મજેદાર જોક્સ : રમેશ : પણ તેં રમીલા સાથે સગાઈ કેમ તોડી નાખી. રાજેશ : એક દિવસ હું અને મારી …

0
5607

જોક્સ :

ચામડીના રોગના દાકતરને એક જણે પૂછ્યું :

આપ દાંત, હૃદય, આંખ, નાક કે કાનના દાકતર બનવાને બદલે ચામડીના રોગોના દાક્તર કેમ થયા?

દાકતરે કહ્યું : એના ઘણા લાભો છે. એક તો મારો દર્દી રાતના મને તંગ કરતો નથી.

બીજું તેવો દર્દી મોટે ભાગે એ દર્દથી મ-ર-તો નથી,

અને છેલ્લે ચામડીના રોગો જલદીથી મટતા નથી એટલે તો લાંબા સમય માટે મારા દર્દીઓ બની રહે છે.

જોક્સ :

કિસાન (જાનવરના દાક્તરને) : દાકતર સાહેબ, મારો આ બળદ પાંચ મિનિટ ઉભો રહે છે અને પાછો પડી જાય છે.

દસ મિનિટથી વધારે વાર ઊભો રહેતો નથી.

દાકતરે બળદને તપાસ્યો. રોગનું કારણ જાણી શકાયું નહીં એટલે સલાહ આપતાં દાક્તરે કિસાનને કહ્યું :

એક કામ કરો, બળદ ઊભો રહે કે તેને વેચી મારો.

જોક્સ :

શિક્ષક (વિદ્યાર્થીને) : આકાશમાં ચમકતી વીજળી અને ઘરમાં બળતી વીજળી એ બે માં શો ફરક છે?

વિદ્યાર્થા : આકાશમાં ચમકતી વીજળીનું બિલ આવતું નથી.

જોક્સ :

મેજિસ્ટ્રેટ (આરોપીને) : તારા પર શ-રા-બ પીને રસ્તા પર ફરવાનો આરોપ છે.

આ વિશે તારે કશું કહેવાનું છે?

આરોપી : સાહેબ, શ-રા-બ મેં કદી પીધો નથી અને ભવિષ્યમાં પીવાનો પણ નથી, શ-રા-બ બહુ ખરાબ ચીજ છે.

શ-રા-બથી સવારે ઊઠતાં ચક્કર આવે છે, માથું ભારે લાગે છે.

આનો મને અનુભવ છે, પછી હું શ-રા-બ પીઉં ખરો?

જોક્સ :

અભિનેત્રી (ભાવિ પતિને) : વહાલા, આપણે બંને લગન કરીએ તે પહેલાં હું મારા ભૂતકાળનાં પ્રેમ પ્રકરણો તમારી પાસે કબૂલ કરવા માગું છું.

ભાવિ પતિ : પણ ત્રણ મહિના પહેલાં તો તેં તારાં પ્રેમપ્રકરણોની કબૂલાત મારી સમક્ષ કરી હતી ને!

અભિનેત્રી : હા, પણ એ તો ત્રણ મહિના પહેલાંની કબૂલાત, પછીના સમયનું શું?

જોક્સ :

રમેશ : પણ તેં રમીલા સાથે સગાઈ કેમ તોડી નાખી?

રાજેશ : એક દિવસ હું અને મારી ભાવિ પત્ની રમીલા અને એનો ભાઈ એક મકાન જોવા ગયાં.

મકાન જોઈ એના ભાઈએ કહ્યું : મકાન ત્રણ માણસો માટે જરા નાનું પડશે.

બસ, મેં રમીલા સાથે સગાઈ તોડી નાંખી.

જોક્સ :

નોકર (શેઠાણીને) : શેઠાણીજી, ગજબ થઈ ગયો.

હમણાં જ એક આદમી શેઠને એક પેકેટ અને એક કાગળ આપી ગયો બસ ત્યારથી શેઠ બેહોશ થઈને પડ્યા છે અને હજી સુધી ભાનમાં આવ્યા નથી.

શેઠાણી : વાહ, લાગે છે કે ઝવેરીને મેં હારનો ઓર્ડર આપ્યો હતો એ હાર અને એનું બિલ જ એ હોવાં જોઈએ.

જોક્સ :

એક આલિશાન હોટલના રૂમ નંબર ૧૦૫ માં ૭૦ વરસના એક સજ્જન આરામ કરતા હતા.

ત્યાં જ એમના દરવાજે કોઈએ ટકોરા માર્યા.

સજ્જને ઉભા થઈ દરવાજો ખોલ્યો. એમની સામે એક યુવાન સુંદર યુવતી ઊભી હતી.

તરત એ સજ્જન સામે જોતાં બોલી : માફ કરજો. હું ખોટા રૂમમાં આવી ચડી.

સજ્જને હસતા-હસતા કહ્યું : વાંઘો નહિ. તું ખોટા રૂમમાં નહિ પણ પચાસ વરસ મોડી આવી છે.

જોક્સ :

ત્રણ મિત્રો હતા : તેઓ વાતોએ વળગ્યા.

એક મિત્ર : “હું તો ઈચ્છું કે, ૭૦ વર્ષની ઉંમરે હાર્ટફેલથી મારું મ-રુ-ત્યુ થાય.’

બીજો મિત્ર : “હું તો ઈચ્છું કે, ૮૦ વર્ષની ઉમરે કુદરતી મ-રુ-ત્યુ થાય એવું ઈશ્છું છું.

ત્રીજો મિત્ર : “હું તો ૯૦ વર્ષની ઉમરે કોઈ અદેખો પતિ એની પિ-સ્તો-લથી મારું ખૂ-નક-રે એવું ઈચ્છું છું.’