ભગવાન વિષ્ણુને વેંકટેશ્વર કેમ કહેવામાં આવે છે, જાણો કારણ અને તેમના આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની અજાણી વાતો.

0
460

કહેવાય છે કે અહીં જમીનમાંથી પ્રગટ થઈ હતી ભગવાન વિષ્ણુની મૂર્તિ, જાણો કયું છે એ મંદિર.

આપણા દેશમાં ભગવાન વિષ્ણુના ઘણા મંદિરો છે જેના અલગ અલગ નામ છે. આવું જ એક મંદિર દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુપતિમાં તિરુમાલા પર્વત પર આવેલું છે. આ મંદિર તિરુપતિ બાલાજી તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની ઘણી બાબતો તેને ખાસ બનાવે છે.

તિરુપતિ બાલાજીને દેશનું સૌથી ધનિક મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરની ઘણી પરંપરાઓ છે, જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પર્વત પર સાત શિખરો હોવાને કારણે આ મંદિરને સાત શિખરોનું મંદિર પણ કહેવામાં આવે છે. મંદિરમાં દરરોજ લગભગ 50 હજારથી 1 લાખ ભક્તો દર્શન માટે પહોંચે છે. જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો વિશે.

1) મૂર્તિ પોતે અહીં પ્રગટ થઈ હતી : એવી માન્યતા છે કે અહીંના મંદિરમાં સ્થાપિત કાળા રંગની દિવ્ય મૂર્તિ કોઈએ બનાવી નથી, પરંતુ તે પોતે જ જમીનમાંથી પ્રગટ થઈ હતી. જાતે પ્રગટ થઈ હોવાને કારણે તેની ખુબ માન્યતા છે. લોકો વેંકટાચલ પર્વતને ભગવાનનું સ્વરૂપ માને છે અને તેથી તેના પર ચંપલ પહેરીને નથી ચાલતા.

2) આ કારણે અહીં વાળનું દાન કરવામાં આવે છે : એવી માન્યતા છે કે જે વ્યક્તિ પોતાના મનમાંથી તમામ પાપ અને અવગુણને અહીં છોડી દે છે, દેવી લક્ષ્મી તેના દરેક દુઃખોનો અંત લાવે છે. એટલા માટે લોકો પોતાના તમામ અવગુણો અને પાપોના રૂપમાં પોતાના વાળ અહીં છોડી દે છે. જેથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તેમના પર પ્રસન્ન થાય અને હંમેશા ધન-ધાન્યની કૃપા જળવાઈ રહે.

3) ભગવાન વિષ્ણુને વેંકટેશ્વર કેમ કહેવામાં આવે છે? આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તે મેરુપર્વતના સાત શિખરો પર બનેલું છે, જે ભગવાન શેષનાગનું પ્રતીક માનવામાં આવે છે. આ પર્વતને શેશાંચલ પણ કહેવામાં આવે છે. તેના સાત શિખરો શેષનાગના સાત ફેણનું પ્રતીક હોવાનું કહેવાય છે. આ શિખરોને શેષાદ્રિ, નીલાદ્રિ, ગરુડાદ્રિ, અંજનાદ્રિ, વૃષટાદ્રિ, નારાયણાદ્રિ અને વેંકટાદ્રિ કહેવામાં આવે છે. તેમાંથી ભગવાન વિષ્ણુ વેંકટાદ્રી નામના શિખર પર બિરાજમાન છે અને આ કારણે તેઓ વેંકટેશ્વર તરીકે ઓળખાય છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.