જો તમારા ઘરમાં એક જ ભાડૂઆત વર્ષોથી રહેતો હોય તો શું તે ઘર પર કબજો કરી શકે છે, જાણો તેના નિયમ વિષે
ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે ભાડૂઆત લાંબા સમયથી ભાડું આપ્યા પછી મકાનમાલિકને મકાન ખાલી કરવાની ના પાડી દે છે. આનાથી મકાનમાલિકોને ડર લાગે છે કે કોઈપણ ભાડૂઆત એકવાર લાંબા સમય સુધી ભાડે રહ્યા પછી તેમની મિલકત પર કબજો કરી શકે છે. આને લગતા અનેક પ્રકારના સમાચારો પણ બહાર આવતા રહે છે, જેમાં ભાડુઆતનું ઘર ખાલી ન કરવાની વાત સામે આવે છે.
કાયદો પણ અમુક સંજોગોમાં ભાડૂતોને લાંબા સમય સુધી રહ્યા પછી મિલકતનો કબજો મેળવવાની સત્તા આપે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કાયદો શું કહે છે? શું કોઈ ભાડૂઆત ખરેખર થોડા સમય પછી મિલકત પર માલિકી સાબિત કરી શકે છે. અથવા મકાનમાલિકોને પણ અધિકાર છે કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે ભાડૂઆત પાસે ઘર ખાલી કરાવી શકે છે.

કાયદો શું કહે છે?
એડવોકેટ ચેતન પારીકના જણાવ્યા પ્રમાણે, ‘જોવા જઈએ તો, મકાનમાલિકની મિલકત પર કોઈ ‘ભાડૂઆત’ નો કોઈ અધિકાર નથી હોતો. પરંતુ અમુક સંજોગોમાં ભાડે રહેતી વ્યક્તિ તેના પર પોતાનો હક વ્યક્ત કરી શકે છે. પરંતુ, ‘સંપત્તિ હસ્તાંતરણ અધિનિયમ’ (ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ) મુજબ, એડવર્સ પઝેસનમાં આવું નથી થતું અને આમાં જેના પર મિલકતનો કબજો હોય છે તે તેને વેચવાનો અધિકારી પણ હોય છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કોઈ મિલકત પર એડવર્સ પઝેશન રાખે છે, તો તેને મિલકત પર અધિકાર મળી જાય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ પોતાની મિલકત પોતાના જાણકાર વ્યક્તિને રહેવા માટે આપી હોય અને તે ત્યાં 11 વર્ષથી વધુ સમયથી રહેતો હોય, તો તે તે મિલકત પરનો અધિકાર જતાવી શકે છે. તેનાથી વિપરિત, જો કોઈ ભાડુઆત હોય અને મકાનમાલિક સમયાંતરે ભાડા કરાર બનાવતો રહેતો હોય તો તેમને કોઈ સમસ્યા નહિ થાય. આ સ્થિતિમાં કોઈ તેમની મિલકતનો કબજો લઈ શકશે નહીં.
શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મર્યાદા અધિનિયમ (લિમિટેશન એક્ટ) 1963 હેઠળ, ખાનગી સ્થાવર મિલકત પર મર્યાદાની વૈધાનિક અવધિ 12 વર્ષ છે, જ્યારે સરકારી સ્થાવર મિલકતના કિસ્સામાં તે 30 વર્ષ છે. આ સમયગાળો કબજાના દિવસથી શરૂ થાય છે. જણાવી દઈએ કે કાયદો તે વ્યક્તિ સાથે છે, જેણે 12 વર્ષથી વધુ સમયથી સ્થાવર મિલકતના પર કબજો કરી રાખ્યો હોય. જો તેને 12 વર્ષ પછી ત્યાંથી દૂર કરવામાં આવે છે, તો તેને ફરીથી મિલકત મેળવવા માટે કાયદાનો આશરો લેવાનો અધિકાર છે.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.