા તમારી થનારી વહુ 12 માં પાસ થઈ છે.

પછી પપ્પાએ ચપ્પલોનો વરસાદ કર્યો.

જોક્સ :

પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,

પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું. તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.

પિંકી : ઓહ, પણ મારી બાજુમાં મારાથી પણ વધુ સુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.

પપ્પુ : સારું તો આ સોનાની ચેન તેને જ આપી દઉં?

પિંકીએ : અરે બાબુ શું હું તારી સાથે મજાક પણ ન કરી શકું?

જોક્સ :

પત્ની : તું બહુ સ્વાર્થી છે.

પતિ : અરે મેં એવું તે શું કર્યું?

પત્ની : તમારા લેપટોપમાં My Documents નામનું ફોલ્ડર છે, તમે તેને Our Documents તરીકે પણ નામ આપી શક્યા હોત. પણ તમે રહ્યા સ્વાર્થી એટલે એવું ના કર્યું.

પતિએ રડતા રડતા માઈક્રોસોફ્ટ વાળાને ફેરફાર માટે મેઈલ કર્યો છે.

જોક્સ :

બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.

પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી, છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?

બીજી : શું કહું બહેન…

2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કો-વિ-ડ ત્યાં હતો, તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.

પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?

બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકની છૂટ હતી.

હવે તું જ કહે, આટલા ઓછા સમયમાં હું મેક-અપ કરું કે તેના દાંત જોઉં?