કોલકાતા મુંબઈથી પાછળ કેમ રહી ગયું, જયારે બ્રિટીશ કાળમાં બંનેની મહત્તા સમાન હતી, જાણો તેનું કારણ.

0
621

આ કારણે કોલકાતા રહી ગયું મુંબઈથી પાછળ, થઈ હતી એવી ભયંકર ઘટનાઓ કે વાંચીને રૂવાંટા ઉભા થઇ જશે.

કોલકાતા કેમ મુંબઈથી પાછળ રહી ગયું, જયારે બ્રિટીશ કાળમાં બંનેની મહત્તા સમાન હતી? કમલ પદમે તેનો જવાબ કોરી સાઈટ ઉપર આપ્યો છે.

હું કોલકાતામાં તે દિવસોમાં જન્મ્યો જ્યારે મુંબઈને કોલકાતાની સામે પછાત શહેર માનવામાં આવતું હતું. કોલકાતામાં ત્યારે ભારતની ટોપ 5 કંપનીઓ માંથી ત્રણ બીડલા, જેકે, થાપરની વડી કચેરીઓ હતી. ટાટા મુંબઈથી કોલકાતા શિફ્ટ થવાના હતા, એટલા માટે ટાવર પણ બનાવી લીધો હતો.

કોલકાતા લગભગ દરેક બહુદ્દેશીય કંપનીઓનું મુખ્યાલય હતું. ભારતના તમામ એયરપોર્ટને ભેગા કરીને પણ સૌથી વધુ વિમાન ઉડાડવાનું કોલકાતાથી સંચાલિત થતું હતું. કોલકાતા સમૃદ્ધ સંસ્કૃતિક વારસાનું કેન્દ્ર હતું અને સાથે જ જુદી જુદી સંસ્કૃતિઓનું પણ. તે બોદ્ધીકો, કલાકારો, ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોનું પસદગીનું સ્થાન હતું.

પણ પશ્ચિમ બંગાળ એક વિ-સ્ફો-ટ-ના સ્થાન ઉપર બેઠું હતું. રાજ્ય સરકારે તે સમયે કૃષિ ક્ષેત્રમાં જમીન સુધારણાનું કામ શરુ કર્યું. બહુસંખ્ય ખેતીવાળા હજુ પણ જમીન વગરના હતા. તેને બાંધેલા મજુરની જેમ કામ કરવું પડતું હતું. અત્યાર સુધીના સૌથી સારા મુખ્યમંત્રી ડૉ. વિધાન રોયના દુનિયા છોડ્યા પછી જમીન સુધારણાનું કામ બંધ થઇ ગયું.

કમ્યુનિસ્ટ પાર્ટીએ આ અવકાશને ભરી દીધો. તેમણે ઉદ્યોગપતિઓ, મહાજનો, શેઠ શાહુકારોને ગરીબનું શો-ષ-ણ કરવા વાળા જાહેર કરી દીધા અને તેની વિરુદ્ધ હિં-સા-શ-રુ કરી. તે એ સમય હતો જયારે સંપૂર્ણ વિશ્વમાં વામીઓના છદ્મ આદર્શવાદ ઉભરી રહ્યું હતું.

જયારે તે સત્તામાં આવ્યા તો મિલોમાં હડતાળ થવી સામાન્ય વાત બની ગઈ. અવાર નવાર હિં-સા-નું રૂપ લઇ લેતી, જેથી લોકોને જીવ પણ ગુમાવવો પડતો. સરકાર આ બધાનું સમર્થન કરતી. મોટા ઉદ્યોગપતિ મુંબઈ, દિલ્હી, કર્ણાવતી (અમદાવાદ), હૈદરાબાદ વગેરે શહેરો તરફ ભાગવા લાગ્યા.

આદિત્ય બીડલાને તેમની કાર માંથી બહાર ખેંચી લેવામાં આવ્યા, જયારે તે તેના અને મુખ્યમંત્રી કાર્યાલય વચ્ચે અડધો કી.મી.નો રસ્તો પસાર કરી રહ્યા હતા. તેના ક-પ-ડા-ફા-ડી નાખવામાં આવ્યા અને તેની ઉપર ગં-દી કમેન્ટ કરવામાં આવી જયારે તે તેના ફાટેલા કપડા સાથે તેના કાર્યાલયમાં દાખલ થયા. તે સાંજ પછી તે પુનઃ ક્યારે પણ પશ્ચિમ બંગાલ ન ગયા. તેમણે તેના સંપૂર્ણ સંગઠનને મુંબઈ સ્થળાંતરીત કરી દીધું.

ટાટાએ તરત પોતાનો નિર્ણય બદલી લીધો અને મુંબઈથી જ તેમનું કામ ચાલુ રાખ્યું. જેકે અને થાપરે પણ ડરીને બંગાલ છોડી દીધું. નાની એવી કંપનીઓ જ બાકી રહી હતી, તે પણ ખુબ જ ઓછા ક્ષેત્રમાં.

ત્યારે ફેબ્રુઆરી 1968 માં રવીન્દ્ર સરોબર સ્ટેડીયમમાં અશોક કુમાર નાઈટનું આયોજન હતું. તે કાર્યક્રમ કમ્યુનિસ્ટ પાર્ટીના ગું-ડા-ઓ-થી-ભ-રા-ઈ ગયું. સ્ત્રીઓને પ-ક-ડી-ને ખેં-ચી-ગ-યા, બ-ળા-ત્કા-ર કરવામાં આવ્યો અને છેલ્લે મા-રી-ના-ખ-વા-માં આવી.

તેમની ન-ગ્ન-લા-શ બીજા દિવસે સ્ટેડીયમના તળાવમાં તરતી મળી. કમ્યુનિસ્ટ પાર્ટીએ તેમનો એવું કહીને બચાવ કર્યો કે તે અભીજાત્ય વર્ગની વિરુદ્ધ ગરીબોની ક્રાંતિ હતી.

ધંધાદારી બીજા શહેરો તરફ ભાગી ગયા. દિલ્હી અને તેની પાસેના ગામ ફરીદાબાદ, ગાઝીયાબાદ વગેરે આ ઉદ્યોગોનું નવું કેન્દ્ર બની ગયું. કર્ણાવતી, વડોદરા, રાજકોટે ભાગેલા ગુજરાતીઓ, મારવાડીઓ, પારસીઓને આકર્ષિત કર્યા. મોટી અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓએ પોતાનું સંપૂર્ણ છોડીને ભાગવામાં ભલુ સમજ્યું.

– જીતેન્દ્ર સિંહ.

(દિનેશ પટેલની વોલ પરથી)