ઉનાળામાં સફેદ કપડાથી તમને મળશે કુલ લુક, આ હિરોઈનો આપી રહી છે ટિપ્સ.

0
258

તમે ઉનાળામાં કમ્ફર્ટેબલ અને સ્ટાઈલીશ લુક શોધી રહ્યા છો તો આ લેખ તમારી મદદ કરી શકે છે.

ઉનાળાની સિઝન શરૂ થતાં જ દરેક વ્યક્તિ આરામદાયક કપડાંની શોધમાં હોય છે. પરંતુ જો તમે કમ્ફર્ટ સાથે સ્ટાઇલમાં સમાધાન કરવા માંગતા નથી, તો આ ટિપ્સ તમારા કામમાં આવશે. ઉનાળામાં કુલ લુક અને ઠંડક માટે આ દિવસોમાં સફેદ કપડાં વધુ ટ્રેન્ડમાં આવે છે. પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે સફેદ પોશાકમાં કેવી રીતે સ્ટાઈલિસ દેખાવું? તો તમે બોલીવુડની હિરોઈનોના લુકને કોપી કરી શકો છો. તે ખૂબ જ સ્ટાઇલિશ અને આરામદાયક સફેદ આઉટફિટમાં એકદમ ગોરજીયર્સ દેખાય છે.

આમ પણ ઉનાળાની ઋતુમાં એવું કંઈક પહેરવાનું મન થાય છે, જે પહેરવામાં આરામદાયક તો હોય જ પરંતુ તેને જોવા પર તે આંખોને પણ આરામ આપે. આવી સ્થિતિમાં, સફેદ પોશાકથી વધુ સારું કંઈ નથી. બાય ધ વે, બૉલીવુડ હિરોઇનો એ સફેદ સાડીનો ટ્રેન્ડ ચલાવ્યો છે. પરંતુ આજે અમે વેસ્ટર્ન વેરમાં સફેદ આઉટફિટ્સની ટિપ્સ આપીશું.

જો તમે કમ્ફર્ટેબલ, કુલ અને સ્ટાઇલિશ લુકમાં દેખાવા માંગતા હોવ, તો તમે કિયારા અડવાણીનો આ લુક અજમાવી શકો છો. સફેદ ટી-શર્ટ, જોગર પેન્ટ સાથે ખુબ સરસ લાગે છે. તેમજ કિયારાએ આ આઉટફિટને સફેદ શૂઝ સાથે મેચ કર્યો છે. જે ગરમીમાં ફરવા જવા માટે પરફેક્ટ આઉટફિટ બની શકે છે.

સફેદ સાડી ઘણી બધી સ્ટાઈલથી પહેરી શકાય છે. સ્ટ્રેટ કટ પેન્ટ સાથે વન શોલ્ડર ટોપમાં તમે ખૂબ જ સુંદર લાગી શકો છે. આ લુક ડિનર ડેટથી લઈને નાઈટ આઉટ સુધી પણ પરફેક્ટ બની શકે છે.

સિમ્પલ ફીટેડ શર્ટ અને સ્ટ્રેટ કપ લૂઝ પેન્ટ સાથે દીપિકા પાદુકોણના લુકને પણ તમારી પોતાની સ્ટાઇલ એડ કરીને અપનાવી શકાય છે. આ માત્ર આરામદાયક લુક ની સાથે તે દેખાવમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. જો તમે ઇચ્છો, તો તમે સ્નીકર શૂઝ અથવા હીલ્સ સાથે આ દેખાવને મેચ કરી શકો છો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.