જોક્સ :
રમેશ : યાર, લગ્ન પછી શું થાય છે?
સુરેશ : પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે.
બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે.
ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે.
જોક્સ :
ભૂરો : યાર, તમારો ફોટો તો બહુ સંદર છે.
બકો : ક્યાં જોયો? મેગેઝીનમાં?
ભૂરો : નહી, પોલીસ ચોકીમાં.

જોક્સ :
એક દરવાજા ઉપર લખ્યું હતું કે BEWARE OF PARROT.
તેના એક મીત્રને આ વાક્ય સમજાયું નહી તેથી તેણે પુછ્યુ કે BEWARE OF DOG હોય તો બરોબર છે, પણ આ BEWARE OF PARROT વળી શું?
પોપટથી વળી શું બીવાનું?
તેના મીત્રએ ફોડ પાડતા કહ્યું કે કોઈ અજાણ્યો આવે એટલે પોપટ સીટી વગાડે અને તે સીટીનો અવાજ સાંભળીને ઘરમાંથી કુતરો બહાર આવે.
જોક્સ :
બોસ : તું દરરોજ ઓફિસે મોડો કેમ આવે છે?
છગન : શું કરું સર, ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે.
બોસ : તો તું લગ્ન કેમ નથી કરી લેતો?
છગન : સર, હું પરણેલો જ છું.
જોક્સ :
વક્તા ભાષણ આપી રહ્યા હતા; કોઈકે તેમના પર સડેલું ટામેટું નાખ્યું.
વક્તાએ બૂમ મારી : ‘આ શું તોફાન છે? પોલીસ ક્યાં છે?’
‘બીજા ટામેટા લેવા ગયા છે!’ કોઈકે કહ્યું.
જોક્સ :
પત્ની : આજે અકસ્માત થતાં રહી ગયો!
પતિ : શું થયું?
પત્ની : આ આપણી ઘડિયાળ, ઉપરથી એવી પડી!
એક સેકંડનો ફરક પડ્યો હોત તો મારી માં નું માથું ભાંગી જાત!
પતિ : હું નહોતો કહેતો આ ઘડિયાળ થોડું મોડું જ છે!
જોક્સ :
પપ્પુએ ફૂટપાથ ઉપર ચોકથી લખેલું વાક્ય વાંચ્યું :
‘આ વાંચવાવાળો ગધેડો.’
પછી પપ્પુએ એ ભૂંસીને લખ્યું :
‘આ લખવાવાળો ગધેડો.’
જોક્સ :
એક વાર પોતાના ટાલિયા પતિને પત્નીએ પૂછ્યુ : શું તમને આ ટાલથી કદી કોઈ તકલીફ નથી થતી?
પતિ : ના, આમ તો ખાસ કોઈ નહિ, હા, પણ જ્યારે મોઢુ ધોઉં છુ ત્યારે એ સમજાતુ નથી કે ક્યા સુધી ધોવાનું છે.
જોક્સ :
સ્વિમિંગ પુલમાં પાંચ રાઉન્ડ મારી, બહાર નીકળીને પપ્પુ પોતાની ખુરશી પર બેસી પેપર વાંચવા લાગ્યો. ત્યાં ટેબલ ઉપર પડેલો મોબાઈલ રણક્યો.
પપ્પુ : હેલ્લો.
ટીના : ટીના બોલું છું, ક્યાં ક્લબમાં છો?
પપ્પુ : હા.
ટીના : તમે ખિજાવ નહિ તો એક વાત કહેવી છે.
પપ્પુ : બોલ.
ટીના : ગયા અઠવાડિયે મેં તમને કનક જવેલર્સમાંથી ડાયમંડનો દસ લાખ રૂપિયાનો સેટ અપાવવા કહ્યું હતું, ત્યારે તમે મને બહુ બોલેલા કે હમણાં ધંધો મંદો છે, બેંકનો ઓવરડ્રાફ્ટ ચડી ગયો છે.
પપ્પુ : તેનું શું?
ટીના : હમણાં હું કનક જવેલર્સમાં આવી છું ને મારો જીવ એ સેટમાં ચોંટી ગયો છે. હું એ લઈ લઉં? પછી પાંચ વર્ષ સુધી હું કશું નહીં માંગુ. મેં બેંકના મેનેજર સાથે પણ વાત કરી, તેઓએ હમણાં ટેમ્પરરી ઓવરડ્રાફ્ટ આપવાની હા પાડી છે. હવે તમે ના પાડતા નહિ. તમને મારા સમ છે.
પપ્પુ : ઠીક છે.
ટીના : થેન્ક યુ… થેન્ક યુ…. લવ યુ…. ચાલો મુકું છું.
ફોન મૂકીને પપ્પુએ ફોન ઊંચો કરીને બૂમ મારી.
“સાંભળો કોઈને ખબર છે આ કોનો ફોન છે?”
જોક્સ :
છગન એક દિવસ મગનની હોટલમાં ગયો.
બિરયાની ખાતાં ખાતાં તેણે ફરિયાદ કરી કે બિરયાની બહુ ખરાબ છે.
આ સાંભળીને મગને કહ્યુ કે : હું ત્યારથી બિરયાની બનાવી રહ્યો છું જ્યારે તું જનમ્યો પણ નહી હોય.
છગન બોલ્યો : વાત સાચી હશે, પણ તે બિરયાની હમણાં કેમ વેચી રહ્યા છો?