મજેદાર જોક્સ : પત્ની : સરકાર બીજી પત્ની કરનારને 5 લાખ ઇનામ આપે તો તમે શું કરો. પતિ : ગાંડી, હું …

0
7962

જોક્સ :

બે મહિલાઓ વાતો કરી રહી હતી.

પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલા એક બાબાજીએ કહ્યું હતું કે, ભગવાન તને એટલું આપશે કે તારાથી સચવાશે નહિ.

બીજી મહિલા : તો પછી શું થયું?

પહેલી મહિલા : હવે ખબર પડી તે વજનની વાત કરી રહ્યા હતા.

જોક્સ :

છોકરી : પપ્પા, આપણે કાલે માલામાલ થઈ જઈશું.

પપ્પા : શું તેં કોઈ લોટરી ખરીદી છે?

છોકરી : અરે નહી પપ્પા, આવતીકાલે શાળામાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.

જોક્સ :

પત્ની : સરકાર બીજી પત્ની કરનારને 5 લાખ ઇનામ આપે તો તમે શું કરો?

પતિ : ગાંડી, હું થોડાં રાખું, તને જ આપી દઉં ને.

જોક્સ :

ચંપક : મમ્મી, મને 500 રૂપિયા આપો.

મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા, આજે તને 1 રૂપિયો નહી મળે.

ચંપક : જો તું મને 500 રૂપિયા આપીશ તો હું તને કહીશ કે,

પપ્પા ગઈકાલે એકલા હતા ત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.

મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.

ચંપક : પપ્પા તેને કહી રહ્યા હતા કે તું આજકાલ કપડા ચોખ્ખા કેમ નથી ધોતી.

જોક્સ :

સાસુ : તને તો રસોઇ બનાવતાં જ નથી આવડતું, લગન પેહલા આ કેમ નહીં કીધું?

વહુ : સરપ્રાઈઝ દેવી તી.

જોક્સ :

છગનને મલેરિયા થઈ ગયો અને એ શરદીથી ધ્રુજી રહ્યો હતો.

મગન તરત જ એને ડોક્ટર પાસે લઈ ગયો.

ડોક્ટર : શું થયુ છે?

મગન : ડોક્ટર સાહેબ, બીમારી તો ખબર નથી. પણ આ ભાઈ સવારથી જ વાઈબ્રેશન પર જ છે.

જોક્સ :

જે માણસ પોતાની પત્ની સામે મોઢું નથી ખોલી શકતા,

એ રાત્રે જોરજોરથી નસકોરા બોલાવીને બદલો લે છે.

જોક્સ :

એક વખત એક પત્રકારે લાલુપ્રસાદ યાદવને પૂછ્યું કે,

સર તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે?

લાલુપ્રસાદ : રાબડીદેવીને મોબાઇલ વાપરતા નથી આવડતું.

જોક્સ :

છોકરી : મારા ફોનમાં નેટવર્ક નથી આવતું.

દુકાનદાર : પણ મેડમ આ તો ખરાબ વાતાવરણને કારણે થઇ રહ્યું છે.

છોકરી : ભાઈ જેટલા પણ પૈસા લાગે એટલા લઇ લો બસ નવું વાતાવરણ નાખી આપો.

જોક્સ :

માસ્ટર : બાળકો જણાવો કાંટા ભરેલા રસ્તા પર તમારો સાથ કોણ આપશે?

પતિ, પત્ની, ભાઈ, બહેન, માં, બાપ, પ્રેમી, પ્રેમિકા કે મિત્ર?

રામુ ઉભો થઈને બોલ્યો : સાહેબ ચપ્પલ આપશે અમારો સાથ.

દરેક વખતે ઈમોશનલ થવું જરૂરી નથી, ક્યારેક પ્રેક્ટિકલ પણ વિચારવું જોઈએ.

જોક્સ :

પત્નીને બ્યુટી પાર્લરમાં વાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,

જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોત તો તે પોતે જ કરી દેત.

પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,

પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી જ લેશે.

જોક્સ :

રાજુને 1 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો કે,

પત્નીના પગ દબાવવા સેવા છે કે પ્રેમ?

તેના જવાબને 5 કરોડ મળ્યા.

જવાબ હતો : પત્ની પોતાની હોય તો સેવા અને બીજાની હોય તો પ્રેમ.

જોક્સ :

પુરુષ જયારે સલૂનમાંથી પાછો આવે તો તેને નહાવાની જરૂર પડે છે.

પણ આજ સુધી કોઈ મહિલાએ બ્યુટી પાર્લરમાંથી આવ્યા પછી મોઢું પણ ધોયું નથી.