મજેદાર જોક્સ : પત્ની : બાજુવાળા રમેશભાઈ ઓફિસથી આવતાની સાથે જ તેમની પત્નીને ગળે લગાવે છે, તમે …

0
3440

જોક્સ :

ન્યુટનની ફોઈની ચાર વાત હંમેશા યાદ રાખો.

પહેલી : દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતી જેટલી તે પાન કાર્ડ અને આધાર કાર્ડમાં દેખાય છે.

અને તે એટલી સુંદર પણ નથી હોતી જેટલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર દેખાય છે.

બીજી : દરેક પુરુષ એટલો ખરાબ નથી હોતો જેટલો તેની પત્ની તેને માને છે, અને તેટલો સારો નથી હોતો જેટલો તેની માતા તેને માને છે.

ત્રીજી : દરેક પુરુષ પોતાની લાઈફ પાર્ટનર વિશે વિચારે છે કે તે મિસ યુનિવર્સ જેવી દેખાવી જોઈએ અને શાંતા બાઈની જેમ ઘરે કામ કરતી હોવી જોઈએ.

ચોથી : દરેક સ્ત્રી પોતાના લાઈફ પાર્ટનર વિશે વિચારે છે કે તે અંબાણીની જેમ કમાતો હોવો જોઈએ અને મનમોહન સિંહની જેમ ચૂપ રહેતો હોવો જોઈએ.

જોક્સ :

મને સમજાતું નથી કે પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝઘડો કેમ થાય છે. જો તમે સમજી જાવ તો મને પણ સમજાવજો.

કિસ્સો નં. 1 :

હું ટીવી પર મૂવી જોઈ રહ્યો હતો.

બજારમાંથી પાછી આવેલી મારી પત્નીએ પૂછ્યું : “શું જોઈ રહ્યા છો?”

“ટીવી પર ધૂળ?” મેં જવાબ આપ્યો.

તરત જ ઝગડો શરૂ થઈ ગયો.

કિસ્સો નં. 2 :

મારી પત્નીએ કહ્યું : “આજે એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં મોંઘી વસ્તુ વેચાય છે.”

હું તેને પેટ્રોલ પંપ પર લઈ ગયો.

અને ઝઘડો શરૂ થયો.

કિસ્સો નં. 3 :

બજારમાંથી પસાર થતાં સમયે મારી પત્નીએ કહ્યું : “મારા ગળા માટે મને કંઈક અપાવો.”

મેં તરત જ મેડિકલમાંથી સ્ટ્રેપ્સિલનું પત્તુ લીધું અને તેને આપ્યું.

અને ઝગડો શરૂ થયો.

કિસ્સો નં. 4 :

એક દિવસ કારમાં ફરવા જતી વખતે મારી પત્નીએ કહ્યું : “આજે મને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું ઘણા સમયથી નથી ગઈ.”

હું તેને મારા મમ્મી પપ્પાના ઘરે લઈ ગયો.

અને ઝગડો શરૂ થઈ ગયો.

કિસ્સો નં. 5 :

એક દિવસ પત્નીએ કહ્યું : “બાજુવાળા રમેશભાઈ ઓફિસથી આવતાની સાથે જ તેમની પત્નીને ગળે લગાવે છે, તમે એવું કેમ નથી કરતા?”

મેં કહ્યું : “હું તો એવું કરું. પણ તેમની પત્ની તેના માટે રાજી નહિ થાય તો…!”

પછી ઝઘડો શરૂ થયો.

હવે તમે જ કહો શું કરવું?

તેથી હું એટલું જ કહી શકું છું કે, આ લગ્ન સરળ નથી, બસ આટલું સમજી લો, મરચાની લોલીપોપ છે અને ચૂસીને ખાવાની છે.

જોક્સ :

એકવાર હું બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક કૂતરો સામે આવ્યો.

તેને બચાવવા જતાં મેં નિયંત્રણ ગુમાવ્યુ અને બાઈક રોડની બાજુના મોટા ખાડામાં પડી ગઈ.

જેમ તેમ કરીને હું બહાર આવ્યો.

એટલામાં એક સુંદર મહિલાએ પોતાની કાર પાર્ક કરી અને મને પૂછ્યું, “વાગ્યું તો નથી ને?”

“ના…ના…” મેં જવાબ આપ્યો.

તેણે કહ્યું, “મારું ઘર નજીક છે, ચાલો ત્યાં જઈને કપડાં સાફ કરી લો અને આરામ કરો,

અને તમને વધુ વાગ્યું નથી એ પણ ચેક કરી લઈશું.”

મેં જવાબ આપ્યો : “તમારો ખૂબ ખૂબ આભાર. પણ મારી પત્ની ગુસ્સે થશે.”

“તેનું ટેન્શન ન લો, હું ડૉક્ટર છું, આવો…” તેણે આગ્રહ કર્યો અને કહ્યું “મારે જોવું છે કે તમને ફ્રેક્ચર તો નથી થયું ને?”

તે ખરેખર ખૂબ જ સુંદર અને સારા સ્વભાવની હતી.

હું “ના” કહી શક્યો નહીં.

મેં કહ્યું : “ઠીક છે હું આવું છું. પણ મને ખાતરી છે કે મારી પત્ની ગુસ્સે થશે.”

હું તેના ઘરે ગયો અને મારા કપડા, હાથ-પગ સાફ કર્યા. પછી તેણે મને તપાસ્યો કે મને કોઈ મોટી ઈજા થઈ છે કે નહીં.

તેણે ઠંડુ જ્યુસ આપ્યું. મેં પીધું અને કહ્યું, “હવે હું પહેલા કરતા સારો અનુભવ કરું છું. પણ મારી પત્ની ચોક્કસ ગુસ્સે થશે. હવે હું જાઉં છું.”

તેણે હસીને કહ્યું : “થોડી વાર રોકાઈને પછી જાવ, તમારી પત્નીને કંઈ ખબર નહીં પડે, તે ઘરે જ બેઠી હશે ને?”

મેં કહ્યું : “ના…ના… તે હજી પેલા ખાડામાં પડી હશે!