જે ઘરમાં હોય છે ગોમતી ચક્ર, ત્યાં રહેવા વાળા લોકોને થાય છે સુખ-સૌભાગ્ય અને સમુદ્રીની પ્રાપ્તિ.
જ્યોતિષ શાસ્ત્રમાં ગોમતી ચક્રને ખૂબ જ ઉપયોગી પથ્થર તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ એક ખાસ પ્રકારનો નાનો પથ્થર છે, જે ગોમતી નદીમાં જોવા મળે છે. તેનો રંગ સફેદ અને આછો પીળો હોય છે. ગોમતી ચક્રના એક ભાગમાં એક ગોળાકાર વર્તુળ જેવો આકાર કુદરતી રીતે ઉદ્ભવે છે. કહેવાય છે કે જે ઘરમાં પણ આ પથ્થર રહે છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ રહે છે. તે બધી સમસ્યાઓ દૂર કરે છે અને તમારા જીવનમાં દરેક પ્રકારના સફળતાનાં દરવાજા ખોલે છે. ચાલો જાણીએ ગોમતી ચક્ર સંબંધિત કેટલાક ખાસ ઉપાયો.
વાસ્તુ દોષની ખરાબ અસરથી બચવા માટે ઘર બનાવતી વખતે 11 સિદ્ધ ગોમતી ચક્રને મકાનના પાયામાં દક્ષિણ-પૂર્વ દિશામાં દબાવો.
બીમાર વ્યક્તિના માથા પરથી 21 સિદ્ધ અભિમંત્રિત ગોમતી ચક્ર ફેરવો અને તેને બીમાર વ્યક્તિના પલંગ સાથે બાંધો. આ ઉપાયથી તે જલ્દી સ્વસ્થ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો તેણે ગોમતી ચક્રની માળા પહેરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘણો ફાયદો થશે.

જો બાળકોના ભણતરમાં કોઈ સમસ્યા હોય તો સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કર્યા પછી 11 ગોમતી ચક્રને ગંગાજળથી ધોઈને બાળકોના અભ્યાસ ખંડમાં લાલ કપડામાં બાંધી દો.
દામ્પત્ય જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે 11 સિદ્ધ ગોમતી ચક્રને સફેદ કપડામાં બાંધીને ઘરની દક્ષિણ દિશામાં ફેંકી દો.
જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા હોવ તો તમારા ખિસ્સામાં 11 ગોમતી ચક્ર રાખો. તમે જે કામ માટે જશો તેમાં સફળતા મળશે.
સાત સિદ્ધ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને લોકર કે કેશ બોક્સમાં રાખવાથી ક્યારેય પણ ધનની અછત નથી રહેતી.
જો બાળકને નજર લાગી ગઈ છે તો ત્રણ ગોમતી ચક્રને કાળા કપડામાં કાળા દોરાથી બાંધીને તેના ગળામાં બાંધી દો.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)
આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.