મજેદાર જોક્સ : માસ્તર : તેં તારું હોમવર્ક કેમ નથી કર્યું. ચિન્ટુ : હું હોસ્ટેલમાં રહું છું. માસ્તર : તો. ચિન્ટુ : હું …

0
3222

જોક્સ :

મગન : તને ખબર છે મારા કાકા પાસે સાઈકલથી માંડીને હેલિકોપ્ટર સુધીનું બધુ જ છે.

છગન : અરે વાહ… તારા કાકા એવું તે શું કરે છે?

મગન : તેમની રમકડાંની દુકાન છે.

જોક્સ :

પપ્પુ રેલવેમાં નોકરી માટે ગ્રુપ ઈન્ટરવ્યુ આપવા ગયો હતો.

બોસ : જો એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી રહી હોય તો તમે શું કરશો?

પહેલો છોકરો : હું લાલ ધ્વજ બતાવીશ.

બોસ : જો ધ્વજ ન મળે તો.

બીજો છોકરો : હું ટોર્ચ બતાવીશ.

બોસ : જો તમને ટોર્ચ પણ ન મળે તો?

ત્રીજો છોકરો : હું મારો લાલ શર્ટ કાઢીને બતાવીશ.

બોસ : અને તારો શર્ટ પણ લાલ ના હોય તો?

પપ્પુ : પછી હું મારી માસીના છોકરાને બોલાવીશ.

બોસ : કેમ?

પપ્પુ : કારણ કે તેણે ક્યારેય બે ટ્રેનની ટક્કર જોઈ નથી.

જોક્સ :

માસ્તર : તેં તારું હોમવર્ક કેમ નથી કર્યું?

ચિન્ટુ : હું હોસ્ટેલમાં રહું છું.

માસ્તર : તો?

ચિન્ટુ : હું હોસ્ટેલમાં હોમવર્ક કેવી રીતે કરી શકું, તમારે હોસ્ટેલ વર્ક આપવું જોઈતું હતું ને.

જોક્સ :

ગર્લફ્રેન્ડ (બોયફ્રેન્ડને) : અરે બાબુ જલ્દી કર, બારીમાંથી કૂદી જા, પપ્પા આવી રહ્યા છે.

બોયફ્રેન્ડ : પણ આ તો 13 મો માળ છે.

ગર્લફ્રેન્ડ : અરે, શુકન-અપશુકન વિચારવાનો આ સમય નથી. પપ્પા જોઈ જશે તો આવી બનશે.

જોક્સ :

મોન્ટુ : યાર, છોકરીઓનું સારું હોય છે. લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અને લગ્ન પછી તે ઘરની લક્ષ્મી બની જાય છે.

પિન્ટુ : અને છોકરાઓ?

મોન્ટુ : છોકરાઓનું શું છે, લગ્ન પહેલા પપ્પા તેના પર હાથ સાફ કરે છે અને લગ્ન પછી પત્ની.

જોક્સ :

શિક્ષક વિદ્યાર્થીને : મને કહો કે નદીમાં લીંબુનું ઝાડ હશે તો તમે તેને કેવી રીતે લીંબુ તોડશો?

વિદ્યાર્થી : પક્ષી બનીને.

શિક્ષક : તને પક્ષી કોણ બનાવશે?

વિદ્યાર્થી : જે નદીમાં લીંબુનું ઝાડ વાવશે.

જોક્સ :

કિચન ટીપ્સ :

લાડુ બનાવતી વખતે તેના પર કાજુ બદામ મૂકીને દબાવો અને પછી કાઢી લો.

ખાનારને એવું લાગશે કે કાજુ બદામ નાખ્યા હતા પણ પડી ગયા હશે.

જોક્સ :

60 મી એનિવર્સરીની ઉજવણી પર

પતિની આંખમાં આંસુ જોઈ પત્નીએ તેનું કારણ પૂછ્યું.

પતિ : તને યાદ છે આજથી 60 વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો હતો.

પત્ની : હા. પણ એમાં તો ખુશ થવું જોઈએ ને?

પતિ : તે દિવસે તારા પપ્પાએ મને પકડી લીધો અને કહ્યું હતું કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરી દઈશ.

પત્ની : હા યાદ છે. પણ એમાં રડવાનું શું?

પતિ : હું તે દિવસે કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.

જોક્સ :

ટ્રેનમાં વાંચવા માટેના પુસ્તકોની યાદી.

1AC કોચ – બિઝનેસ મેગેઝિન, માર્ક્સ, એડિસન, ગેલિલિયો, લિંકન

2AC કોચ – શેલ્ડન, બ્રૂક્સ, શેક્સપિયર, એરિસ્ટોટલ

3AC કોચ – ગાંધી, ઓબામા, અબ્દુલ કલામ, ચેતન ભગત, ઓશો, અરુંધતી રોય, રોબિન શર્મા, દીપક ચોપરા, શિવ ખેરા

સ્લીપર કોચ – ક્રિકેટ સમ્રાટ તેંડુલકર, મનોરમા, ફિલ્મફેર, બાબા રામદેવ, આધ્યાત્મ

જનરલ કોચ – ગર્લફ્રેન્ડનો બદલો, ખતરનાક હવેલી, ભયંકર રાત, બેવફા સાથે બદલો લેવાની 101 રીતો, તમને ગમતી છોકરીને કેવી રીતે ઈમ્પ્રેશ કરવી, કરંટ મારતી છોરી, 30 દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનવું…