મજેદાર જોક્સ : પત્ની : સાંભળો છો, મારે પણ ફેસબુક પર જવું છે. પતિ : તને ફેસબુક ચલાવતા આવડે…

0
5288

જોક્સ :

રમેશ : બાળપણમાં માં નું કહ્યું સાંભળ્યું હોત તો આજે આ દિવસ જોવો ના પડત.

સુરેશ : શું કહેતી હતી તારી મમ્મી?

રમેશ : જ્યારે મેં કાંઈ સાંભળ્યું જ નહિ તો હું તને શું જણાવું કે તે શું કહેતી હતી.

જોક્સ :

પત્ની : સાંભળો છો, મારે પણ ફેસબુક પર જવું છે.

પતિ : તને ફેસબુક ચલાવતા આવડે છે?

પત્ની : ના, પણ તમે ચલાવજો, હું પાછળ બેસીશ.

જોક્સ :

બબલુ : અરે યાર, હું જે પણ કામ શરૂ કરું છું તેમાં દરેક વખતે મારી પત્ની અડચણ બનીને વચ્ચે આવી જાય છે.

પિન્ટુ : તો તું ટ્રક ચલાવવાનું શરૂ કરી દે. શું ખબર કદાચ નસીબ તારો સાથ આપી દે.

જોક્સ :

આજે એક છોકરી રાજુને વોટ્સએપ પર કહેવા લાગી,

‘તું ખૂબ જ સુંદર છે.’

રાજુ ઉભો થયો અને અરીસામાં જોયું,

પછી પોતાનો ચહેરો ધોઈ ફરીથી અરીસામાં જોયું,

પછી ક્રીમ લગાવી અને ફરીથી અરીસામાં જોયું,

પછી તેને સમજાયું કે તે ચોક્કસ રિચાર્જ કરવા માટે કહેશે.

જોક્સ :

લગ્નમાં વરરાજાને જોઈને દરેકના મનમાં અલગ અલગ વિચાર આવે છે.

માં : મારો દીકરો કેટલો સારો દેખાય છે.

મહેમાન : છોકરો તો ઠીક છે પણ છોકરી થોડી જાડી છે.

છોકરીવાળા : છોકરો કાળો છે.

વરરાજાના મિત્રો : આજે બકરો હલાલ થવાનો.

જોક્સ :

આજે સ્માર્ટફોનની આડ અસર જોવા મળી.

સવારે જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હતો,

તો સામે એક માણસ પેપર વાંચી રહ્યો હતો અને

તે પેપરમાં છપાયેલો ફોટો પણ પોતાની આંગળીઓ વડે ઝૂમ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જોક્સ :

હરેશ : અમે 40 ભાઈ-બહેન છીએ.

શિક્ષક : શું તારા ઘરે વસ્તી નિયંત્રણ આવ્યા ન હતા?

હરેશ : આવ્યા હતા. પણ તે સમયે અમે ભણવા બેઠા હતા,

તો તેઓ કોચિંગ ક્લાસ સમજીને જતા રહ્યા.

જોક્સ :

પપ્પુ કોલેજના ટોયલેટમાં ગયો.

અંદર ટોયલેટ સીટ પર બેસીને સામે દરવાજા પર જોયું તો ત્યાં લખેલું હતું,

“જો તેં ભણવામાં આટલું જોર લગાવ્યું હોત,

તો આજે કોઈ સારી સીટ પર બેઠો હોત.”

જોક્સ :

દેશી છોકરીને ઝાડ પર બેઠેલી જોઈને કાકીએ કહ્યું,

ત્યાં શું કામ બેઠી છો?

છોકરી : સફરજન ખાવા.

કાકી : પણ આ તો આંબાનું ઝાડ છે.

છોકરી : ઓ કાકી, મગજનું દહીં ના કરો, હું ઘરેથી સફરજન લઈને આવી છું.

જોક્સ :

દીકરો : મારે લગ્ન કરવા નથી. મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.

બાપ : કરી લે દીકરા, પછી ફક્ત એક જ સ્ત્રીથી ડર લાગશે, બાકીની બધી સારી દેખાશે.

જોક્સ :

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.

થોડી વાર પછી કાકા ટ્રેનના ટોયલેટમાં ગયા.

કાકા પાછા સીટ પાસે આવ્યા તો કાકીએ પૂછ્યું : આ તારો પાયજામો ભીનો કેમ છે?

કાકા : આ ટ્રેનમાં લખેલું છે કે, શરીરનો કોઈપણ ભાગ બહાર ન કાઢવો એટલે પાયજામો ભીનો થઈ ગયો.

મિત્રો, જોક્સને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.