ફોટામાં દેખાતી વસ્તુનો ઉપયોગ શું, શું તમને એનું નામ ખબર છે, અહીં જાણો તેના વિષે.

0
1036

શહેરના લોકોને ખબર નહીં હોય આ ફોટામાં દેખાતી વસ્તુ શું છે, તેનો ઉપયોગ શું થાય છે, ગામડા વાળા સારી રીતે જાણતા હશે તેના વિષે.

છેલ્લા 10-15 વર્ષમાં વિજ્ઞાને ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી છે. અગાઉ જ્યાં ગામડાઓમાં કુવાઓમાંથી પાણી કાઢવામાં આવતું હતું ત્યાં હવે કુવાઓ લુપ્ત થવાની અણીએ પહોંચી ગયા છે. હવે ભાગ્યે જ કોઈ ગામમાં લોકો કૂવામાંથી પાણી કાઢીને પાણી પીતા હશે. પહેલા લોકો કૂવામાંથી દોરડા અને ડોલની મદદથી પાણી કાઢીને તે પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હતા. જૂના જમાનામાં ગામડાઓમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત કૂવો હતો.

ચિત્રમાં બતાવેલ ઓજારનું નામ આપો :

આજે અમે તમને એક ફોટો બતાવવા જઈ રહ્યા છીએ. તમારે તેમાં દેખાતા સાધનનું નામ જણાવવાનું છે. આ સાથે એ પણ જણાવવાનું છે કે આ ફોટામાં દેખાતા ઓજારનો શું ઉપયોગ છે? અમે તમને એક સંકેત માટે જણાવી દઈએ કે, ફોટામાં દેખાતા ઓજારનું કૂવા સાથે કનેક્શન છે. આપણે ઘણી બધી જૂની વાતોને સાવ ભૂલી ગયા છીએ. જ્યારે સોશિયલ મીડિયા પર જૂની વસ્તુઓના ફોટા સામે આવે છે, ત્યારે લોકો એકબીજાને પૂછવા લાગે છે કે તે શું છે?

જેઓ ઉંમરમાં થોડા મોટા છે અને ગામડાના છે, તેઓને આ ચિત્રમાં દેખાતા સાધન વિશે જાણકારી હશે. પરંતુ શહેરના લોકોને ભાગ્યે જ આ સાધન વિશે કોઈ જાણકારી હશે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આ સાધનનો ઉપયોગ આજે પણ થાય છે. જો તમને આ ફોટામાં દેખાતા ઓજાર વિશે કંઈ ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવો. તમે આ ફોટો તમારા મિત્રોને પણ મોકલી શકો છો અને તેમની બુદ્ધિ ચકાસી શકો છો.

જાણો સાચો જવાબ શું છે?

જો તમને હજુ સુધી ફોટામાં દેખાતા ઓજાર વિશે ખબર પડી નથી, તો અમે તમને સાચો જવાબ જણાવીએ છીએ. તમને જણાવી દઈએ કે ફોટામાં દેખાઈ રહેલા ઓજારને ઘણી જગ્યાએ કાંટો કહેવામાં આવે છે, જ્યારે ઘણી જગ્યાએ તેને ઝગ્ગડ કહેવામાં આવે છે. ગુજરાતમાં તે વિવિધ નામોથી ઓળખાય છે જેમકે મીંદડી, બિલાડી, વાંદરી બીલાડી, બલાડિ વગેરે. તેનું મુખ્ય કામ કૂવામાં પડી ગયેલી ડોલને કાઢવાનું છે. તેની સાથે જોડાયેલા કાંટા કૂવામાં પડી ગયેલી ડોલને સરળતાથી બહાર કાઢી દે છે. આ ફોટો dc_sanjay_jas નામના યુઝરે ટ્વિટર પર શેર કરી છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.