જોક્સ :
રમેશભાઈ : આજે અમારી નોકરાણીની રજત જયંતી છે.
મુકેશભાઈ : શું આપને ત્યાં કામ કરતાં એને પચીસ વર્ષ થયા!
રમેશભાઈ : ના, આજે અમે પચીસમી નોકરાણી રાખી.
કોઈ નોકરાણી અમારે ત્યાં ટકતી જ નથી.
જોક્સ :
પુત્ર (પિતાને) : પિતાજી! યુધિષ્ઠિર કોણ હતા?
પિતાજી : બેટા જરા રામાયણ લાવ. એમાં જોઈને કહું કે યુધિષ્ઠિર કોણ હતા?

જોક્સ :
શિક્ષક : કનુ, પાણીપતની કેટલી લડાઈઓ થઈ?
કનુ : સાત.
શિક્ષક : જરા ગણાવ તો.
કનુ : એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત.
જોક્સ :
રમેશ : તેં પછી કમલા સાથે લગ્ન ન કર્યા.
કમલેશ : નારે ના, એ કોઈ બીજાને ચાહતી હતી.
રમેશ : બીજાને?
કમલેશ : હા, એકવાર હું એના ઘર પર ગયો,
ત્યારે ઓરડમાં એની માતાને કહી રહી હતી શેક્સપિયર મને પ્રિય છે,
એના પર હું મુગ્ધ છું. એનો જેવો જડવો મુશ્કેલ છે.
જોક્સ :
વકીલ : તો છગનભાઈ, તમે મારી સલાહ લેવા આવ્યા છો?
છગનભાઈ : હા!
વકીલ : જુઓ તમારા કેસની ફી મને રોકડા અગાઉથી આપવી પડશે પહેલાં ફી પછી કેસ.
છગનભાઈ : રોકડા ન આપું ને કોઈ વસ્તુ આપું તો?
વકીલ : ચાલશે? શું આપશો?
કાર. છગનભાઈએ કહ્યું.
વકીલ : હં….. તો બોલો તમારા પર શાનો આરોપ છે?
કાર ચોરવાનો. છગનભાઈએ કહ્યું.
જોક્સ :
એક ફકીર એક મકાનના દરવાજા પર ઊભો રહીને મોટેથી બોલ્યો :
અલ્લાહના નામ ઊપર કશુંક આપો.
અંદરથી અવાજ આવ્યો : બીબી ઘરમાં નથી.
ફકીર બોલ્યો : બીબી આપને મુબારક હો! મારે તો રોટી જોઈએ. બીબી લઈને હું શું કરું?
જોક્સ :
દક્ષિણ ભારતના નેતાએ હિંદીમાં પ્રવચન કરતા કહ્યું :
સજ્જનો અને સન્નારીઓ, હિંદી ભાષા મારા માટે મારી બીબી જેવી છે,
જેને હું પ્યાર કરું છું. પણ એના પર મારો કોઈ અધિકાર નથી.
જોક્સ :
મગન : અરે, ભાઈ કુતરાથી શા માટે ડરે છે. એ ભસે છે પણ કરડતો નથી.
અને પેલી કહેવત તો છે કે ભસતા કૂતરા કરડે નહીં. આ કહેવત શું તેં નથી સાંભળી?
મિત્ર : મેં તો એ કહેવત સાંભળી છે, પણ આ કૂતરાએ સાંભળી નહીં હોય!
જોક્સ :
યુવતી : જો આપણાં લગ્ન થાય તો તમે સિ-ગા-રેટ પીવાનું છોડી દેશોને?
યુવક : હા!
યુવતી : શ-રા-બ પીવાનું?
યુવક : એ પણ છોડી દઈશ.
યુવતી : જુ-ગા-ર રમવાનું?
યુવક : એ પણ છોડી દઈશ.
યુવતી : બીજું શું શું છોડી દેશો?
યુવક : લગ્ન કરવાનો વિચાર.
જોક્સ :
મનોરબાબુ : વેણીભાઈ, તમારો બટુક મારા ચાળા પાડે છે.
એને જરા વારજો! નહીં તો પછી એનું પરિણામ સારું નહીં આવે હોં.
વેણીભાઈ : ભાઈ, એને મેં કંઈ વાર વાર્યો કે, બેવકૂફની નકલ ન કર્યા કર! પણ મારું માને કોણ?
જોક્સ :
ન્યાયાધીશ (આરોપીને) : તે ઝવેરીની દુકાનેથી હાર કેમ ચોર્યો હતો?
આરોપી : કેમકે દુકાન પર લખ્યું હતું કે, દીપાવલીના શુભ અવસરનો લાભ ઉઠાવો.
જોક્સ :
બસમાં સાવ અંધારું હતું. થોડીવાર પછી લાઈટ થઈ.
ચીમને બાજુમાં બેઠેલા છગનને ગુસ્સાથી પૂછ્યું :
તેં અંધારામાં મારી બૈરીની છે-ડતી શું કામ કરી?
છગને જવાબ આપતાં કહ્યું : હા યાર! મને પણ અજવાળામાં જોઈ એ જ વાતનો પસ્તાવો થાય છે.