જોક્સ :
છોકરીઓની એક સ્માઈલ કન્ફ્યુઝ કરી દે છે કે…
સમજ જ નથી પડતી કે હસીને જોઈ રહી છે કે જોઈને હસી રહી છે.
જોક્સ :
મમ્મી : અરે, ચિન્ટુ બજારમાંથી કપૂર લઈ આવ.
બંટી : અરે પણ એ તો કહો કે ક્યો કપૂર લાઉં?
શકિત કપૂર, અનિલ કપૂર કે શાહિદ કપૂર?
જોક્સ :
ટીટુ : આ પનીર મસાલા અને પનીર ટીક્કા મસાલામાં શું તફાવત હોય છે?
પિંકુ : અરે બહુ સરળ છે યાર, પનીર ટીક્કા મસાલા એટલે કે પનીરને ટીકો આપવામાં આવ્યો હોય છે.

જોક્સ :
ટપ્પુ : મમ્મી, બેંકમાં સર્વિસ કરતી સોસાયટીની પેલી નવી આંટીનુ નામ આજે મને ખબર પડી ગયું.
મમ્મી : તે કેવી રીતે?
ટપ્પુ : હું આજે જ્યારે પપ્પા સાથે બેંક ગયો હતો ત્યારે મેં એ આંટીને જોયા, તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા.
અને તેમના કાઉંટર પર તેમની નેમ પ્લેટ પણ મૂકી હતી જેની ઉપર લખ્યુ હતુ ‘ચાલુ ખાતુ’.
જોક્સ :
બે વાત હંમેશા યાદ રાખો :
દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતી જેટલી તે આધાર કાર્ડ પર દેખાય છે.
દરેક વ્યક્તિ એટલી સારી નથી હોતી જેટલી તેઓ તેમની Facebook પ્રોફાઇલ પર દેખાય છે.
જોક્સ :
એક માં એ બધા બાળકોને ભેગા કરીને કહ્યુ,
જે આખું અઠવાડિયું સૌથી વધુ આજ્ઞાકારી રહેશે તેને અઠવાડિયાના અંતે ઈનામ મળશે.
બાળકોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યુ,
તો તો ઈનામ પપ્પા સિવાય કોઈને નહી મળે.
જોક્સ :
પત્ની : બજારમાંથી દૂધની થેલી લેતા આવજો.
અને હા, જો તમને બજારમાં લીંબુ દેખાય તો 6 લેતા આવજો.
થોડી વાર પછી પતિ આવ્યો, તેના હાથમાં દૂધની 6 થેલી હતી.
પત્ની : દૂધની 6 થેલી?
પતિ : હા, મને બજારમાં લીંબુ દેખાયા એટલે.
હવે મને કહો કે પતિ ક્યાં ખોટો છે?
જોક્સ :
છગન : ગઈકાલે તું રસ્તા પર કેમ પડ્યો હતો.
મગન : કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી.
છગન : તેમાં જરૂરી શું હતું?
મગન : બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
જોક્સ :
પતિ : તું આટલી બધી બુમાબુમ કેમ કરે છે?
પત્ની : કારણ કે દરેક વખતે ભૂલ તમારી હોય છે.
પતિ : તું બકરી હોત તો સારું થાત.
પત્ની : તો તમે શું ઉખાડી લેત?
પતિ : પછી હું તને પૂછતે કે, જણાવ કોણ વધારે ભૂલ કરે છે?
અને તું મેં મેં કરતે.
જોક્સ :
ચિંટૂ (લગ્નમાં નવવધૂને રડતી જોઈને) : મમ્મી, આ કેમ રડી રહી છે?
મમ્મી : કારણકે એ તેના સાસરે જઈ રહી છે.
ચિંટૂ : તો ઠીક છે. મને લાગ્યું કે એની મમ્મી એને સ્કૂલ મોકલી રહી છે.
જોક્સ :
પરેશ અને જયેશ બંને ભાઈઓ એક જ વર્ગમાં ભણતા હતા.
શિક્ષક : તમે બંનેએ તમારા પિતાનું નામ અલગ-અલગ કેમ લખ્યું છે?
પરેશ : મેડમ, પછી તમે જ કહેશો કે અમે નકલ કરી છે, એટલે.
જોક્સને લાઈક અને શેર જરૂર કરજો.