શા માટે પરણિત મહિલાઓએ મંગળસૂત્ર પહેરવું અત્યંત જરૂરી છે, જાણો એનું વિશેષ કારણ.

0
607

આપણા દેશમાં સદીઓથી ઘણી બધી પરંપરાઓ, માન્યતાઓને માનવામાં આવી રહી છે. એ બધા માંથી એક છે મંગળસૂત્ર. એ તો તમે બધા જાણો જ છો કે હિંદુ ધર્મમાં મંગળસૂત્રને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને તે પરણિત સ્ત્રીઓના સુહાગની નિશાની હોય છે. તેમજ હિંદુ ધર્મમાં મંગળસુત્ર વગર કોઇના પણ લગ્ન સંભવ નથી. મંગળસૂત્રના બીજા પણ ઘણા મહત્વ છે. આવો તમને એના વિષે જણાવીએ.

મંગળસૂત્રનું મહત્વ શું છે?

મિત્રો, જણાવી દઈએ કે દરેક પરણિત મહિલાના જીવનમાં સિંદુર, વીંછીયા વગેરેનું મહત્વ હોય છે. તેના કરતા વધારે મંગળસૂત્રનું મહત્વ હોય છે. તેમજ દરેક પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર ધારણ કરે છે, તથા તે તેમના વિવાહીત જીવનને ખરાબ નજરથી પણ બચાવે છે.

મંગળસૂત્રના કાળા મોતીનું મહત્વ :

તમે જોયું હશે કે દરેક મંગળસૂત્રનું નિર્માણ કાળા મોતી અને સોનાની સાથે કરવામાં આવે છે. જેમ કાળો રંગ કોઇની ખરાબ નજરથી રક્ષા કરવા માટે હોય છે, એ કારણસર મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એમના દાંપત્ય જીવનને કોઇની ખરાબ નજર ન લાગે.

મંગળસૂત્રમાં સોનાનું મહત્વ કેટલું?

ઉપરાંત દરેક મંગળસૂત્રમાં સોનું પણ હોય છે. એ બાબતે જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે, સોનું ગુરુ ગ્રહની અસરને ઓછું કરે છે. તે પરણિત જીવનમાં સુખ સમૃદ્ધિ અને બુદ્ધિનો પર્યાય હોય છે. અને સોનું ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

કપ આકારના મંગળસૂત્રની વિશેષતા :

આમ તો બજારમાં તમને અનેક પ્રકારના મંગળસૂત્ર મળી જશે, પરંતુ પારંપારિત આકાર કપ વાળો હોય છે. જણાવી દઈએ કે, આ આકારના મંગળસૂત્ર સાત્વિક ગુણોથી ભરેલું હોય છે. જેને શિવ-શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જે એક બીજાના પૂરક હોય છે.

મંગળસૂત્ર નીકાળવું વર્જિત છે :

કહેવામાં આવે છે કે, લગ્નના સમયે જ્યારે પતિ દ્વારા પત્નીને મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે, તે પછી તેને ક્યારેપણ નીકાળવું જોઇએ નહી. જ્યારે કોઇ અનહોની થાય છે ત્યારે જ તેને ઉતારવામાં આવે છે. જો કોઇ કારણથી મંગળસૂત્ર નીકાળવું પડે તો તેની જગ્યાએ કાળો દોળો ગળામાં પહેરી લેવો જોઇએ. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.