કુદરતે પોતે જ પુરુષનો મેકઅપ કર્યો છે.
(ખાસ નોંધ : લેખકે આ રચના સ્ત્રીઓનું અપમાન કરવા કે તેમને નીચા દેખાડવા નથી કરી. આ તો કોઈ દુઃખી પુરુષે પોતે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે તે જણાવવા એક રમુજી રચના લખી છે. આથી કોઈએ તેનો ખોટો અર્થ કાઢવો નહિ અને ઉડતું તીર પોતાના પર લેવું નહિ.)
મોટાભાગની સ્ત્રીઓ કાચનો ટુકડો હોય છે જે ત્યારે જ ચમકે છે જ્યારે તેના પર મેકઅપનો પ્રકાશ પડે છે.
પરંતુ માણસ એક એવો હીરો છે જે અંધારામાં પણ ચમકે છે અને તેને કોઈ મેકઅપની જરૂર નથી.
સુંદર મોર હોય છે ઢેલ નહીં.
મોર રંગમાં લીલો, ભૂરો, રંગીન હોવાથી એકદમ સુંદર હોય છે જયારે ઢેલ કાળી સફેદ.
મોરને પીંછા હોય છે તેથી જ તેને મોરપંખ કહેવામાં આવે છે.
ઢેલને પીંછા હોતા નથી.

નર હાથીઓને બહાર દાંત હોય છે, માદા હાથીને નહિ.
હાથીના દાંત મૂલ્યવાન હોય છે.
માદા હાથી કરતાં નર હાથી વધુ સુંદર હોય છે.
કસ્તુરી નર હરણમાં જોવા મળે છે,
માદા હરણમાં નથી.
માદા હરણ કરતાં નર હરણ વધુ સુંદર હોય છે.
રત્નો નદીઓમાં નહીં મહાસાગરોમાં જોવા મળે છે.
અને અંતે નદીઓએ એ જ મહાસાગરમાં આવવું પડે છે.
આ કુદરતે જગતના અમૂલ્ય તત્વો પુરુષોને સોંપ્યા.
કુદરતે પુરુષ સાથે અન્યાય કર્યો નથી.
9 મહિના સ્ત્રીના ગર્ભમાં હોવા છતાં બાળકનો ચહેરો, સ્વભાવ મોટાભાગે પિતા જેવો જ હોય છે.
આ દુનિયાની સૌથી મોટી આશ્ચર્ય છે. કારણ કે કુદરતે પુરુષને મેકઅપ કરીને જ મોકલ્યો છે, તેને મેકઅપની જરૂર નથી.