મજેદાર જોક્સ : પત્ની – તમે બહુ જાડા થઈ ગયા છો, પતિ – તું પણ કેટલી જાડી થઈ ગઈ છો, પત્ની – પણ હું તો….

0
1150

જોક્સ :

ખચોખચ ભરેલી એક બસમાં એક છોકરી મુસાફરી કરી રહી હતી.

અચાનક ડ્રાઈવરે બ્રેક મારી.

એક છોકરાનો હાથ છોકરીને અડી ગયો.

છોકરી – આરામથી ઉભો રહે.

છોકરો – માફ કરશો.

પછી ફરી બ્રેક લાગી તો પાછો હાથ અડી ગયો.

છોકરી – આ તમે સારું નથી કરી રહ્યા.

છોકરો – મેડમ, ખીચોખીચ બસમાં આનાથી વધુ સારું હોઈ જ ના શકે.

જોક્સ :

ચિન્ટુ દરજી પાસે ગયો અને તેને પૂછ્યું – પેન્ટની સિલાઈ કેટલી છે?

દરજી – 300 રૂપિયા.

ચિન્ટુ – અને નિક્કરની?

દરજી – 100 રૂપિયા.

ચિન્ટુ (થોડી વાર વિચારીને) – તો ફક્ત નિક્કર સીવી દો, પણ લંબાઈ પગ સુધી કરી દેજો.

જોક્સ :

પપ્પા – જો આ વખતે પણ તું નાપાસ થાય તો મને પાપા ના કહેતો.

થોડા દિવસો પછી…

પપ્પા – તારા રીઝલ્ટનું શું થયું ચિન્ટુ.

ચિન્ટુ – હરિશ્ચંદ્ર મારું મગજ ના બગાડ. તું પિતા હોવાનો તારો અધિકાર ગુમાવી ચુક્યો છે.

દે ચપ્પલ….. દે ચપ્પલ….. દે ચપ્પલ

જોક્સ :

રમેશ અને સુરેશ બંને ભાઈઓ એક જ ક્લાસમાં ભણતા.

ટીચર – તમે બંનેએ તમારા પિતાનું નામ અલગ-અલગ કેમ લખ્યું છે?

રમેશ – મેડમ પછી તમે જ કહેશો કે તમે નકલ કરી છે એટલે.

જોક્સ :

મેનેજર – કોઈ કહી શકે કે ઓનલાઈન ખાવાનું વેચાણ કરતી કંપનીઓ કેવી રીતે સફળ થઈ?

પપ્પુ – તેનો શ્રેય લાખો યુવતીઓ દ્વારા બનાવેલ દૂધી, ટિંડોળા અને તોરાઈને જાય છે.

જોક્સ :

સિનિયર કેજીનો છોકરો : તું માલી સાથે લદન કલશે?

છોકરી : ના.

છોકરો : કલી લે ને!

છોકરી : ના હું નહિ કલુ.

છોકરો : કલને, હું તને ચોટલેટ આપીશ.

છોકરી : એટલે તો નથી કલવા, મારી પેલા થાથે કુલકુલેમાં વાત થઇ દઈ છે.

જોક્સ :

પતિ – શું તું જાણે છે કે સંગીતમાં એટલી શક્તિ હોય છે,

કે પાણી ગરમ થઇ શકે છે.

પત્ની – હા ચોક્કસ, કેમ નહીં.

જ્યારે તારું ગીત સાંભળીને મારું લો-હી ઉકળી શકે છે,

તો પછી પાણી શા માટે નહિ?

જોક્સ :

પપ્પુ – પપ્પા આપણા નવા પાડોશી બહુ ગરીબ છે.

પપ્પા – તમે કેવી રીતે ખબર?

પપ્પુ – તેમના દીકરાએ એક રૂપિયાનો સિક્કો ગળી લીધો,

તો તેની મમ્મી રોઈ રોઈને બેહાલ થઇ ગઈ છે, એક રૂપિયા માટે.

જોક્સ :

પત્ની – તમે બહુ જાડા થઈ ગયા છો.

પતિ – તું પણ કેટલી જાડી થઈ ગઈ છો.

પત્ની – પણ હું તો માં બનવાની છું.

પતિ – તો હું પણ બાપ બનવાનો છું.

જોક્સ :

પત્ની આઈસીયૂમાં હતી.

પતિની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી.

ડોક્ટર બોલ્યા : અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ,

પણ તે કાંઈ બોલી નથી શકતી, કદાચ કોમામાં છે.

હવે તો બધું ભગવાનના હાથમાં જ છે.

પતિ બોલ્યો : હજી તો તે ફક્ત 40 ની જ છે….

ત્યારે એક ચમત્કાર દેખાયો. હૃદયના ધબકારા વધવા લાગ્યા,

પત્નીની આંગળી હલી, હોઠ હલ્યા અને અવાજ આવ્યો,

36 ની.