શા માટે માંગ ટીકા કન્યા માટે ખાસ છે, જાણો હિન્દુ ધર્મમાં તેનું શું મહત્વ છે

0
401

ભારતીય નવવધૂઓ માટે માંગ ટીકો કેમ જરૂરી છે, તે તેને કેવા ફાયદા પહોંચાડે છે, જાણો તેની દરેક ખાસ વાત.

માંગ ટીકા કન્યાના શૃંગારનો મહત્વનો ભાગ છે. તેનાથી કન્યાની સુંદરતા તો વધે જ છે, પરંતુ હિન્દુ ધર્મમાં પણ તેનું વિશેષ મહત્વ છે. તે માથાની વચ્ચે પહેરવામાં આવે છે. તેમાં પેન્ડન્ટ હોય છે, જે માંગ પર પિન અથવા ક્લિપની મદદથી જોડાયેલ હોય છે, જ્યારે ટીકો કપાળની મધ્યમાં સેટ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, હિન્દુ ધર્મમાં માંગ ટીકાનું શું મહત્વ છે? શા માટે તે કન્યા માટે ખાસ માનવામાં આવે છે? આજે અમે તમને આ લેખમાં આવા જ પ્રશ્નોના જવાબો આપીશું. તો આ લેખ અંત સુધી વાંચજો.

આત્માની શક્તિનું પ્રતીક છે :

માંગ ટીકો તે જગ્યાએ પહેરવામાં આવે છે, જે ‘આત્માની શક્તિ’ નું પ્રતિનિધિત્વ કરે છે. જે રીતે આ સ્થાન ત્રીજી આંખ સાથે સંકળાયેલ છે, તે કન્યાને એકાગ્રતાનો અનુભવ આપે છે. તે તેના જ્ઞાન, હિંમત અને ઇચ્છા શક્તિને સક્રિય કરે છે. આ ઉપરાંત, તે આધ્યાત્મિક, શારીરિક અને ભાવનાત્મક રીતે એકસાથે આવવાનું પણ પ્રતીક છે. એટલે કે હવે બે લોકો એકબીજા સાથે જોડાઈ ગયા છે. જેના કારણે વર-કન્યાને કપલ કહેવામાં આવે છે.

સોળ શૃંગારનો ભાગ :

ઝાંઝર, બંગડીઓ, મંગળસૂત્ર અને સિંદૂરની જેમ માંગ ટીકો પણ સોળ શૃંગારનો એક ભાગ છે. આ જ કારણ છે કે લગ્નના દિવસે કન્યાને માંગ ટીકો પહેરાવવામાં આવે છે. આ સાથે વર પક્ષ તરફથી કન્યાને માંગ ટીકો પણ આપવામાં આવે છે. તેને સુહાગણનો સંકેત પણ માનવામાં આવે છે.

સંસ્કૃતિ પ્રમાણે થાય છે ડિઝાઇન :

જો કે, માંગ ટીકા વિવિધ ડિઝાઇન, પેટર્ન અને કદમાં આવે છે. ઉપરાંત, સંસ્કૃતિ પ્રમાણે તેની ડિઝાઇન અલગ-અલગ હોય છે. જેમ કે રાજસ્થાનમાં માંગ ટીકાને બોરલા (ગોળાકાર આકારનું હેડપીસ) કહેવામાં આવે છે, અન્ય લોકો તેને ઝુમર ટીક્કા કહે છે, જો કે તે તેમના માથાની કિનારી પર મૂકવામાં આવે છે.

ભગવાન શિવ સાથે સંબંધિત છે :

માંગ ટીકો કપાળની મધ્યમાં પહેરવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે, એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે, જેને છઠ્ઠું ચક્ર કહેવામાં આવે છે. એટલે કે ત્રીજી આંખ. આ તે બિંદુ છે જ્યાં શિવ-શક્તિનું સંયોજન ‘અર્ધનારીશ્વર’ બનાવે છે, જે અડધા પુરુષ અને અડધા સ્ત્રીનું પ્રતીક છે.

નકારાત્મક ઉર્જાથી બચાવે છે :

એવું માનવામાં આવે છે કે માંગ ટીકો કન્યાને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. આ સાથે, કન્યા દરેક પ્રકારના દુષ્ટ પ્રભાવથી દૂર રહે છે. તેથી જ લગ્નના દિવસે કન્યાને માંગ ટીકો પહેરાવવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ :

કહેવાય છે કે માંગ ટીકો પહેરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. જેમ કે માથાનો દુ:ખાવો અને માનસિક તણાવ. આને પહેરવાથી મન શાંત રહે છે, જેના કારણે મહિલાઓ પોતાનું કામ યોગ્ય રીતે કરે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.