મજેદાર જોક્સ : પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું, પતિ : ઘણી વધારે, પત્ની : તો પણ જણાવો કેટલી…

0
2863

જોક્સ :

છોકરો છોકરીને પોતાની કારમાં બેસાડીને લઇ જઈ રહ્યો હતો.

છોકરી : આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?

છોકરો : લોન્ગ ડ્રાઈવ પર.

છોકરી : ઓહ… તો પહેલા કેમ ન જણાવ્યું?

છોકરો : મને પણ હમણાં જ ખબર પડી.

છોકરી : કઈ રીતે?

છોકરો : ગાડીની બ્રેક નથી લાગી રહી.

જોક્સ :

સૌરવે મીઠાઈની દુકાન પરથી અડધો કિલો જલેબી લઈને ખાધી અને પૈસા આપ્યા વગર જવા લાગ્યો.

દુકાનદાર બોલ્યો – અરે જલેબીના પૈસા તો આપ.

સૌરવ – પૈસા તો નથી.

તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીને સૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.

પછી ગૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું – આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.

જોક્સ :

રોહિત કોલેજમાંથી જલ્દી ઘરે આવી ગયો.

માં : શું થયું દીકરા, આજે જલ્દી ઘરે આવી ગયો.

રોહિત : મેં બૂટથી એક માખી ઉડાડી તો મેડમે મને ભગાડી દીધો.

માં : શું? એક માખી ઉડાડવા પર કોલેજમાંથી ભગાડી દીધો.

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.

જોક્સ :

બસમાં એક છોકરીએ અચાનક જ પોતાની પાછળ ઉભેલા છોકરાને થ-પ્પ-ડ-લ-ગા-વી દીધી.

છોકરો ગુસ્સે થયો અને પૂછ્યું : મેં શું ભૂલ કરી?

છોકરી : તું કોઈ ભૂલ કરે તેની રાહ જોઈને ઉભી થોડી રહું.

જોક્સ :

પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું?

પતિ : ઘણી વધારે.

પત્ની : તો પણ જણાવો કેટલી સારી લાગુ છું?

પતિ : એટલી બધી કે મન થાય છે કે, તારા જેવી બીજી લઇ આવું.

જોક્સ :

એક અંગ્રેજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની સામે એક બાળક બેઠો હતો.

અંગ્રેજે બાળકને પૂછ્યું, અહીં સૌથી ખતરનાક લોકો કઈ જગ્યાના હોય છે?

બાળક : મહારાષ્ટ્રીયન, પંજાબી, ગુજરાતી, હરયાણવી અને સૌથી વધારે તો બિહાર વાળા.

અંગ્રેજ : ઓહ તેમની પાસે જવું ખતરનાક છે.

(થોડી વાર પછી)

અંગ્રેજ : હું કઈ રીતે જાણી શકું કે કયો વ્યક્તિ કેટલો ખતરનાક છે?

બાળક : શાંતિથી બેસો, આ ૧૦ કલાકની મુસાફરીમાં હું તમને જણાવી દઈએ.

થોડી વાર પછી હરિયાણાનો એક ચોધરી મૂછો પર હાથ ફેરવતો તેમની પાસે આવીને બેઠો.

બાળક : ભાઈ આ હરિયાણવી છે.

અંગ્રેજ : તેની સાથે વાત કઈ રીતે કરું?

બાળક : ચુપચાપ બેઠા રહો અને તેની સામે જોઇને પોતાની મૂછો પર હાથ ફેરવતા રહો. તે તમારી સાથે જાતે વાત કરશે.

અંગ્રેજ પોતાની મૂછો પર હાથ ફેરવવા લાગ્યો.

ચોધરી ઉઠ્યો અને અંગ્રેજના કાનની નીચે બે લગાવી દીધી અને બોલ્યો તું ખેતી વગર જ હળ ચલાવી રહ્યો છે.

થોડી વાર પછી એક મરાઠી વ્યક્તિ આવ્યો અને ત્યાં બેઠો.

બાળક : ભાઈ આ મરાઠી છે.

અંગ્રેજ : આની સાથે કેવી રીતે વાત કરું?

બાળક : એને કહો કે બોમ્બે ઘણું સુંદર છે.

અંગ્રેજ મરાઠી સામે જોઈને એવું જ બોલ્યો.

મરાઠી ઉભો થયો અને એક થ-પ્પ-ડ-લ-ગા-વી દીધી અને બોલ્યો બોમ્બે નહીં તેને મુંબઈ કહે છે.

થોડી વાર પછી એક ગુજરાતી તેની સામે આવીને બેસી ગયો.

બાળક : ભાઈ આ ગુજરાતી છે.

અંગ્રેજ : આની સાથે કેવી રીતે વાત કરું?

બાળક : તેને કહે કે સોનિયા ગાંધી જિંદાબાદ.

અંગ્રેજે ગુજરાતીને એવું કહ્યું તો ગુજરાતી ઉભો થયો તેને મુક્કો લગાવીને કહ્યું, નરેન્દ્ર મોદી જિંદાબાદ.

થોડી વાર પછી એક સરદારજી આવ્યા અને ત્યાં બેઠા.

બાળક : આ સરદારજી છે.

અંગ્રેજ : આની સાથે કેવી રીતે વાત કરું?

બાળક : વાત નથી કરવાની, ફક્ત એટલું પૂછી લો કે ૧૨ વાગી ગયા?

અંગ્રેજે પૂછ્યું : ઓ સરદારજી ૧૨ વાગી વાગી ગયા?

સરદારજીએ અંગ્રેજને પકડ્યો અને ધોઈ નાખ્યો.

અંગ્રેજે બાળકને પૂછ્યું : આ બધાને તો મળી લીધું, હવે બિહારી સાથે પણ મુલાકાત કરાવી દે.

બાળક : ક્યારની તમારી ધોલાઈ કોણ કરાવી રહ્યું છે?