જોક્સ : ૧
પત્ની (પતિને) – રાત્રે તમે દા-રૂ પી ને આ હરકત કરી હતી.
પતી – શું કર્યું હતું?
પત્ની – તમે ગટરમાં પડી ગયા હતા.
પતી – (પત્ની ને) શું કહું બધું ખરાબ સંગતની અસર છે.
અમે ૪ મિત્ર ૧ બોટલ અને તે ત્રણે સાલા પિતા નથી.
જોક્સ : ૨
હમણાં રસ્તામાં મને એક માણસ મળ્યો અને પૂછ્યું –
“આ ડોસીમાનું દવાખાનું ક્યાં છે?
હું પણ વિચારમાં પડી ગયો કે સાલું,
સ્ત્રીનું દવાખાનું તો સાંભળ્યું છે
બાળકોનું દવાખાનું પણ સાંભળ્યું છે
પણ આં ડોશીમાંનું દવાખાનું ક્યાં હશે
પછી તેણે મને સરનામું લખેલી ચિઠ્ઠી બતાવી
તો તેની ઉપર લખેલું હતું કે
ડો. સીમાનું દવાખાનું
જોક્સ : ૩
એક લગ્નમાં બે મહિલાઓ એક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,
જો એક બેસતી તો બીજી ખુરશીને સાફ કરી દેતી હતી,
જો બીજી બેસતી તો પહેલા વાળી ખુરશી સાફ કરી દેતી હતી,
પછી ખબર પડી કે તે બન્ને મહિલાઓ દેરાણી જેઠાણી હતી,
અને એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.

જોક્સ : ૪
જીવનની દોડધામમાં આરોગ્યનું ધ્યાન રાખો.
ખોરાકનું પણ ધ્યાન રાખો,
એવું ન થાય કે તમે પાછળ રહી જાવ,
અને પેટ આગળ નીકળી આવે.
જોક્સ : ૫
સોનું ગર્લ્સ હોસ્ટેલની બહાર આઈસ્ક્રીમ વેચવા લાગ્યો,
એક સુંદર એવી છોકરી નીકળીને આવી
સોનું – આઈસ્ક્રીમ લઈ લો આઈસ્ક્રીમ.
છોકરી – હું નહિ ખરીદું.
સોનું – સવારથી એક પણ નથી વેચાણી,
છોકરી – વેચવી છે તો બોઈઝ હોસ્ટેલમાં જાવ.
સોનું – પરંતુ આઈસ્ક્રીમ તો છોકરીઓ વધુ ખાય છે.
છોકરી – હા પરંતુ છોકરીઓ પોતાના પૈસાથી ક્યારે પણ નથી લેતી.
જોક્સ : ૬
છોકરી : બધા કહે છે કે ભગવાને મને ખુબ નવરાશના સમયે બનાવી હશે.
છોકરો : સાચું કહે છે, કેમ કે નકામાં કામ તો નવરાશમાં જ કરી શકાય છે.
જોક્સ : ૭
એક રાતે પત્ની પોતાના પતિ સાથે મા-ર-પી-ટ-ક-રી રહી હતી.
ઘરવાળાઓએ પૂછ્યું – કેમ મા-રી રહી છો તે બિચારાને?
પત્ની – તે મને તેના વશમાં કરવા માંગે છે,
તેણે મારી આંખો સામે મારી ચા માં તાવીજ નાખ્યું છે.
પતી – તે તાવીજ નથી, ટી બેગ છે અભણ બાઈ.
જોક્સ : ૮
પત્ની – શું હું મારા જુના કપડા ડોનેટ કરું?
પતી – ફેંકી દે, શું ડોનેટ કરવું?
પત્ની – નહિ જી, દુનિયામાં ઘણી એવી ગરીબ, ભૂખી તરસી મહિલાઓ છે,
બિચારી કોઈપણ પહેરી લેશે.
પતી – તારા કપડા જેને માપના આવી જાય તે ભૂખી તરસી થોડી હશે.
હવે પતી ફરાર છે.
જોક્સ : ૯
એક બાળક મળ્યું છે, જેનું હોય તે આવીને લઈ જાય,
પપ્પુ ભીડ માંથી – મને પણ બતાવો મને પણ બતાવો, ‘જેનું’ બાળક કેવું હોય છે.
જોક્સ : ૧૦
પપ્પુની તપસ્યાથી ખુશ થઈને ભગવાન બોલ્યા : વરદાન માંગ વત્સ.
પપ્પુ પ્રભુ, જેવું તમે વિચારી રહ્યા છો એવો હું નથી,
મને વરદાન નહિ વહુ દાન જોઈએ.
જોક્સ : ૧૧
એક બાળકે ચેલેન્જ કરી કે તે કુતુબમિનારને માથા ઉપર રાખીને મુંબઈ લઈ જશે.
બધા ન્યુઝ ચેનલ વાળા ત્યાં પહોચી ગયા ત્યારે બાળક બોલ્યો બસ કોઈ ઉપાડીને માથા ઉપર મૂકી દો.
જોક્સ : ૧૨
પત્ની – સાંભળો જી, છાપામાં સમાચાર છે કે એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.
પતી – ઓહ, કેટલા માં?
પત્ની – એક સાયકલના બદલા માં, ક્યાંક તમે પણ એવું નહિ કરો ને?
પતી – હું એટલો મુર્ખ ઓછો છું, તારા બદલામાં તો એક કાર આવી શકે છે.
જોક્સ : ૧૩
પતિએ પોતાની પત્નીને નવું શર્ટ આપીને કહ્યું આ શર્ટને ઉલટી કરીને પ્રેસ કરી દેવું.
ઘણી વાર પછી પણ પત્નીએ શર્ટ પ્રેસ ન કર્યો.
પતી – (ગુસ્સામાં) તે હજુ સુધી આ શર્ટને પ્રેસ નથી કરી?
પત્ની – મને હજુ સુધી ઉલટી નથી આવી,
તો પછી પ્રેસ કેવી રીતે કરી આપું.
પતી બેહોશ…