શું તમે ક્યારેય વિચાર્યું છે કે બિસ્કિટમાં નાના-નાના કાણાં કેમ હોય છે, અહીં જાણો તેનો જવાબ.

0
532

બિસ્કિટ બનાવતી કંપની તેમાં કાણાં શા માટે રાખે છે, જાણો તેનું કારણ અને બિસ્કિટ બનાવવાની પ્રોસેસ વિષે.

તમને દરેક ભારતીય ઘરમાં ચા પ્રેમીઓ જોવા મળશે. તેમજ કેટલાક ચા ના પ્રેમીઓ તો દિવસના કોઈપણ સમયે ચા પીતા હોય છે. ભારતમાં ચાની સાથે બિસ્કિટ ખાવાનો પણ ટ્રેન્ડ છે. આ જ કારણ છે કે ભારતમાં વિશ્વભરના બિસ્કિટની બ્રાન્ડ ઉપલબ્ધ છે. નમકીન, મીઠા, ક્રીમવાળા, જીરાવાળા અને ન જાણે બીજા કેટલા પ્રકારના બિસ્કિટના ફ્લેવર તમને અહીં જોવા મળશે.

અલગ અલગ સ્વાદની સાથે-સાથે બિસ્કિટ અલગ-અલગ ડિઝાઇનમાં પણ આવે છે. પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, મોટાભાગના બિસ્કિટમાં નાના કાણાં કેમ કરવામાં આવે છે? ઘણા લોકો તેને માત્ર ડિઝાઈન જ માને છે, પણ તમને જણાવી દઈએ કે આની પાછળ ડિઝાઈન નહીં પણ વૈજ્ઞાનિક કારણ છે. ચાલો હવે લેખમાં આગળ વધીએ અને બિસ્કિટમાં નાના કાણાં બનાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીએ.

બિસ્કિટ કેવી રીતે બને છે? ફેક્ટરીમાં બિસ્કિટ ચાર પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પહેલું મિશ્રણ, બીજું રચના, ત્રીજું પકવવું અને ચોથું ઠંડુ કરવું. મિશ્રણ પ્રક્રિયામાં લોટ, મીઠું, ખાંડ અને અન્ય ઘટકોથી મિશ્રણ બનાવવા માટે તેને મિક્સિંગ પાત્રમાં મૂકવામાં આવે છે. મિશ્રણ તૈયાર થઇ ગયા પછી તેને બનાવવાની પ્રક્રિયામાં નક્કી કર્યા પ્રમાણેનો આકાર આપવામાં આવે છે અને તેમાં કાણાં પણ બનાવવામાં આવે છે. એ પછી બિસ્કિટને પકવવા માટે આગળ વધારવામાં આવે છે. પછી તેને ઠંડા કરીને પેક કરવામાં આવે છે.

શા માટે નાના નાના કાણાં બનાવવામાં આવે છે? ઘણા લોકો એવું વિચારતા હશે કે બિસ્કિટમાં બનેલા નાના કાણાં ડિઝાઇન માટે બનાવવામાં આવે છે, પરંતુ એવું નથી. હકીકતમાં તે એટલા માટે કરવામાં આવે છે કે જેથી બિસ્કિટને સારી રીતે બેક કરી શકાય. બિસ્કિટના નાના કાણાંને ડોકિંગ હોલ્સ કહેવામાં આવે છે, જે પકવવાની પ્રક્રિયા દરમિયાન વરાળને યોગ્ય રીતે પસાર કરવામાં મદદ કરે છે. આના કારણે આ બિસ્કિટ કાણાં વગરના બિસ્કિટ અને કેકની જેમ ફૂલતા નથી. તેથી, તમે નોંધ્યું હશે કે જે બિસ્કિટમાં છિદ્રો હોય છે તે ખૂબ જાડા નથી હોતા પણ સપાટ હોય છે.

પરપોટા અટકાવવાનું કરે છે કામ : તેને એ રીતે પણ સમજી શકાય છે કે, બિસ્કિટ બનાવવા માટે જે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, તેમાં ઘણા હવાના પરપોટા હોય છે. તેમજ બિસ્કિટને પકવવાની પ્રક્રિયા દરમિયાન આ પરપોટા ફૂલવા લાગે છે અને તેના કારણે બિસ્કિટ અથવા કેકનો આકાર જાડો થઈ જાય છે. તેમજ આ નાના કાણાં એટલે કે ડોકિંગ હોલ્સ તે પરપોટાને રોકવાનું કામ કરે છે, જેના કારણે બિસ્કિટ સપાટ અને ક્રિસ્પી બને છે.

કાણાંની યોગ્ય સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે : બિસ્કિટને સપાટ અને ક્રિસ્પી બનાવવા માટે, ફક્ત કાણાં બનાવવા જ પૂરતા નથી, પણ તે કાણાંની યોગ્ય જગ્યા પણ મહત્વપૂર્ણ છે. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો બિસ્કિટ ખૂબ સખત અથવા ખૂબ નરમ બને છે. બિસ્કિટને ક્રિસ્પી અને ફ્લેટ બનાવવા માટે કાણાંને એકબીજાની નજીક કરવામાં આવે છે, જો કાણાં દૂર કરવામાં આવે તો, બિસ્કિટ યોગ્ય રીતે બનશે નહીં. આ ઉપરાંત, બિસ્કિટ પર કાણાંની સંખ્યા પણ મહત્વપૂર્ણ હોય છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.