મજેદાર જોક્સ : પત્ની : તમે ઊંઘમાં મને ગાળો કેમ આપતા હતા. પતિ : ના તને કોઈ ગેરસમજ થઈ છે. પત્ની : કેવી

0
6164

જોક્સ :

મહેશ (દીકરાને) : જો દીકરા, જુ-ગા-ર ના રમ, આ એવી આદત છે કે જેમાં આજે જીતશે તો કાલે હારી જઈશ,

પરમદિવસે જીતશે તો તેના બીજા દિવસે હારી જઈશ.

દીકરો : બસ પપ્પા, હું સમજી ગયો, હવેથી હું એક દિવસ છોડીને રમીશ.

જોક્સ :

પત્ની : તમે ઊંઘમાં મને ગાળો કેમ આપતા હતા?

પતિ : ના તને કોઈ ગેરસમજ થઈ છે.

પત્ની : કેવી ગેરસમજ?

પતિ : એ જ કે હું ઊંઘમાં હતો.

ત્યારથી પતિની ઊંઘ ઉડી ગઈ છે.

જોક્સ :

છગને મગનને પૂછ્યું : મગન ભાઈ, જેને સંભળાતું ન હોય તેને શું કહેવાય?

મગન બોલ્યો : ભાઈ તેને કંઈ પણ કહેશે તો ચાલશે, તે ક્યાં કાંઈ સાંભળવાનો છે.

જોક્સ :

પત્નીનો જન્મદિવસ હતો.

પતિએ તેને ભેટમાં ઘડિયાળ આપી.

પત્ની : સમય જોઈને મને શું મળશે? મેં તમારી સાથે લગ્ન કર્યા ત્યારથી જ મારો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો.

પતિને આઘાત લાગ્યો.

તે ઘડિયાળ પાછી આપીને પતિ દાગીના લઈને આવ્યો.

પત્ની : પૈસાનો બગાડ કર્યો છે. આ સાવ જૂની ડિઝાઈન છે.

અને આમ પણ હું ક્યાં આ બધું પહેરી શકું છું. છેલ્લી વાર મેં 2 મહિના પહેલા તમારી બહેનના લગ્નમાં પહેર્યા હતા.

પતિ મૂંઝવણમાં પડ્યો.

પછી તે ઘરેણાં આપી મોબાઈલ લઇ આવ્યો.

પત્ની : મારી પાસે પહેલેથી એક મોબાઈલ છે. અને તમે જે લઈને આવ્યા છો તેના કરતા જે તમારી પાસે છે એ વધારે સારો છે.

પતિ : ઠીક છે, તો હું બદલીને મારા જેવો લઇ આવું છું.

પત્ની : રહેવા દો, તે મોંઘો પડી જશે. અને મને તેના ફંક્શનમાં ખબર પડતી નથી.

પતિ ફરી ટેંશનમાં આવી ગયો.

પતિ મોબાઈલ પાછો આપીને પરફ્યુમ, સેન્ટ, ડિયો મેકઅપ કીટ વગેરે લઇ આવ્યો.

પત્ની : આ જે લોકો નહાતા ન હોય તેમના ધતિંગ છે. અને આ વસ્તુઓ મને આપીને તમે શું સાબિત કરવા માંગો છો?

પતિનું માથું ચકરાવા લાગ્યું.

પતિ એ બધું પાછું આપીને સિલ્કની સાડી લઈને આવ્યો.

પત્ની : આજકાલ આવી સાડી કોણ પહેરે છે?

પતિના મગજનું દહીં થઇ ગયું.

સાડી પાછી આપીને પતિ સલવાર સૂટ લઈને આવ્યો.

પત્ની : ફરી પૈસા વેડફીને આવ્યા ને. કબાટમાં આટલા બધા સલવાર સૂટ એમ જ પડી રહ્યા છે.

પતિનું માથું દુ:ખવા લાગ્યું.

તે સલવાર સૂટ પાછા આપીને ફૂલોનો ગુલદસ્તો લઈને આવ્યો.

પત્ની : આ ફૂલમાં શું કામ પૈસાનું પાણી કરી આવ્યા? આના કરતાં વધુ સારા ફૂલો તો બહાર કુંડામાં ઉગે છે.

પતિ બહાર જઈને કુંડામાંથી ફૂલ લઈ આવ્યો.

પત્ની : આ ફૂલ કેમ તોડ્યા? મેં તેને આવતી કાલે સવારની પૂજા માટે રાખ્યા હતા.

પતિની હાલત ખરાબ થઇ ગઈ અને ભેટમાં કાંઈ આપ્યું નહિ.

તેના થોડા દિવસ પછી પત્નીએ પતિને પૂછ્યું : આજે કયો દિવસ છે?

પતિ : ગુરુવાર.

પત્ની : તારીખ કઈ છે?

પતિ : 12 મી મે.

પત્ની : તો?

પતિ : તો શું?

પત્ની : હેપ્પી એનિવર્સરી.

પતિ : તને પણ હેપ્પી એનિવર્સરી

પત્ની : બસ ખાલી હેપ્પી એનિવર્સરી? મારી ભેટ ક્યાં છે?

બિચારો પતિ ગાંડા જેવો થઈને રોડ પર રખડી રહ્યો.