જોક્સ :
રમેશ : અલ્યા જયેશ મેં સાંભળ્યું છે કે મીના ભાભી તારી સાથે દગો રમી ગઈ?
જયેશ : હા. એ એના ધણી પાસે પાછી ચાલી ગઈ.
જોક્સ :
હિના : હું તારી દરેક મુશ્કેલીમાં સાથ આપીશ.
પપ્પુ : પણ ગાંડી મારે કોઈ મુશ્કેલી જ નથી.
હિના : હું લગ્ન પછીની વાત કરું છું.
જોક્સ :
ટીના : વાંચ, પરેશે મારા માટે શું લખ્યું છે.
મીના : તારી પાંચ ફૂટ છ ઈંચની લંબાઈ, તારો ગોળમટોળ ચહેરો, તારી એકવીસ ઇંચની કમર,
શ્યામ વાન, ભૂરી આંખ અને કાળા વાળ ખુબ યાદ આવે છે.
ટીના : કેટલું સુંદર લખ્યું છે નઈ!
મીના : તને ખબર નથી? તે ટીવી પર ખોવાયેલી વ્યક્તિઓ વિષેની જાહેરાત કરવાનું કામ કરે છે.
આ કોઈ બીજાની માહિતી છે.
જોક્સ :
અજય : મારી એક્સ ગર્લફ્રેન્ડ ગમે એની જોડે પરણી શકી હોત.
વિજય : તો હજી સુધી પરણી કેમ નથી.
અજય : કોઈને હજી સુધી ગમી નથી.
જોક્સ :
પત્ની : મારી સાથે રૂમમાં આવવાને બદલે મારા પપ્પા જોડે તીન પત્તી રમવા બેસી જા.
પતિ : કેમ?
પત્ની : આપણાં હનીમૂન માટે પૈસા જોઈએ ને કંજૂસની ઓલાદ.
જોક્સ :
પપ્પુ : ડાર્લિંગ, માફ કરજે પણ કાલે ઓફિસની પાર્ટીમાં મેં તારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકેલો ખરો? મને યાદ આવતું નથી.
ટીના : મને યાદ છે કે મેં કોઈને ના પાડેલી. તેન કેટલા વાગે પ્રસ્તાવ મુકેલો?

જોક્સ :
પત્ની : મેં એક અફલાતૂન વાત વાંચી.
પતિ : કઈ?
પત્ની : જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નો’તું આવડતું એ માણસ સ્ત્રીને ખાતર બે વર્ષમાં પ્રોફેસર બની ગયો.
પતિ : એમાં શી મોટી વાત છે? હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષની ઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળી બે જ દિવસમાં મૂર્ખ બની ગયો.
જોક્સ :
કીર્તિ : આ છોકરાઓ કેટલા જલ્દી બદલાઈ જાય છે નહિ.
નીતિ : એ કેવી રીતે?
કીર્તિ : બે મહિના પહેલા હું સોહમની દીવાની હતી.
અને આજે તે મને ભૂંડ જેવો લાગે છે.
જોક્સ :
પત્ની : હું તમારાથી દૂર જઈશ તો ખુબ દુઃખી દુઃખી થઈ જઈશ.
પતિ : એ વાત જો સાચી હોય તો હું સુખી સુખી થઈ જઈશ.
હવે પતિ હોસ્પિટલમાં છે.
જોક્સ :
પપ્પુ : મારી સાથે પરણીશ?
ટીના : તારી સાથે……..
પપ્પુ : એવું હોય તો હું તારી મમ્મીને પૂછીશ.
ટીના : ના, ના. પપ્પાના ગયા બાદ એ એકલી થઈ ગઈ છે.
હું તને છોડવા માંગતી નથી, એટલે હું તને પરણીશ, પણ તું મારી મમ્મી પૂછતો નહિ.
જોક્સ :
ભૂરો : ઈશ્વરનો આભાર માન. તારા પાડોશી પરેશને જો, એની પત્ની કાલે જ ઘરમાં લપસીને ગુ-જ-રી ગઈ.
બકો : એમાં હું શાનો આભાર માનું? હું કાંઈ પરેશ છું?
જોક્સ :
જજ : તમારી પત્નીની ફરિયાદ છે કે તમે 5 વર્ષથી પત્ની જોડે વાત કરી નથી.
પપ્પુ : યોર ઑનર. હું એક જેન્ટલમૅન છું. સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.
આર્ટીકલને લાઈક અને શેર જરૂર કરજો.