જોક્સ :
અલ્યા ચિનુ ભાઇ, આ તમારી ભેંસના 60000 રૂપિયા? આટલા બધા વધારે હોતા હશે! જુઓને, એની એક આંખ પણ નથી…
અલ્યા ભાઈ મુખી, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે ભરતકામ કરાવવાનું છે?’ ભેંસના માલિક ચિનુભાઇએ કહ્યું.
જોક્સ :
એક વાર બસના કંડક્ટરે રાજુને પૂછ્યું,
તું દરરોજ દરવાજા પાસે જ કેમ ઉભો રહે છે,
તારો બાપ ચોકીદાર છે કે શું?
રાજુ ઘણો મસ્તી ખોર હતો.
તે બોલ્યો – તું હંમેશા મારી પાસે કેમ પૈસા માંગતો રહે છે,
તારો બાપ ભિખારી છે કે શું?
જોક્સ :
છોકરી કુર્તી સીવડાવવા માટે દરજી પાસે ગઈ અને બોલી,
ભાઈ, કુર્તીમાં બાજુ ‘નેટ’ વાળી લગાવજે.
દરજીએ પૂછ્યું : કયું નેટ 2G, 3G કે 4G?
જોક્સ :
પપ્પુ એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયો.
મહિલા વેટર : સર, શું લેશો તમે?
પપ્પુ : તમારો નંબર.
પછી શું હતું ખાવાનું તો મળ્યું નહિ ઉપરથી સ્ટાફ વાળાએ તેની ધોલાઈ કરી તે અલગ.
જોક્સ :
પત્ની : રસોડામાંથી બટાકુ લઇ આવો.
પતિ : અહીં તો ક્યાંય બટાકુ દેખાતું નથી.
પત્ની : તમે તો છો જ આંધળા, તમે કામચોર છો, એક કામ સારી રીતે નથી કરી શકતા,
મને ખબર હતી કે તમને નહિ મળે, એટલે હું પહેલાથી લઈને આવી હતી.
હવે આમાં પતિની કોઈ ભૂલ હોય તો જણાવો.

જોક્સ :
ચિન્ટુ પોતાની પત્નીનો મા-ર-ખા-ધા પછી પોતાના મિત્ર મિન્ટુને,
ચિન્ટુ : ભાઈ કાલે સર્કસ જોવા જઈએ.
મિન્ટુ : હા જઈએ, હું મારી પત્નીને પણ સાથે લઇ લઈશ.
ચિન્ટુ : ભાઈ તું ઊભો રહે, હું તારા ઘરે આવી જાઉં છું. ત્યાં જ સર્કસ જોઈ લઈશ.
જોક્સ :
એક શહેરમાં કલેકટરના ઘરની સામે એક તલાટીએ ઘર ખરીદી લીધું. બંનેને બે બે બાળકો હતા.
એક દિવસ શેરીમાં આઈસ્ક્રીમ વેચવા વાળો આવ્યો તો તલાટીના બાળકોએ કહ્યું કે અમારે આઈસ્ક્રીમ ખાવી છે.
તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા અને કહ્યું જાવ ખાઈ લો.
આઈસ્ક્રીમ વાળો કલેકટરના ઘર સામે પહોંચ્યો તો તેના બાળકોએ પણ આઈસ્ક્રીમ ખાવા માટે કહ્યું. કલેકટર બોલ્યા બાળકો તે ખરાબ હોય છે, સારી નથી હોતી, બીમાર પડી જશો.
બાળકો બિચારા દુઃખી થઇને બેસી ગયા.
બે દિવસ પછી દાણા ચણા વાળો શેરીમાં આવ્યો. ફરી તલાટીના બાળકોએ દાણા ચણા ખાવાની ઈચ્છા દર્શાવી, તો તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા અને બાળકોએ દાણા ચણા ખાધા.
હવે દાણા ચણા વાળો કલેકટરના ઘર પાસે પહોંચ્યો તો તેના બાળકોએ પણ દાણા ચણા ખાવાની જિદ્દ કરી. કલેકટરે કહ્યું કે દીકરાઓ આની ઉપર ધૂળ લાગેલી હોય છે, તેનાથી રોગ થઇ જાય છે.
બાળકો ફરી મોઢું ચડાવીને બેસી ગયા.
થોડા દિવસો પછી શેરીમાં મદારી આવ્યો જે વાંદરો નચાવી રહ્યો હતો.
તલાટીના બાળકોએ કહ્યું કે અમારે વાંદરા સાથે રમવું છે. તલાટીએ મદારીને 50 રૂપિયા આપ્યા અને થોડી વાર બાળકોને વાંદરા સાથે રમવાનું કહી દીધું. બાળકો ખુશ.
હવે કલેકટરના બાળકોએ પણ કહ્યું કે, અમારે પણ વાંદરા સાથે રમવું છે. તો કલેકટર બોલ્યા અરે કેવી ગંદી વાત છે. વાંદરા જનાવર છે, કરડી લે છે. એ કોઈ રમવાની વસ્તુ છે?
બાળકો બિચારા ફરી ચુપ ચાપ બેસી ગયા.
થોડા દિવસો પછી કલેકટરે પોતાના બાળકોને પૂછ્યું કે, તમે મોટા થઈને શું બનવા માંગે છે?
તો બાળકોએ ફટાકથી જવાબ આપ્યો, “તલાટી.”