જોક્સ :
પત્નીની શંકા દૂર કરવા પતિએ પૂજાપાઠ શરૂ કરી દીધા,
ધાર્મિક ગ્રંથો વાંચવા લાગ્યો, ગરીબોની મદદ કરવા લાગ્યો, બધા ખરાબ કામ છોડી દીધા.
હવે પત્ની બધાને કહે છે કે – મારો પતિ હવે સ્વર્ગની અપ્સરા પાછળ પડ્યો છે.
જોક્સ :
કોઈ મહિલાનું એમ કહેવું કે 5 મિનિટમાં તૈયાર થઈને આવું છું,
એ કોઈ પુરુષના એમ કહેવા બરાબર છે કે 5 મિનિટમાં મિત્રને મળીને આવ્યો.

જોક્સ :
પત્ની : પૂજા પાઠ કરો તો બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
પતિ : હા, તારા બાપે ઘણી કરી હશે, એટલે તું ત્યાંથી અહીં આવી ગઈ.
જોક્સ :
પતિએ પત્નીને મેસેજ કર્યો : આજે રાત્રે કેટલાક મિત્રો મારી સાથે ડિનર પર આવી રહ્યા છે, સારું ભોજન બનાવજે.
પત્ની તરફથી કોઈ જવાબ ન આવ્યો.
પછી પતિએ બીજો મેસેજ કર્યો : અને હા, મારો પગાર વધી ગયો છે, આવતા મહિને હું તને સોનાની વીંટી લઈ આપીશ.
પત્નીએ તરત જવાબ આપ્યો : હેં, સાચું!
પતિ : ના, હું તો એ ચેક કરી રહ્યો હતો કે મારો પહેલો મેસેજ તને મળ્યો કે નહી.
નહીં તો તું કહેતે કે મને મેસેજ જ નથી મળ્યો.
જોક્સ :
એચબીઆઈ બેંકમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું.
બ્રાન્ચ મેનેજર પહેલા સવાલનો જવાબ સાંભળીને 200 થી વધારે લોકોને રિજેક્ટ કરી ચુક્યો હતો.
છેલ્લા ત્રણ લોકો બચ્યા હતા.
પહેલા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?
કેન્ડિડેટ 1 : પપ્પુ.
મેનેજર : ગેટ આઉટ.
બીજા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?
કેન્ડિડેટ 2 : મારું નામ રાજેન્દ્ર પટેલ છે.
મેનેજર : નીકળી જાવ અહીંથી.
મેનેજર છેલ્લા કેન્ડિડેટને : તમારું નામ શું છે?
છેલ્લો કેન્ડિડેટ કાંઈ બોલ્યો નહિ.
મેનેજર : મેં પૂછ્યું વોટ ઇઝ યોર નેમ?
કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.
મેનેજર : અરે પોતાનું નામ જણાવો.
કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.
મેનેજર : સર કૃપા કરીને તમારું નામ જણાવો.
અંતે કેન્ડિડેટ બોલ્યો : મને નથી ખબર, કાઉન્ટર નંબર 4 પર પૂછી લો.
મેનેજર : ખુબ સરસ. તમે આ નોકરી માટે એકદમ પરફેક્ટ છો. તમારી નોકરી પાક્કી.
જોક્સ :
બે મિત્રો ઘણા સમય પછી મળ્યા. તેમાંથી એકના લગ્ન હતા અને બીજો જાનૈયો હતો.
વરરાજો : યાર, મને કેટલીક ટિપ્સ આપ જે જીવનમાં ઉપયોગી થાય.
તેનો મિત્ર : તું પહેલા ડા-રુ પી-તો નહોતો, હવે પી એ છે?
વરરાજો : ના.
તેનો મિત્ર : સરસ, એક કામ કર, પહેલી રાતે પોતાની સાથે બ્રાન્ડેડ આખી બોટલ લઈ જજે.
તેને જોઈને તે ભડકી જશે, તને સલાહ આપશે. ત્યારે તું એને કહેજે, જો તને પસંદ નથી તો આજથી જ બંધ કરી દઉં છું.
પછી તે તારા ત્યાગ પર ફિદા થઈ જશે અને તેના પરિવારના સભ્યો, તેના મિત્રો સામે તારા જ વખાણ કરશે.
આ રીતે તું સુખી જીવન જીવી શકીશ.
વરરાજાએ એવું જ કર્યું.
કન્યાએ બોટલ જોતાં જ ગણગણાટ કર્યો, જે વરને સમજાયો નહિ.
તેણે પૂછ્યું : તેં કંઈક કહ્યું?
કન્યા : મારા માટે પણ એક લાર્જ પેગ બનાવજો.
હવે વરરાજો પોતાના તે મિત્રને શોધી રહ્યો છે.