સફેદ અને ચમકતા દાંત માટે અપનાવો આ ટીપ્સ, તરત દુર થઇ જશે દાંતોની પીળાશ.

0
678

પીળા દાંતને કારણે ફોટા પડાવતા સમયે શરમ અનુભવવી પડે છે તો તેને સાફ કરવા માટે અજમાવો આ ઉપાયો.

વધુ ચા અને કોફી પીવાની ટેવ અને ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવાને કારણે દાંત પીળા પડવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તેનાથી દાંત ખરાબ થઇ શકે છે. દાંતનો આ પ્રોબ્લેમ જો તમને પણ છે તો કેટલીક સરળ ટીપ્સ અપનાવો. તેનાથી ફાયદો મળશે.

હુંફાળા પાણીનો ઉપયોગ કરો : જો તમે યોગ્ય રીતે બ્રશ કરો છો અને ચા કે કોફી પીધા પછી ગરમ પાણીથી કોગળા કરો છો, તો દાંત પીળા પડવાની સમસ્યા તમને પરેશાન નહિ કરે. ખાવાનું ખાધા પછી કે ચા કોફી પીધા પછી હુંફાળા પાણીથી કોગળા કરો. તેનાથી ફાયદો મળશે.

સંતરા દુર કરશે દાંતની પીળાશ : સંતરા ખાવાથી દાંતની પીળાશની સમસ્યા દુર થશે. સંતરામાં વિટામીન સી હોય છે. જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે દાંતના બેક્ટેરિયા દુર કરે છે, જે પ્લાકને કારણે બને છે. સંતરાની છાલને દાંત ઉપર ઘસવાથી પણ ફાયદો થશે. રોજ રાત્રે સંતરાની છાલને દાંત ઉપર ઘસો. ત્યાર પછી બ્રશ કરી લો.

સફરજન ખાવ : સફરજન દાંતના ડાઘ અને પીળાશ દુર કરશે. તેનાથી તમારા દાંત સફેદ અને ચમકદાર બનશે. સફરજનમાં મૈલિક એસીડ હોય છે, જે એક નેચરલ વાઈટનીંગ એજંટ છે. રોજ એક સફરજન ખાવ તે દાંતને એક્સફોલિએટ કરવામાં મદદરૂપ થશે અને ડાઘ સાથે બેક્ટેરિયા પણ દુર કરશે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસખા અને સામાન્ય જાણકારીઓ ઉપર આધારિત છે, તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.