જોક્સ :
રમેશ : કાકા, તમે છો પંચાણુંના અને કાકી તમે છો નેવુંના. અને આ ઉંમરે છૂટાછેડા લેવાના છો?
કાકા : વિચાર તો છેલ્લા ચાળીસ વર્ષોથી હતો પણ બધા બાળકો ઈશ્વરને પ્યારા થયા બાદ જ છૂટાછેડા લેવાનું નક્કી કરેલું.
જોક્સ :
પતિ : ડાર્લિગ આજે ડિનર લેવા આવી શકાય એમ નથી. ખુબ કામ છે. તું જમીને સુઈ જજે.
પત્ની : એક કામ કર. એ કામ ને ઘરે લઈ આવ. મારે એને મળવું છે.
જોક્સ :
પત્ની : સૂપ કેવો લાગ્યો?
પતિ : એકદમ બકવાસ, ડુક્કરને પીવા લાયક બનાવ્યો છે.
પત્ની : તો તો હજી થોડો લેશો ને?

જોક્સ :
પતિ : ફરી નવી કાર લીધી. થોડી કરકસર કરે તો તારા બાપનું શું ઘસાય જાય?
પત્ની : ડાર્લિંગ, તું ભૂલી જાય છે કે તું મોટો ઉદ્યોગપતિ છે,
પણ મને યાદ રહે છે કે હું ઉદ્યોગપતિની પત્ની છું.
જોક્સ :
જેલર (નવી મહિલા કેદીને) : શું વિચારી રહ્યાં છો?
મહિલા : સાહેબ, મને જો ખબર હોત કે જેલમાં સારું ખાવાનું મળે છે,
કોઈ મા-ર-પી-ટ કરતુ નથી અને સાવ હલકું કામ હોય છે,
તો મેં મારા રોયા ધણીને પાંચ વર્ષ પહેલા જ પતાવી દીધો હોત.
જોક્સ :
લગ્ન પછી સાસુ જમાઇને ફોન પર :
શું ચાલે કુમાર?
જમાઇ : અમારુ છોડો, તમારે તો હવે નિરાંત ને…
જોક્સ :
પત્ની : ડાર્લિંગ મેં નવી કવિતા બનાવી છે.
પતિ : વાહ, શું નામ રાખ્યું છે એનું?
પત્ની : “આગ, પાની, ધૂંઆ”
પતિ : એને બદલીને હુ-ક્કો કરી નાખ.
જોક્સ :
મમ્મી : દીકરી નવું ઘર ખરીદી લે?
દીકરી : પણ મમ્મી, મને ધરની શી જરૂર છે?
હું હોસ્પિટલમાં જન્મી, કોલેજમાં ભણી, કારમાં પ્રેમ કરતા શીખી,
મંદિરમાં પરણી, હોટલમાં જમું છું, સવારે જીમમાં, બપોરે કીતી પાર્ટીમાં અને રાત્રે ક્લબમાં જાઉં છું.
અને છેલ્લે એક દિવસ સ્મશાનમાં જવાનું છે, તો ધરની શું જરૂર છે? ગેરેજ મળે તો ભયો ભયો.
જોક્સ :
કુતુહલતાથી શનિએ તેની મમ્મીને પૂછ્યું,
શનિ : મમ્મી, પરીઓ ઉડી શકે?
ટીના : હા, ઉડી શકે ને. કેમ શુ થયું?
શનિ : અરે, પપ્પા ગઈકાલે કામવાળીને કહેતા હતા કે તું તો પરી છે. તો એ પરી કયારે ઉડશે?
ટીના : ચિંતા ના કર બેટા, એ કાલે સવારે જ ઉડી જશે.
જોક્સ :
છોકરી : હું તારા પ્રેમની ખુબ કદર કરું છું, પણ મારે તને જણાવી દેવું છે કે,
પ્રેમના કારણે મારા એક દુરના સગાને વર્ષો પહેલા ફાં-સી મળેલી.
છોકરો : એની ચિંતા છોડ. હું મારા ઘણા નજીકના સગાઓને ઓળખું છું જે આજે ફાં-સીએ લ-ટ-કાવવા લાયક છે.
જોક્સ :
સમાજ સેવિકા ટીના બહેન દા-રૂ-બં-ધીના પ્રચાર માટે દરરોજ એક દા-રૂ-ના અ-ડ્ડાના દરવાજા પાસે ઉભા રહી અંદર જવા વાળાને રોકીને દા-રૂ ના પીવા માટે સમજાવતા.
એક દિવસ પપ્પુ અ-ડ્ડામાં દાખલ થતો હતો તો ટીના એ તેને રોક્યો.
ટીના : તમે અહીં રોજ આવો છો?
પપ્પુ : રોજ તો નહીં પણ ઘણીવાર આવું છું.
ટીના : મારે તમને દા-રૂ પીવાથી શું નુકશાન થાય એના વિશે વાત કરવી છે.
પપ્પુ : તમે કોઈ દિવસ દા-રૂ પીધો છે?
ટીના : તમે કેવી વાત કરી રહ્યા છો!
પપ્પુ : તમે કોઈ દિવસ દા-રૂ પીધો જ નથી તો તમને દા-રૂ પીવાથી શું નુકશાન થાય એ કહેવાનો અધિકાર નથી.
ટીના : તો મારે શું કરવું?
પપ્પુ : તમે મારી સાથે અંદર ચાલો અને મારી સાથે બે પે-ગ દા-રૂ પીવો પછી આપણે ચર્ચા કરીશું.
ટીના : તમારી વાત સાચી, પણ હું અંદર આવું તો મારી ઈજ્જતના ધજાગરા થાય, અને બહાર પણ કોઈ મારા હાથમાં ગ્લાસ જોવે તો મારું નામ ખરાબ થાય.
પપ્પુ : તો શું કરવું જોઈએ?
ટીના : તમે એક કામ કરો, અંદરથી સ્ટીલના ગ્લાસમાં બે પેગ દા-રૂ તૈયાર કરીને મને આપો. હું એ પ્રયોગ કરવા તૈયાર છું.
પપ્પુ અંદર ગયો અને ઓર્ડર આપ્યો એટલે અડ્ડાવાળાએ આસિસ્ટન્ટને બૂમ મારી,
“સ્ટીલના ગ્લાસમાં બે પે-ગ વ્હિ-સ્કી બનાવ બહાર સમાજ સેવિકા બહેન આવી ગયા લાગે છે.”
પપ્પુને એ દિવસે દા-રૂ-નો ન-શો ચડ્યો જ નહીં.