શું તમે આ મુશ્કેલ પ્રશ્નનો જવાબ આપી શકો છો, કલાકો સુધી તાકી રહ્યા બાદ પણ લોકોનો પરસેવો છૂટી ગયો

0
670

ગણિતનો કોયડો : સૌથી પહેલા કયા ગ્લાસમાં ભરાશે પાણી, મોટાભાગના લોકો નથી આપી શક્યા સાચો જવાબ.

ઘણી વખત એવું બને છે કે આપણને સામે પડેલું કશું દેખાતું નથી. તેનો અર્થ એ નથી કે તમારી દૃષ્ટિ નબળી છે, પરંતુ આપણી આંખો તેને સરળતાથી શોધી શકતી નથી. આવું જ કંઈક આ તસવીરમાં જોવા મળ્યું.

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આવી અનેક ટ્રીકી તસવીરો વાયરલ થઈ રહી છે, જેના જવાબ આપતા લોકોને પરસેવો છૂટી જાય છે. કલાકો સુધી તસવીર તરફ જોયા પછી પણ સાચો જવાબ મળતો નથી. લોકો કાં તો ઉતાવળમાં ખોટા જવાબો આપે છે અથવા તેઓ સમજી શકતા નથી કે જવાબ શું હોઈ શકે. આવો તમને એક એવી જ તસવીરનો પરિચય કરાવીએ, જેને જોયા પછી તમે પણ વિચારમાં પડી જશો.

ગણિતના પ્રશ્ને લોકોને માંથુ ખંજવાળતા કરી દીધા :

સોશિયલ મીડિયા પર એક ફેસબુક પેજ પર ગણિતનો એવો સવાલ પૂછવામાં આવ્યો હતો, જેને ઉકેલવા માટે લોકો ઈન્ટરનેટ પર ઝગડી પડ્યા હતા. લોકોએ પ્રશ્ન ઉકેલવાની તેમની પદ્ધતિને શ્રેષ્ઠ અને સરળ કહેવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે ટોની પેજ નામના યુઝરે ફેસબુક પર એક સવાલ પૂછ્યો હતો, જેના જવાબ વિશે ઈન્ટરનેટ પરના અન્ય યુઝર્સ ખુબ વિચાર કરી રહ્યા છે.

છેવટે, પાણી પહેલા કયા ગ્લાસમાં ભરાશે?

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે નળમાંથી પાણી નીકળી રહ્યું છે. લોકોને પૂછવામાં આવ્યું કે પહેલા કયા ગ્લાસમાં પાણી ભરાશે, કારણ કે ગ્લાસ એકબીજા સાથે જોડાયેલા છે અને કેટલાક ગ્લાસ બ્લોક થઈ રહ્યા છે. તમારે લાંબા સમય સુધી તમારું મગજ દોડાવવું પડશે અને પછી તમને સાચો જવાબ મળશે.

માથું ચકરાઈ ગયું ને? શું તમને સાચો જવાબ મળ્યો? જો તમે હજી પણ મૂંઝવણમાં છો, તો ચાલો તમને સાચો જવાબ જણાવીએ. આ તસવીરમાં, 3 નંબરનો ગ્લાસ પહેલા ભરાશે, કારણ કે પાણીનો પ્રવાહ પહેલા નંબર ત્રણ ગ્લાસ તરફ આવશે અને ત્રણ નંબરના ગ્લાસમાંથી પાણી ન તો ચારમાં જશે અને ન તો પાંચમાં જશે.