જોક્સ : પત્ની : મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે રસોડામાં આવવું નહિ. પતિ : હવે શું થયું. પત્ની : તમે…

0
6307

જોક્સ :

પત્ની : ડાર્લિંગ, મેં જે મારી બર્થ ડે માટે કેક બનાવી છે તે ખરેખર સરસ બની છે, નહિ?

પતિ : તારી ડિઝાઈનની આવડત અફલાતૂન છે,

પણ મેં ઉપરની મીણબત્તી ગણી રો ખબર પડી કે તને ગણિતનું જ્ઞાન નથી.

જોક્સ :

પતિ : માણસ કેટલો વામણો છે એનો અનુભવ મને અમેરિકામાં ગ્રાન્ડ કેન્યન જોવાથી થયો.

પત્ની : સ્ત્રીઓએ આવો અનુભવ કરવા માટે છેક અમેરિકા સુધી લાંબા થવાની જરૂર નથી.

જોક્સ :

પત્ની : મને ખુબ ચિંતા છે! મારો વર મોડી સાંજ થઈ પણ હજી આવ્યો નથી. ક્યાં હશે?

પાડોશણ : એ ક્યાં હશે એ જાણશે તો ચિંતા વધી જશે.

જોક્સ :

હે ભગવાન,

જે મિત્રો બહાર હોય તેને સૂર્યના તાપથી,

અને ઘરે હોય તેને ઘરવાળીના તાપથી બચાવજે.

જોક્સ :

ટપ્પુ : માણસે એની પત્નીને એના વિચાર અને વર્તનથી વાકેફ રાખવી જોઈએ?

પપ્પુ : એ સમયની બરબાદી છે. પત્નીને પતિના વિચારોની ખબર હોય છે,

અને પાડોશીઓ તેને પતિના વર્તનની રજેરજની ખબર પહોંચાડતા હોય છે.

જોક્સ :

રિપોર્ટર : તમે ચોરને હોકીથી ફ-ટ-કા-રી હોસ્પિટલ ભેગો કરી દીધો. આટલી હિંમત, વાહ! આ બાબતે કાંઈ જણાવશો?

મીના : રાતના બે વાગ્યા હતા અને હું મારા વરની રાહ જોતાં થાકી હતી.

એવામાં ચોર આવ્યો ને એને હું મારો વર સમજી બેઠી. અને પરિણામ તમારી સામે છે.

જોક્સ :

પતિ : પુલાવ કાચો છે.

પત્ની : મેં રેસિપીની બુકમાંથી જોઈએ બનાવ્યો છે.

પતિ : તો તો કાચો ના રહેવો જોઈએ.

પત્ની : એમાં 4 માણસની રેસિપી હતી. આપણે બે જ છીએ એટલે મેં બધી વસ્તુઓ અડધી લીધી

અને અડધા સમયમાં બનાવી દીધું.

જોક્સ :

રાજુ : સ્ત્રીઓ પરણેલી છે એ બતાવવા માટે સેંઠામાં સિંદૂર ભરે છે.

પણ પરણેલા પુરુષો આવું કાંઈ કેમ કરતા નથી?

શ્યામ : એમના ઠોબડાં પરથી જ ખબર પડી જાય છે કે બિચારો પરણેલો છે.

જોક્સ :

નોકરાણી : સાહેબ મારે તમારી નોકરી કરવી નથી.

શેઠ : કેમ શું થયું?

નોકરાણી : શેઠાણી ખુબ તં-ગ કરે છે. એ સમજતા નથી કે હું તમારી જેમ બંધાયેલી નથી.

મારી મરજીમાં આવે ત્યારે ઘર છોડી શકું છું.

શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.

જોક્સ :

રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપર લેક્ચર આપવાનો હતો, એનું શું થયું?

સુરેશ : પરમ દિવસે જ આપ્યો.

રમેશ : તો શું પરિણામ આવ્યું?

સુરેશ : મારી દિવસની 3 ટાઈમની ચા અને રાતનું પાન બંધ.

જોક્સ :

પત્ની : મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે રસોડામાં આવવું નહિ.

પતિ : હવે શું થયું?

પત્ની : તમે રેસિપીની બુક નીચે પાડી નાખી. હવે હું શું રાંધતી હતી એ ખબર નથી.

જોક્સ :

એકબાજુ વરસાદ ચાલુ થયો ને બીજી બાજુ પતિએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું,

હે ભગવાન… પત્ની છત્રી વિના ગઈ છે અને વરસાદ તૂટી પડ્યો છે.

એ કોઈ સ્ટોરમાં ઘુસી ગઈ તો આફત આવી જશે. રક્ષા કરજો ભગવાન.