મજેદાર જોક્સ : સસરો : તમે ડા-રુ પીવો છો એ અમને પહેલા જણાવ્યું કેમ નહીં. જમાઈ : તમારી છોકરી …

0
2814

જોક્સ :

છગન : તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા?

મગન : હું શ્રમદાન કરવા ગયો હતો.

છગન : મને કાંઈ સમજાયુ નહી.

મગન : મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.

જોક્સ :

પતિ : અરે તેં ફોન પર કહ્યું હતું કે આજે જમવામાં 2 ઓપ્શન હશે.

પણ અહીં તો ફક્ત દૂધીનું જ શાક છે.

પત્ની : હા, તો 2 ઓપ્શન છે જ ને.

પહેલું ખાવું હોય તો ખાવ અને બીજું ભૂખ્યા રહો.

જોક્સ :

મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યો ત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.

તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમ થઈ રહ્યો છે?

મોન્ટુ : આજે પહેલીવાર કોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.

તેનો મિત્ર : અરે વાહ! તેણે શું કહ્યું?

મોન્ટુ : હું ટ્રેનમાં બેઠો હતો અને તેણે કહ્યું, ગધેડા ઉભોથા અહીંથી, આ લેડીઝ સીટ છે.

જોક્સ :

દર્દી : ડોક્ટર સાહેબ તમારા દવાખાનામાં બે નર્સ ખૂબ જ બદમાશ છે.

ડોક્ટર : હા, તેમને જાણી જોઈને મૂકવામાં આવી છે.

દર્દી : કેમ ડોક્ટર?

ડોક્ટર : બીજી નર્સોને કારણે જો કોઈ દર્દી સાજો થઈને પણ ઘરે ન જાય, તો અમે આમને ડ્યૂટી પર લગાવી દઈએ છીએ.

જોક્સ :

છોકરી : હું લગ્ન પછી તારા બધા દુ:ખ વહેંચીશ.

છોકરો : પણ હું દુઃખી ક્યાં છું?

છોકરી : હું લગ્ન પછીની વાત કરું છું.

જોક્સ :

માસ્ટરજી : આ રૂઢિપ્રયોગનો અર્થ કહો – ‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’

વિદ્યાર્થી : પત્નીને તેના પિયર જતી અટકાવવી.

શિક્ષક મૂંઝવણમાં મુકાયા કે આટલી ઊંડી માહિતી આને કેવી રીતે મળી?

જોક્સ :

શિક્ષક : બોલ પિન્ટુ, હાથી અને માખીમાં શું ફરક હોય છે?

પિન્ટુ : સાહેબ, માખી સહેલાઈથી હાથી પર બેસી શકે છે, પરંતુ હાથી માખી પર બેસી શકતો નથી.

જોક્સ :

સસરો : તમે ડા-રુ પીવો છો એ અમને પહેલા જણાવ્યું કેમ નહીં?

જમાઈ : તમારી છોકરી લો-હી પીવે છે, તે તમે ક્યાં પહેલા જણાવ્યું હતું.

જોક્સ :

રમેશે તેના મિત્રને પૂછ્યું : તારો તારી પત્ની સાથેનો ઝઘડો પૂરો થયો કે નહીં?

મિત્ર : અરે એ ઘૂંટણિયે ચાલીને મારી પાસે આવી હતી.

રમેશ : શું વાત કરે છે, ખરેખર?

મિત્ર : હા તો, બીજું શું.

રમેશ : પછી શું કહ્યું તેણીએ?

મિત્ર : તે બોલી પલંગની નીચેથી બહાર આવો, હું તમને નહિ મા-રુ.

જોક્સ :

ટીના : હું આખી રાત સૂઈ ન શકી.

મીના : કેમ?

ટીના : આખી રાત મેં સપનામાં જોયું કે હું જાગી રહી છું.

જોક્સ :

રમેશ તેના મિત્ર સુરેશના ઘરે જમતો હતો.

રમેશ : યાર, તારો કૂતરો ઘણા સમયથી મારી સામે તાકી રહ્યો છે?

સુરેશ : તું ફટાફટ ખાઈ લે, નહીં તો એ તને કરડશે, કારણ કે તું તેના જ વાસણમાં ખાઈ રહ્યો છે.

જોક્સ :

વહેલી સવારે પત્ની ઊંઘમાંથી ઉઠતાં જ બોલી : સાંભળો છો?

પતિ : હા બોલ! શું થયું?

પત્ની : મને સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લાવ્યા છો.

પતિ : ઠીક છે, પાછી સૂઈ જા અને પહેરી લે.