મજેદાર જોક્સ : પત્ની બોલી – આજે સાંજે જલ્દી ઘરે આવી જજો, પતિ : કોઈ ખાસ કામ છે કે શું, પત્ની : પિયરથી…

0
3232

જોક્સ :

પત્ની : હું એક મહિના માટે પિયર જઈ રહી છું.

આ સાંભળીને પતિ ઘણો ખુશ થયો, પણ પત્નીને દેખાડવા માટે બોલ્યો,

મને તારી ખુબ યાદ આવશે.

પત્ની બોલી : ઠીક છે, તો હું જવાનું કેન્સલ કરું છું.

પતિનું મોં ઉતરેલી છાસ જેવું થઈ ગયું.

જોક્સ :

ડોક્ટર (દર્દીને) : જો તું મારી ટ્રીટમેન્ટથી સાજો થઇ જાય, તો મને શું ઇનામ આપીશ?

દર્દી : સાહેબ હું તો ઘણો ગરીબ માણસ છું,

કબર ખોદવાનું કામ કરું છું. તમારી કબર મફતમાં ખોદી આપીશ.

જોક્સ :

એક સર્વેમાં પુરુષોને પૂછવામાં આવ્યું,

શું ૪૦ પછી ગર્લફેન્ડ રાખવી જોઈએ?

૯૭ ટકા પુરુષોએ કહ્યું : ના, ૪૦ ગર્લફ્રેન્ડ ઘણી કહેવાય, તેનાથી વધારે હોય તો મેનેજ ના થાય.

જોક્સ :

પોલીસ : તારા બધા દસ્તાવેજ બરાબર છે, પણ તારો ૨૦૦૦ રૂપિયાનો મેમો બનાવવો પડશે.

માણસ : પણ મેમો શું કામ બનાવવાનો?

પોલીસ : તેં બધા દસ્તાવેજ સાચવીને એક પ્લાસ્ટિકની કોથળીમાં રાખ્યા છે, અને આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે એટલે.

જોક્સ :

પત્ની : તમે ઘણા સ્વાર્થી છો.

પતિ : મેં એવું શું કર્યું કે તું મને સ્વાર્થી કહે છે?

પત્ની : તમારા લેપટોપમાં એક ફોલ્ડર છે તેનું નામ માઈ ફોલ્ડર છે, એટલે ફક્ત તમારા એકલાનું.

તમે તેનું નામ અવર ડોક્યુમેન્ટ્સ રાખવું જોઈતું હતું.

પતિએ માઈક્રોસોફ્ટ વાળાને સિસ્ટમમાં ફેરફાર કરવા ઈમેલ કર્યો છે.

જોક્સ :

અડધી રાત્રે પીન્કીના બોયફ્રેન્ડે તેના ઘરનો દરવાજો ખખડાવ્યો.

પીન્કી : કોણ છે?

બોયફ્રેન્ડ : અરે હું છું?

પીન્કી : હું કોણ?

બોયફ્રેન્ડ : અરે મુર્ખ તું પીન્કી છે.

જોક્સ :

પત્ની જોરથી બોલી – આજે સાંજે જલ્દી ઘરે આવી જજો.

પતિ : કોઈ ખાસ કામ છે કે શું?

પત્ની : પિયરથી મારા સંબંધીઓ આવી રહ્યા છે.

પતિ : મારું મગજ ખરાબ ના કરીશ,

હું વ્યસ્ત છું, કોણ કોણ આવી રહ્યું છે?

પત્ની : મારી બંને નાની બહેનો આવી રહી છે.

પતિ (ખુશ થઈને) : અરે ડાર્લિંગ,

તારા સંબંધી એટલે મારા સંબંધી.

હું ટાઈમ પર આવી જઈશ.

જોક્સ :

છગન : ભાઈ કાલે સર્કસ જોવા જઈશું.

મગન : હું મારી પત્નીને પણ સાથે લાવીશ.

છગન : ઠીક છે, પણ જો તારી પત્ની અને સાળી સિંહના પિંજરામાં પડી જાય, તો તું કોને બચાવીશ?

મગન : ભાઈ હું તો સિંહને બચાવીશ, દુનિયામાં સિંહ ઘણા ઓછા વધ્યા છે.

જોક્સ :

ખચાખચ ભરેલી બસમાં એક સુંદર છોકરીની ઓઢણી પકડીને પપ્પુ બોલ્યો,

આ ઓઢણી ઘણી સુંદર છે, કેટલામાં વેચવી છે?

છોકરીએ તેના ગાલ પર એક ત-માચો લગાવીને કહ્યું, ઘરમાં માં બહેન નથી કે શું?

પપ્પુ : છે ને, પણ હમણાં મામાના ઘરે ગઈ છે.

છોકરી : તો ઓઢણી વિષે કેમ પૂછી રહ્યો છે.

પપ્પુ : પાડોશી ભાભીને ગીફ્ટમાં આપવી છે એટલે.

જોક્સ :

પતિ પત્ની બગીચામાં હાથમાં હાથ નાખીને ફરી રહ્યા હતા.

તે સમયે એક મસ્તીખોર બાળક તેમની પાસેથી પસાર થયો અને બોલ્યો,

અંકલ, ગઈ કાલ વાળી આંટી વધારે મસ્ત હતી.

પતિ ચાર દિવસથી ભૂખ્યા પેટે બગીચામાં તે બાળકને શોધી રહ્યો છે.

જોક્સ :

ડોક્ટર : જ્યારે તને ટેન્શન થાય ત્યારે તું શું કરે છે?

રાજુ : હું મંદિરમાં જાઉં છું.

ડોક્ટર : ખુબ સરસ. ત્યાં બેસીને ધ્યાન કરતો હશે, બરાબરને?

દર્દી : ના, હું ત્યાં લોકોના ચપ્પલ મિક્સ કરી દઉં છું અને સાઈડ પર બેસીને તેમને જોતો રહું છું.

તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે.