કયું પ્રાણી 3 વર્ષ સુધી ઊંઘે છે, શું તમને આવડે છે સરકારી નોકરીના આ ઈન્ટરવ્યુંમાં પૂછાતા પ્રશ્નોના જવાબ.
સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો સખત મહેનત કરે છે. ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરી દે છે પરંતુ ઇન્ટરવ્યૂ ક્લિયર કરી શકતા નથી. તેનું એક કારણ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતા મુશ્કેલ પ્રશ્નો છે. ઇન્ટરવ્યુમાં વારંવાર આવા મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબો ઉમેદવારોને વિચારતા કરી દે છે. આવો તમને જણાવીએ આવા જ કેટલાક સવાલોના જવાબ.
પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે પાણી પીધા પછી મ-રી-જાય છે?
જવાબ : તરસ એવી વસ્તુ છે કે તે પાણી પીધા પછી મ-રી-જાય છે.
પ્રશ્ન : વિશ્વનો એવો કયો દેશ છે જ્યાં સાપ જોવા મળતા નથી?
જવાબ : ન્યુઝીલેન્ડ દુનિયાનો એવો દેશ છે જ્યાં સાપ જોવા મળતા નથી.
પ્રશ્ન : તે કોણ છે કે જેના શરીરમાં બેક્ટેરિયા નથી હોતા?
જવાબ : નવજાત બાળકના શરીરમાં કોઈ બેક્ટેરિયા હોતા નથી.
પ્રશ્ન : ભારતમાં જે દોરડા વડે ફાં-સી આપવામાં આવે છે તેનું નામ શું છે?
જવાબ : ભારતમાં જે દોરડા વડે ફાં-સી આપવામાં આવે છે તેનું નામ મનીલા રોપ છે.
પ્રશ્ન : વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ કયા દેશમાં છે?
જવાબ : ભારતમાં વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ છે.

પ્રશ્ન : એક ટન ન્યૂઝ પેપર બનાવવા માટે કેટલા વૃક્ષો કાપવામાં આવે છે?
જવાબ : એક ટન ન્યૂઝ પેપર બનાવવા માટે સરેરાશ 24 વૃક્ષો કાપવામાં આવે છે.
પ્રશ્ન : આસામનો પ્રખ્યાત તહેવાર કયો છે?
જવાબ : બિહુ.
પ્રશ્ન : પથ્થરને પાણીમાં નાખ્યા પછી તે કેવો થઇ જશે?
જવાબ : ભીનો.
પ્રશ્ન : કઈ મરઘી લીલા રંગના ઈંડા મૂકે છે?
જવાબ : નેડી હેન. (nedy hen)
પ્રશ્ન : માનવ શરીરનું કયું અંગ દર બે મહિને બદલાય છે?
જવાબ : આઈબ્રો.
પ્રશ્ન : એવું કયો જીવ છે જે જીભથી નહીં પણ પગથી બધું ચાખે છે?
જવાબ : પતંગિયું તેના પગથી દરેક વસ્તુનો સ્વાદ ચાખે છે.
પ્રશ્ન : કયું પ્રાણી 3 વર્ષ સુધી ઊંઘે છે?
જવાબ : દરિયાઈ ગોકળગાય એવું પ્રાણી છે જે ત્રણ વર્ષ સુધી ઊંઘે છે.