જોક્સ :
“લો-હી-ની સગાઈ”
ડૉક્ટર : “તમારાં પત્નીને લો-હી-ની સખત જરૂર છે. એના લો-હી-ને મળતું આવતું લો-હી અમને મળતું નથી?”
પતિ : “ડૉક્ટર, તમે વાધણના લો-હી-ની અજમાયશ કરી જોઇ? કદાચ એ એને મળતું આવે!”
જોક્સ :
“મ-રે તમારા દુશ્મન”
પતિ : “ધાર કે હું મ-રી ગયો…”
પત્ની : “પ્લીઝ એવું કવેણા ના બોલો. તમે જાણો છો કે, મને સફેદ સાડી પહેરવી જરાય ગમતી નથી!”

જોક્સ :
“વહુ કે પુત્રી?”
વહુ : “તમે એ કેમ ભૂલી જાઓ છો કે, હું એક ખાનદાન અને રઈશ કુટુંબની પુત્રી છું!”
સાસુ : “પુત્રી નહીં પણ વહુ કહે વહુ!”
જોક્સ :
“ચીથરુંમાંથી ચીથરા”
“હું તને પરણ્યો ત્યારે તારી પાસે એક પણ ચીથરું નહોતું એ તને યાદ છે?”
“અને હવે ઘણાં છે!”
જોક્સ :
“માન ન માન”
પત્ની : “મારી સામે જુઓ. મારાં કપડાં એટલાં ગંદાં છે કે, આપણે ત્યાં કોઇ પણ ઘરે આવે તો મને તો રસોઈણ જ માને!”
પતિ : “આવનારને એક વાર જમાડી દેજે પછી નહીં માને!”
જોક્સ :
“ટકો મળે પણ તક ના મળે”
પત્ની : “ડૉકટર સાહેબ, મારા પતિ ઊંઘમાં ખૂબ જ બબડે છે!”
ડૉક્ટર : “તેમને દિવસે બોલવાની તક આપતા રહો!”
જોક્સ :
“વહુરાણીના વરઘોડા”
પપ્પુ : “પપ્પા, લગ્ન વખતે વરરાજાનાં જ કેમ વરઘોડા નીકળે છે ને વહુરાણીના કેમ નહીં!”
પપ્પા : “લગ્ન પછી વહુરાણીઓ વરરાજાનાં વરઘોડા કાઢતી જ હોય છે!”
જોક્સ :
“સૌંદર્યને પામતાં પહેલા”
“સ્ત્રી જેટલી સુંદર હોય છે એટલી જ મૂર્ખ પણ હોય છે!”
“સ્ત્રી સુંદર એટલા માટે હોય છે કે, પતિને પ્યારી લાગે અને મૂર્ખ એટલા માટે કે, પતિ એને પ્યારો લાગે!”
જોક્સ :
“તો?”
પતિ : “વહાલી, તારી જીભ ટૂંકી હોત તો?”
પત્ની : “વહાલા, તો તમારી જિંદગી લાંબી હોત!”
જોક્સ :
“ચાંદ કો ક્યા માલુમ?”
છોકરી : “અમેરિકાએ ચાંદ ઉપર ત્રણ પુરુષોને મોકલ્યા. સ્ત્રીઓને કેમ નહી?”
છોકરો : “ખુદ ચાંદને ચાંદ ઉપર જવું ગમે ખરું?”
જોક્સ :
“નસનસમાં બોનસ”
મારવાડી શેઠે મહેતાજીને કહ્યું, “મહેતાજી! તમે આ વર્ષે ઘણી જ સરસ કામગીરી બજાવી એ બદલ, તમને બોનસ રૂપે આ ચેક આપું છું.
અને ખાતરી આપું છું કે, આવતા વર્ષ જો આનાથી પણ સારી કામગીરી બજાવશો તો આ ચેક ઉપર મારી સહી કરી આપીશ.”
જોક્સ :
“કોના બાપનું”
બાબા : “બેટા, દાન કર તને સ્વર્ગ મળશે.”
રમેશ : “જરૂર મળશે ને, મહારાજ?”
બાબા : “મારા શબ્દોમાં શંકાને સ્થાન નથી. તને વૈકુંઠને કૈલાસ બન્ને મળશે.”
રમેશ : “મહારાજ, તમે ભગવા ઉતારી દો તો હું તમને અમદાવાદ, મુંબઇને દિલ્હી આપું.”
બાબા : “લુચ્ચા, અમદાવાદ, મુંબઇ ને દિલ્હી તારા બાપનું છે?”
રમેશ : “તો વૈકુંઠ નેં કૈલાસ શું તમારા બાપનું છે?”
જોક્સ :
“સસરાજી તરે છે!”
નવી વહુ : “બા! છાશ પર માખણ તરે છે, કાઢી લઉં?”
સાસુ : “ખબરદાર વહુ! બીજી વખત જો આવું બોલીતો.
તને ખબર નથી કે તારા સસરાજીનું નામ “માખણલાલ” છે, એટલે એમનું અપમાન થયું કહેવાય!”
નવી વહુ : “ભલે હવેથી નહીં બોલું.”
બીજે દિવસે છાશ વલોવી ત્યારે નવી વહુએ કહ્યું,
“બા, બા! છાશ ઉપર સસરાજી તરે છે, કાઢી લઉં?”
જોક્સ :
“છે હિંમત?”
શિક્ષક : “બાળકો! વાઘના બોડમાં ગયેલું કોણ જીવતું પાછું આવી શકે?”
વિદ્યાર્થી : “વાઘણ.”